નવું વર્ષ ૧ જાન્યુઆરીથી કેમ શરૂ થાય છે ?
યુરોપ અને દુનિયાના મોટાભાગના દેશોમાં નવું વર્ષ ૧ જાન્યુઆરીથી શરૂ થાય છે. પરંતુ હંમેશાં આવું થતું નથી અને હાલમાં દુનિયાના તમામ દેશોમાં ૧ જાન્યુઆરીથી નવા વર્ષની શરૂઆત માનવામાં આવતી નથી. ૫૦૦ વર્ષ પહેલાં મોટાભાગના ખ્રિસ્તી દેશોમાં ૨૫ માર્ચ અને ૨૫ ડિસેમ્બરના દિવસે નવા વર્ષની ઉજવણી થતી હતી. ૧ જાન્યુઆરીથી નવું વર્ષ મનાવવાની શરૂઆત પહેલી વાર ઈ.સ.૪૫ પહેલાં રોમન રાજા જુલિયસ સિઝરે કરી હતી. રોમન સામ્રાજ્યમાં કેલેન્ડરનું ચલણ રહ્યું હતું.પૃથ્વી અને સૂર્યની ગણનાને આધારે રોમન રાજા નૂમા પોંપિલુસે એક નવું કેલેન્ડર લાગુ કર્યું હતું. આ કેલેન્ડર ૧૦ મહિનાનું હતું કારણ કે, ત્યારે એક વર્ષને લગભગ ૩૧૦ દિવસનું માનવામાં આવતું હતું ત્યારે એક અઠવાડિયું પણ આઠ દિવસનું માનવામાં આવતું હતું. નૂમાએ માર્ચની જગ્યાએ જાન્યુઆરીને વર્ષનો પહેલો મહિનો માની લીધો હતો. જાન્યુઆરી નામ રોમન દેવતા જેનુસને નામે છે. જેનુસ રોમન સામ્રાજ્યમાં શરૂઆતમાં દેવતા માનવામાં આવતા હતા જેના બે મોઢા હતા. આગળના મોંઢાની શરૂઆત અને પાછળના મોઢાને પાછળના અંત તરીકે માનવામાં આવતો હતો. માર્ચનો પહેલો મહિનો રોમન દેવતા માર્સને નામે મનાવવામાં આવતો હતો. પરંતુ માર્સ યુદ્ધનો દેવતા હતા. નૂમાએ યુદ્ધની જગ્યાએ શરૂઆતના દેવતાના મહિનાથી વર્ષની શરૂઆત કરવાની યોજના હતી.
ગ્રેગોરિયન કેલેન્ડરમાં નવા વર્ષની શરૂઆત ૧ જાન્યુઆરીથી થાય છે
હવે લીપ યર તેને કહેવામાં આવશે જેમાં ૪ અથવા ૪૦૦થી ભાગી શકાય. સામાન્ય વર્ષોમાં ૪નો ભાગ જરૂરી નથી. તો શતાબ્દી વર્ષમાં ૪ અને ૪૦૦ બન્નેને ભાગવી જરૂરી છે. લીપ યરનો એક દિવસ આખો એક દિવસ હોતો નથી તેમાં ૨૪ કલાકથી લગભગ ૪૬ મિનિટ ઓછી હોય છે જેનાથી ૩૦૦ વર્ષ સુધી દર શતાબ્દી વર્ષમાં એક વાર લીપ યર ન મનાવવામાં આવે. પરંતુ ૪૦૦મા વર્ષમાં લિપ યર આવે છે અને ગણતરી યોગ્ય રીતે જળવાઈ રહે છે જેમ કે ૧૯૦૦માં ૪૦૦નો ભાગ આવતો નથી તેથી ૪થી વિભાજિત થયા છતાં પણ લિપ ઇયર હતું નહીં. જ્યારે વર્ષ ૨૦૦૦ લિપ યર હતું. આ કેલેન્ડરનું નામ ગ્રેગોરિયન કેલેન્ડર છે. આ કેલેન્ડરમાં નવા વર્ષની શરૂઆત ૧ જાન્યુઆરીથી થાય છે.
