સરકારનો નિર્ણય:ખેલ મહાકુંભના રજિસ્ટ્રેશન માટે આજે 10 વાગ્યાથી લઈ બુધવારે સવારે 11.59 વાગ્યા સુધી વિન્ડો ખુલ્લી રહેશે

સરકારનો નિર્ણય:ખેલ મહાકુંભના રજિસ્ટ્રેશન માટે આજે 10 વાગ્યાથી લઈ બુધવારે સવારે 11.59 વાગ્યા સુધી વિન્ડો ખુલ્લી રહેશે

 
 • રમતવીરોને ભૂલ્યા વગર આ શ્રેષ્ઠ તકનો ઉપયોગ અચૂકપણે કરવા અપીલ કરાઈ
 • વડાપ્રધાન મોદીએ 12મી માર્ચે ખેલ મહાકુંભ 2022નો સરદાર પટેલ સ્ટેડિયમ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. રાજયના યુવાઓ-રમતવીરોને પ્રોત્સાહિત કરવા રાજય સરકાર દ્વારા પ્રતિવર્ષ ખેલ મહાકૂભનુ આયોજન કરાય છે. ખેલ મહાકુભની લોકપ્રિયતાને ધ્યાને લઈને આ વર્ષે યોજાઈ રહેલ ખેલ મહાકુભમા અંદાજે 55 લાખથી વધુ રમતવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. આ અંતર્ગત રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, આ માટેના રજિસ્ટ્રેશન માટે આજથી બે દિવસ માટે ખાસ કિસ્સામા વિન્ડો ફરીથી ઓપન કરવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.

  રજિસ્ટ્રેશન વિન્ડો ખાસ કિસ્સામાં ખોલવામાં આવશે
  હર્ષ સંઘવીએ ઉમેર્યુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષના ખેલ મહાકુંભમા અમુક રમતવીરોને હજુ રજિસ્ટ્રેશન કરાવવાની માગ આવતા યુવાઓના વિશાળ હિતમા આ મહત્વનો નિર્ણય કર્યો છે.સમગ્ર ગુજરાતમાંથી હજારો વિનંતીઓ અને પ્રતિભાવોને ધ્યાનમાં રાખીને #khelmahakumbh2022 માટે રજિસ્ટ્રેશન વિન્ડો ફરીથી આજે સવારે 10 વાગ્યાથી આવતીકાલે સવારે 11:59 વાગ્યા સુધી ખાસ કિસ્સામાં ખોલવામાં આવશે તો રસ ધરાવતા રમતવીરોને ભૂલ્યા વગર આ શ્રેષ્ઠ તકનો ઉપયોગ અચૂકપણે કરવા અપીલ કરાઈ છે.

  રજિસ્ટ્રેશન બે દિવસ માટે ખોલવાનો નિર્ણય લેવાયો
  બે દિવસ પહેલા કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, હજુ પણ અનેક એવા ખેલાડીઓ છે, જેઓ ખેલ મહાકુંભમાં રજિસ્ટ્રેશનથી વંચિત રહી ગયા છે.આથી એ સમયે ગૃહમાં ખાતરી આપવામાં આવી હતી કે, વંચિત ખેલાડીઓ ભાગ લઈ શકે તે માટે રજિસ્ટ્રેશન ફરીથી ખોલવામાં આવશે. જે અંતર્ગત કેબિનેટ મંત્રી હર્ષ સંઘવી દ્વારા ખેલ મહાકુંભનું રજિસ્ટ્રેશન બે દિવસ માટે ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.હવે બે દિવસ રજિસ્ટ્રેશન વિન્ડો ફરીથી ખોલવામાં આવતા આગામી દિવસોમાં વધારે રજિસ્ટ્રેશન થવાની શક્યતા છે.

  વડાપ્રધાન મોદીએ ખેલ મહાકુંભ 2022નો પ્રારંભ કરાવ્યો હતો
  વડાપ્રધાન મોદીએ 12મી માર્ચે ખેલ મહાકુંભ 2022નો સરદાર પટેલ સ્ટેડિયમ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. તેમણે રિમોટ દ્વારા 11મા ખેલ મહાકુંભ તથા ગુજરાત ખેલ કૂદ નીતિ 2022-27નું અનાવરણ કર્યું હતું. મોદીએ આ પ્રસંગે હુંકાર કર્યો હતો કે, 'ના હિન્દુસ્તાન રુકનેવાલા હૈ, ના થકનેવાલા હૈ'! સ્પોર્ટસમાં ભારતનો સુવર્ણયુગ ઉદય પામી ચુક્યો છે. ખેલ મહાકુંભના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન 1100 કલાકાર પર્ફોર્મન્સ આપ્યું હતું. સરદાર પટેલ સ્ટેડિયમમાં જોરદાર લાઇટિંગ અને સ્ટેજ ઊભા કરવામાં આવ્યાં હતા.