નોકરીમાં માપણી:એરહોસ્ટેસની ડ્રેસ સાઈઝ પર વેઈટ પોલીસ નજર રાખે છે, રેન્ડમ ચેકિંગ કરી વજન વધે તો પગાર કાપી લેવાય છે

નોકરીમાં માપણી:એરહોસ્ટેસની ડ્રેસ સાઈઝ પર વેઈટ પોલીસ નજર રાખે છે, રેન્ડમ ચેકિંગ કરી વજન વધે તો પગાર કાપી લેવાય છે

 
 • એમિરેટ્સ એરલાઇન્સના પૂર્વ કર્મીએ વેટ મેનેજમેન્ટનો ખુલાસો કર્યો
 • પ્રસિદ્ધ એમિરેટ્સ એરલાઇન્સના એપીયરન્સ મેનેજમેન્ટ પ્રોગ્રામને લઈને મોટો ખુલાસો થયો છે. એમિરેટ્સના પૂર્વ કર્મચારી 36 વર્ષીય કાર્લા બેયસને કહ્યું છે કે આ પ્રોગ્રામ હેઠળ એરહોસ્ટેસના વજન પર નજર રાખવા માટે વેટ પોલીસ રાખવામાં આવી છે. તે એરહોસ્ટેસના વજન પર સતત નજર રાખે છે.

  વેટ પોલીસ એરપોર્ટ પર કેબિન ક્રૂના વજનનું રેન્ડિંગ ચેકિંગ સાથે એરહોસ્ટેસની ડ્રેસ સાઈઝ પર પણ નજર રાખે છે. એરહોસ્ટેસને એરલાઇન્સથી મળતા ડ્રેસ સાઈઝનો સંપૂર્ણ રેકોર્ડ રાખવામાં આવે છે.

  જો અેરહોસ્ટેસની સાઈઝ જરાક પણ વધે તો તેને એરપોર્ટ પર જ અટકાવી દેવાય છે. સાથે જ ક્રૂના સભ્યોના પગારમાં પણ કાપ મુકાય છે. કાર્લા કહે છે કે આ વેટ પોલીસ એટલી કડક હોય છે કે તેમની પાસે ક્રૂ મેમ્બરનું વજન વધવાની ફરિયાદ પહોંચતા જ તાત્કાલિક વિભાગીય કાર્યવાહી શરૂ થઈ જાય છે. સાથે જ એરલાઇન્સ એર હોસ્ટેસના લુક્સને લઇને પણ કડક રહે છે. કોઈપણ એરહોસ્ટેસના શરીર પર કોઈ પણ દેખાતા ટેટૂ ન હોવા જોઈએ.

  એમિરેટ્સમાં 10 વર્ષ સુધી કામ કરી ચૂકેલી ડાયગુ કહે છે કે તેનું વજન સતત 3 વર્ષ સુધી દરરોજ ચેક કરાતું હતું કેમ કે તેના એક ક્રૂ મેમ્બરે તેના ઓવરવેટ થયાની ફરિયાદ કરી હતી.

  તેના બાદથી ડયગુએ એરલાઇન્સને દર સપ્તાહે બીએમઆઈ ઈન્ડેક્સ પણ આપવો પડતો હતો. એક સપ્તાહ સુધી તે બીએમઆઈ ઈન્ડેક્સ ન આપી શકતા તેનો સંપૂર્ણ મહિનાનો પગાર કાપી લેવાયો હતો.

  ઈમેલમાં સલાહ- ભરપૂર ઊંઘ લો, ચોખા-બ્રેડ ન ખાશો
  એમિરેટ્સ એરલાઇન્સની પૂર્વ એર હોસ્ટેસ કહે છે કે વજન વધુ આવે તો એચઆરથી સલાહ અપાતા ઈમેલ આવવા લાગે છે. તેમાં ચોખા-બ્રેડ ન ખાવાની સાથે ભરપૂર ઊંઘ લેવાની વાત કહેવાય છે. કોઈપણ એરહોસ્ટેસ માટે ફ્લાઈટના અલગ સમય હોવાને કારણે પૂરતી ઊંઘ લેવી સંભવ જ નથી હોતું.