સંત બીડ અને વૈજ્ઞાનિક બેકનનું યોગદાન
વૈજ્ઞાનિક અને ધર્માચાર્ય સેંટ બીડે પણ ગ્રેગરી કેલેન્ડરમાં મોટુ યોગદાન આપ્યું હતું. તેણે એક વર્ષનો સમયગાળો પૂરા વિશ્વાસ સાથે જણાવ્યો હતો. તેમણે આઠમીસ દીમાં પોતાના સંશોધન બાદ એવું તારણ આપ્યું કે એક વર્રષમાં ૩૬૫ દિવસ છ કલાક નહીં પણ ૩૬૫ દિવસ પાંચ કલાક ૪૮ મિનિટ અને કેટલીક સેકન્ડ હોય છે. બીડના૫૦૦ વર્ષ બાદ વૈજ્ઞાનિક રોજર બેકને પણ એક વર્ષની સમયાવધિને વધારે સાચી કરીને જણાવી. ૧૫૮૨ માં આ કેલેન્ડરમાં સુધારો થયો હતો. ૧૫૮૫ માં પોપ ગ્રેગરીના સુધારિત કેલેન્ડરમાં ૧૦ દિવસ કાઢી નાખવામાં આવ્યાં હતા અને તેને તે વર્ષને ૧૦ દિવસ નાનો કરી દેવામાં આવ્યો હતો. હજુ પણ કેલેન્ડરના સુધારાનું કામકાજ ચાલુ છે.
જુલિયસ સિઝરે નવી ગણનાઓને આધારે એક નવું કેલેન્ડર તૈયાર કર્યું હતું
રોમના શાસક જુલિયસ સિઝરે નવી ગણનાઓને આધારે એક નવું કેલેન્ડર તૈયાર કર્યું હતું. આ કેલન્ડરમાં ૧૨ મહિના હતા. સિઝરે ખગોળવિદોની સાથે ગણા કરીને એવું તારણ આપ્યું કે પૃથ્વીને સૂર્યનું ચક્કર લગાડવામાં ૩૬૫ દિવસ અને છ કલાક લાગે છે. તેથી સિઝરે રોમન કેલેન્ડરને ૩૧૦ થી વધારીને ૩૬૫ દિવસનું કરી નાખ્યું હતું. સાથે સિઝરે દર ચાર વર્ષ બાદ ફેબ્રુઆરી મહિનાને ૨૯ દિવસનો કરી નાખ્યો હતો જેનાથી દર ચાર વર્ષમાં વધનારા એક દિવસ પણ એડજેસ્ટ થઈ શકે. વર્ષ ૪૫ ઈ.સ.પૂર્વેની શરૂઆત ૧ જાન્યુઆરીથી કરવામાં આવી હતી. વર્ષ ૪૪ ઈ.સ.પૂર્વમાં જુલિયસ સિઝરની હત્યા કરી દેવામાં આવી હતી. તેમના સન્માનમાં વર્ષના સાતમા મહિના ક્વીનટિલિસનું નામ જુલાઈ કરી દેવામાં આવ્યું હતું તેથી આઠમા મહિનાનું નામ સેક્સટિલિસનું નામ ઓગસ્ટ કરી દેવામાં આવ્યું. ૧૦ મહિનાવાળા વર્ષમાં ઓગસ્ટ છઠ્ઠો મહિનો હતો. રોમન સામ્રાજ્ય જ્યાં સુધી ફેલાયું હતું ત્યાંથી એક નવું વર્ષ એક જાન્યુઆરીથી મનાતું હતું. આ કેલેન્ડરનું નામ જુલિયન કેલેન્ડર હતું.
આજે પણ અંગ્રેજી કેલેન્ડર અણીશુદ્ધ નથી
ગ્રેગરી સંશોધનના સમયે લગભગ ૧૧ મિનિટ પ્રતિવર્ષનો સુધારો તો થઈ ગયો હતો તેમ છતાં પણ ૨૬ સેકન્ડનો ફર્ક રહી ગયો હતો. દર વર્ષે ૨૬ સેકન્ડના આ ફર્કને કારણે ગ્રેગરી કેલેન્ડર ૪૩૫ વર્ષમાં ત્રણ કલાકની ખામી દર્શાવે છે. વર્ષ ૪૯૦૯ માં આ કેલન્ડરમાં આખા એક દિવસનો ફર્ક અથવા ખામી થઈ જશે. હવે આ ૨૬ સેકન્ડની ખામી દૂર કરવા માટે સુધારો થઈ શકે છે. સરવાળે આજનું વ્યાપક પ્રમાણમાં ઉપયોગમા આવનારું અંગ્રેજી કેલેન્ડર અણીશુદ્ધ નથી તેમાં પણ કોઇકને કોઇક ખામી રહેલી છે.
કેલેન્ડર ખગોળ વિજ્ઞાનનું મહત્ત્વનું અંગ
કેલેન્ડર ખગોળ વિજ્ઞાનનો મામલો છે. વિજ્ઞાને પ્રકૃતિના રહસ્યોને જાણવા માટે શરૂઆતના તબક્કામાં ત્રણ ચાર શાખાઓ બનાવી હતી તેમાં ખગોળવિદ્યા પણ સામેલ હતી. ખાસ કરીને ગણિતનો વિકાસ ખગોળીય આકલનના કામ પ્રમાણે થાય છે. ઈતિહાસકારો એ તથ્ય પણ લાવ્યાં છે પૃથ્વીના અલગ અલગ ભૂખંડોમાં માનવે વિજ્ઞાનના વિકાસમાં સ્વતંત્ર ભૂમિકા નિભાવી છે. દુનિયાના લગભગ તમામ કેલેન્ડરોની પાસે પોતાની શુદ્ધતા છે પરંતુ ગ્રેગેરીયન કેલેન્ડરને વધારે સુવિધાજનક માનવામાં આવ્યું છે. હાલમાં આ કેલેન્ડરમાં વ્યાપક પણે ઉપયોગ થઇ રહ્યો છે.
