કોરોના સંક્રમણ:અમેરિકામાં ત્રણ ડોઝ લીધા છતાં સુરત આવ્યા બાદ ઘોડદોડ રોડના વૃદ્ધને ચેપ

કોરોના સંક્રમણ:અમેરિકામાં ત્રણ ડોઝ લીધા છતાં સુરત આવ્યા બાદ ઘોડદોડ રોડના વૃદ્ધને ચેપ

શહેરમાં કોરોનાના નવા 8 કેસ, સૌથી વધુ અઠવામાં 7 કેસ નોંધાયા

ઘોડદોડ રોડના કાકડિયા કોમ્પ્લેક્ષમાં રહેતા 69 વર્ષીય વૃદ્ધ અમેરિકા ગયા હતા અને ગત 4 તારીખે સુરત પરત આવ્યા હતા.અમેરિકામાં જ વૃદ્ધે ‘મોડર્ના’ વેકસીનના 3 ડોઝ લીધા હતા. છતાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રવિવારે શહેરમાં કોરોનાનાં નવા 8 કેસ સામે આવ્યા હતા.જેમાં 7 કેસ અઠવા ઝોન હેઠળ આવતા વિસ્તારોમાંથી આવ્યા હતા જ્યારે એક કેસ રાંદેર ઝોનમાંથી સામે આવ્યો હતો. રવિવારે સામે આવેલા 8 કેસ પૈકી 25 વર્ષની યુવતીને બાદ કરતાં તમામની ઉંમર 47 વર્ષ કરતા વધુ છે.48 વર્ષીય મનપાકર્મી પણ રવિવારે પોઝિટિવ આવેલા લોકોની યાદીમાં સામેલ છે.

વેક્સિન ન લેનારી એક મહિલાને પણ કોરોના
એક 50 વર્ષની મહિલા કે જે અઠવાલાયન્સની રહેવાસી છે.તેણી થોડા દિવસ અગાઉ બનાસકાંઠા જઈ આવી હતી, તેમણે એકપણ ડોઝ લીધો ન હતો. રવિવારે એક જ પરિવારના 2 લોકો પણ પોઝિટિવ આવ્યા હતા. 48 વર્ષીય મનપાકર્મી પણ રવિવારે પોઝિટિવ આવેલા લોકોની યાદીમાં સામેલ છે.