નાગરિકત્વ : 5 વર્ષમાં 6 લાખથી વધુ લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી

નાગરિકત્વ : 5 વર્ષમાં 6 લાખથી વધુ લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી

ભારતીય નાગરિક બનવા સૌથી વધુ અરજી પાક.થી થઈ

5 વર્ષમાં 4,177 લોકોને ભારતીય નાગરિકત્વ અપાયું

 

છેલ્લાં 5 વર્ષમાં 6 લાખથી વધુ ભારતીયોએ દેશનું નાગરિકત્વ છોડ્યું. સરકારે મંગળવારે લોકસભામાં આ માહિતી આપી. કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે એક પ્રશ્નના લેખિત જવાબમાં કહ્યું કે વિદેશ મંત્રાલય પાસે ઉપલબ્ધ માહિતી મુજબ 1,33,83,718 ભારતીયો બીજા દેશોમાં રહે છે. વર્ષ 2017માં 1,33,049, 2018માં 1,34,561, 2019માં 1,44,017, 2020માં 85,248 અને ચાલુ વર્ષે 30 સપ્ટેમ્બર સુધીમાં 1,11,287 ભારતીય નાગરિકોએ નાગરિકત્વ છોડ્યું.

રાયે એમ પણ જણાવ્યું કે છેલ્લાં 5 વર્ષમાં 10,645 લોકોએ ભારતનું નાગરિકત્વ મેળવવા અરજી કરી, જેમાંથી 4,177 લોકોને નાગરિકત્વ અપાયું. ભારતીય નાગરિકત્વ માટે અરજી કરનારાઓમાં સૌથી વધુ 7,782 પાકિસ્તાનના, 795 અફઘાનિસ્તાનના, 227 અમેરિકાના અને 184 બાંગ્લાદેશના છે. 2016માં 1,106 લોકોને ભારતીય નાગરિકત્વ અપાયું જ્યારે 2017માં 817, 2018માં 628, 2019માં 987 અને 2020માં 639 લોકોને ભારતનું નાગરિકત્વ અપાયું. દરમિયાન ગૃહ મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે નેશનલ રજીસ્ટર ઑફ ઇન્ડિયન સિટિઝન્સ મુદ્દે હાલ કેન્દ્ર સરકારે કોઈ નિર્ણય લીધો નથી.