બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ 10 કરોડની ઓફરને મારી ઠોકર, કારણ જાણીને ફેન્સે કર્યા વખાણ
બોલીવુડની ફિટ અભિનેત્રી શિલ્પા શેટ્ટી એવા લોકોમાં છે જે સ્લિમ બોડી ધરાવે છે. પોતાના યોગ દ્વારા ફિટનેસ આઇકોન બનેલી શિલ્પાએ એક એવું કામ કર્યું છે, જેની ચારે બાજુ ચર્ચાઓ થઈ રહી છે.
લોકો માટે રોલ મોડેલ બનનારી શિલ્પા શેટ્ટીએ તાજેતરમાં પાતળા થવાની દવાઓની જાહેરાત કરવાની ના પાડી. તેને આ જાહેરાત માટે 10 કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી હતી.
અભિનેત્રીએ ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો કે તે માને છે કે યોગ્ય આહાર અને વર્કઆઉટ્સ આરોગ્ય માટે પૂરતા છે. પાતળા થવાની દવાઓ નુકસાન પહોંચાડી છે. જે હું મારી જાતે નથી કરતી તેને હું બીજાને કરવા માટે કેવી રીતે કહી શકું. શિલ્પાએ વધુમાં જણાવ્યું કે આજની લાઇફમાં વ્યક્તિ પાસે પોતાનું ટાઇમ ટેબલ હોવું જોઈએ. વર્કઆઉટ અને ડાયટનું ધ્યાન રાખવું જોઈએ.