તુર્કીમાં ગુજરાતના બે ગુમ પરિવાર મળ્યા : તુર્કીમાંથી અમેરિકામાં ઘૂસણખોરી કરી રહેલા 6 લોકોનું અપહરણ થયું હતું, પરિવારે કહ્યું, હવે પાછા આવશે

તુર્કીમાં ગુજરાતના બે ગુમ પરિવાર મળ્યા : તુર્કીમાંથી અમેરિકામાં ઘૂસણખોરી કરી રહેલા 6 લોકોનું અપહરણ થયું હતું, પરિવારે કહ્યું, હવે પાછા આવશે

ગુજરાતના ચારા લોકોની અમેરિકા-કેનેડા બોર્ડર પરથી ઠંડીને કારણે મોતના સમાચાર મળ્યા પછી વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. રિપોર્ટમાં જણાવ્યા પછી ગુજરાતના 6 લોકો અમેરિકા જતા હતા ત્યારે તુર્કીથી તેમનું અપહરણ કરવામાં આવ્યું છે. આ લોકો ગાંધીનગરના છે અને અમેરિકા જવાના રસ્તે તુર્કીમાં તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. ગાંધીનગર પોલીસના જણાવ્યા પ્રમાણે, ગાંધીનગર-કલોલની નજીકના ગામના જ બે પરિવાર છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, માનવ તસ્કરરી કરનાર લોકોએ જ તેમનું તુર્કીથી અપહરણ કર્યું હતું અને ખંડણી લેવા માટે તેમને રાખ્યા હતા. અપહરણકર્તાઓએ આ લોકોને પરત કરવા માટે અમુક રકમ પણ માગી છે.

ગાંધીનગર પોલીસે તેમનાં માતા-પિતા સાથે વાત કરીને જણાવ્યું હતું કે આ બંને પરિવાર મળી ગયા છે. તેઓ તુર્કીની એક હોટલમાં રોકાયા હતા અને આગામી 2-3 દિવસમાં પરત આવી જશે. માતા-પિતાએ તેમનું અપહરણ થયું હોવાની વાત નકારી છે.

અમેરિકા જવાના હેતુની તપાસ કરાશે
ગાંધીનગર પોલીસના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, અપહરણ થયેલા લોકો બે પરિવારના છે. એક પરિવારમાં તેજસ પટેલ, તેમની પત્ની અલ્કા અને દીકરો દિવ્ય સામેલ છે, જ્યારે બીજા પરિવારમાં સુરેશ પટેલ, તેમની પત્ની શોભા અને દીકરી ફોરમ સામેલ છે. આ લોકો ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં કે જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં તેમના ગામથી અમેરિકા જવા રવાના થયા હતા, પરંતુ તુર્કી પહોંચ્યા પછી તેમનો કોઈ કોન્ટેક્ટ થયો નહોતો.

Source - The Times Of India

પોલીસના જણાવ્યા પ્રમાણે, ઈસ્તંબુલમાં ભારતીય એમ્બેસીને અપહરણ થયેલા પરિવારના સંબંધીઓએ ફરિયાદ કરી હતી. એના આધારે તેમને શોધવામાં આવ્યાં હતાં. આ મામલે એક સીઆઈડી ટીમ પણ બનાવાવમાં આવી છે, જે ટ્રાવેલના વિવરણને રિક્રિએટ કરશે. પોલીસ એ વાતની તપાસ કરશે કે આ લોકોનો અમેરિકા જવાનો હેતુ શો હતો અને ઈસ્તંબુલ કેવી રીતે પહોંચ્યા. અધિકારીઓએ હજી આ લોકોનાં નામ જાહેર કર્યાં નથી.

અમેરિકામાં પ્રવેશ કરતી વખતે 4 ગુજરાતીનાં મોત
આ પહેલાં ગુજરાતના જ ચાર લોકોનાં અમેરિકા-કેનેડા બોર્ડર પર ઠંડીને કારણે મોત થયાં હતાં. મૃત્યુ પામેલા લોકોમાં જગદીશ પટેલ, તેમની પત્ની અને બે બાળકો હતાં. પોલીસના જણાવ્યા પ્રમાણે, જગદીશ પટેલનો પરિવાર અન્ય એક ભારતીય ગ્રુપથી અલગ પડી ગયો હતો. આ ગ્રુપે -35 ડીગ્રી ઠંડીમાં અમેરિકાની બોર્ડર ગેરકાયદે રીતે ક્રોસ કરવાનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ ખૂબ ઠંડીને કારણે જગદીશ પટેલ અને તેમના પરિવાર સભ્યોનાં સીમા પર જ મોત થઈ ગયાં હતાં, જ્યારે બાકીના સાત લોકોએ સીમા પાર કરી લીધી હતી. પોલીસનું માનવું છે કે તુર્કીમાં જે પરિવારના અપહરણ થયા હતા તેમને પણ તાલુકા લેવલના ટ્રાવેલ એજન્ટે વિઝિટર વિઝા પર અહીં મોકલ્યા હતા.

( Source - Divyabhaskar )