ધાર્મિક:ઓસ્ટ્રેલીયાથી ભારત પરત કરેલી 29 મૂર્તિઓમાંથી એક કનકેશ્વરી માતાજીની
- સરકાર મંદિરને હેરીટેજમાં સમાવેશ કરે એવી માંગ બુલંદ બની
-
ગીરમધ્યમાં બિરાજતા કનકેશ્વર માતાજીનું મંદિર પૌરાણીક છે. ઓસ્ટ્રેલીયામાંથી ભારત આવેલી 29 મુર્તીઓમાંથી એક કનકેશ્વરી માતાજીની હોવાનું જાણવા મળે છે. કનકેશ્વર માતાજીનું મંદિર ગીરમધ્યે આવેલું છે. જ્યાં અવિરત ભાવિકોનો પ્રવાહ જોવા મળતો હોય છે.
આ સ્થળ હજારો વર્ષ પહેલા કનકશેન ચાવડા નામના રાજાની નગરી હતી. અને આ રાજાને હિંગળાજ માતાજી પ્રસન્ન થયા હોવાનું કહેવાય છે. કનકેશ્વર માતાજી તરીકે ત્યાં બિરાજમાન થયા હતા. કનેકેશ્વરી માતાજી 84 જ્ઞાતીના કુળદેવી છે. અને દેશ-વિદેશમાં વસતા લોકો માટે આ મંદિર આસ્થાનું કેન્દ્ર છે. મહાભારતના સમયમાં પાંડવો પણ આ જગ્યા પર આવ્યા હોવાનું કહેવાય છે.
હાલમાં જ ઓસ્ટ્રેલીયામાંથી પ્રાચીન અને પૌરાણીક 29 મુર્તીઓ ભારત પરત આવી છે. જેમાંથી એક મુર્તી કનકેશ્વરી માતાજીની હોય ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રભાઈ જાની, મેનેજર દેવાંગભાઈ ઓઝા, હરીભાઈ જાનીએ પીએમ નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.