ધંધુકામાં હત્યાના વડોદરામાં પડઘા:ફાંસી ફાંસી...કિશનના હત્યારાઓને ફાંસી આપોના નારાથી કલેક્ટર પરિસર એક કલાક સુધી ગૂંજતું રહ્યું, માલધારી સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

ધંધુકામાં હત્યાના વડોદરામાં પડઘા:ફાંસી ફાંસી...કિશનના હત્યારાઓને ફાંસી આપોના નારાથી કલેક્ટર પરિસર એક કલાક સુધી ગૂંજતું રહ્યું, માલધારી સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

 
  • વિવિધ સંગઠનોએ કલેક્ટર મળીને કિશનની હત્યા કરનારાઓને ફાંસીની સજાની માંગ કરી
  • ધંધુકા ખાતે કિશન ભરવાડની વિધર્મીઓ દ્વારા કરવામાં આવેલી તેના પડઘા વડોદરા શહેરમાં પણ પડ્યા છે. આજે માલધારી સમાજ અને વિવિધ સંગઠનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી કિશનની હત્યા કરનારાઓને ફાંસીની સજાની માંગ કરી હતી. આ દરમિયાન સમગ્ર કલેકટર ઓફિસ અને પરિસર જયશ્રી રામ હત્યારાઓને ફાંસી આપો અને દેશના ગદ્દારોને ગોળી મારો ના નારાથી સતત એક કલાક સુધી ગુંજતી રહી હતી.

કારેલીબાગ વુડા સર્કલ પાસે માલધારી સમાજના યુવાનો એકત્ર થયા હતા
  •  
  • કલેક્ટર કચેરી ખાતે 200થી વધુ લોકો એકત્ર થયા
    વડોદરા ખાતે માલધારી સમાજના આગેવાનો ભગવાનભાઇ ભરવાડની આગેવાનીમાં આજે કારેલીબાગ વુડા સર્કલ પાસે માલધારી સમાજના યુવાનો એકત્ર થયા હતા અને કિશનના હત્યારાઓને ફાંસીની માંગ સાથે રાવપુરા આવેલ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. કલેક્ટર કચેરી પહોંચતા સુધીમાં માલધારી સમાજના લગભગ 200થી વધુ લોકો એકત્ર થઇ ગયા હતા.

બજરંગ દળ દ્વારા પણ કિશનને ન્યાય આપવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું
  • કિશન મર્યો નથી તે શહીદ થયો છે
    વડોદરાના માલધારી સમાજના આગેવાન ભગવાનભાઇ ભરવાડે જણાવ્યું હતું કે, કિશન મર્યો નથી તે શહીદ થયો છે. કિશન જેવા 5 લાખ યુવાનો હજુ પણ આ સમાજમાં છે અને લડતા રહેશે. કિશનના હત્યારાઓને ઝડપથી ફાંસીની સજા આપવા માટે સ્પેશ્યલ બેચ બનાવી જોઈએ. કિશોરની હત્યા થઈ ત્યારે તેની દીકરી માત્ર 20 દિવસની જ હતી. આટલી નાનકડી દીકરી એ તેના પિતાનું વ્હાલ પણ મળ્યું ન હતું અને પિતાની છત્રછાયા ગુમાવવી પડી જે ખૂબ જ દુઃખદ બાબત છે.
  • હત્યારાઓને ફાંસી આપવા માંગ કરી
    કલેકટર કચેરી ખાતે શિવસેના અને બજરંગ દળ દ્વારા પણ કિશન ને ન્યાય આપવા માટે આવેદનપત્રો આપવામાં આવ્યા હતા. આ દરમિયાન એક કલાક સુધી કલેકટર કચેરી અને પરિસર ફાંસી આપો ફાંસી આપો કિશન ના હત્યારાઓને ફાંસી આપો તેમજ જયશ્રીરામ ના નારા સાથે ગુંજતા રહ્યા હતા.