ભારતમાં દરેક રાજ્યનું એક નવું વર્ષ હોય છે
આ કેલેન્ડરને સ્થાપિત થવામાં સમય લાગ્યો હતો. તેને ઇટાલી, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલે ૧૫૮૨માં અપનાવી લીધું હતું. જ્યારે જર્મનીના કેથોલિક રાજ્યો સ્વિટ્ઝરલેન્ડ, હોલેન્ડે ૧૫૮૩, પોલેન્ડને ૧૫૮૬, હંગેરીએ ૧૫૮૭, જર્મની અને નેધરલેન્ડના પ્રોટેસ્ટેન્ટ પ્રદેશ અને ડેન્માર્કે ૧૭૦૦, બ્રિટિશ સામ્રાજ્યે ૧૭૫૨, ચીને ૧૯૧૨, રશિયાએ ૧૮૧૭ અને જાપાને ૧૯૭૨માં આ કેલેન્ડર અપનાવ્યું હતું. ભારતે પણ આ કેલેન્ડરને ૧૭૫૨માં અપનાવ્યું હતું. ગ્રેગોરિયન કેલેન્ડરને અંગ્રેજી કેલેન્ડર પણ કહેવાય છે. જોકે, અંગ્રેજોએ ગ્રેગોરિયન કેલેન્ડરને ૧૫૦ વર્ષોથી અપનાવ્યું નહોતું. વર્ષ ૧૭૫૨માં ભારત પર બ્રિટનનું રાજ હતંો તેથી ભારતે પણ આ કેલેન્ડરને ૧૭૫૨માં અપનાવ્યું હતું. ભારતમાં લગભગ દરેક રાજ્યનું પોતાનું એક નવું વર્ષ હોય છે. મરાઠી ગુડી પડવા પર તો ગુજરાતીઓ માટે દિવાળી-બેસતા વર્ષથી નવા વર્ષની શરૂઆત થાય છે. હિંદુ કેલેન્ડરમાં ચૈત્ર મહિનાની પહેલી તારીખે નવા વર્ષની ઉજવણી થાય છે. આ માર્ચના છેલ્લા અઠવાડિયામાં અથવા એપ્રિલની શરૂઆતમાં થાય છે. ગ્રેગરી કેલેન્ડરની સાથે એક સમસ્યા પણ છે. આ કેલેન્ડરમાં ૧૧ મિનિટનો ઉપાય તો દર ચારમાંથી ત્રણ શતાબ્દી વર્ષને લિપ ઇયર ન માનીને કરી લેવામાં આવ્યો. પરંતુ ૧૪ સેકન્ડનું અંતર તો હજુ પણ દર વર્ષે રહે છે. આને કારણે વર્ષ ૫૦૦૦ આવતા આવતા ફરી વાર કેલેન્ડરમાં એક દિવસનું અંતર પેદા થઈ જશે. બની શકે કે ત્યારે આ કેલેન્ડરની જગ્યાએ સમય ગણનાની કોઈ નવી પ્રણાલી આવી જાય જે એ ગણનાને ઠીક કરી શકે. પરંતુ ત્યાં સુધી આપણે ૧ જાન્યુઆરીથી નવા વર્ષની શરૂઆતની આશા રાખી શકીએ.
રોમન સામ્રાજ્યના પતન સાથે ખ્રિસ્તી ધર્મનો પ્રસાર વધ્યો
પાંચમી સદી આવતા આવતા રોમન સામ્રાજ્યનું પતન થયું હતું. જેમ જેમ રોમન સામ્રાજ્ય સીમિત થતું ગયું ઈસાઈ ધર્મનો પ્રસાર એટલો વધતો ગયો. ઈસાઈ ધર્મના લોકો ૨૫ માર્ચ અથવા ૨૫ ડિસેમ્બરથી પોતાનું નવું વર્ષ મનાવવા ઇચ્છતા હતા.ખ્રિસ્તી ધર્મની માન્યતા અનુસાર ૨૫ માર્ચના દિવસે એક વિશેષ દૂત ગેબરિયલે ઈસા મસીહાની મા મેરીને સંદેશ આપ્યો કે તેમને ઈશ્વરના અવતાર ઈસા મસીહાને જન્મ આપવાનો છે. ૨૫ ડિસેમ્બરે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો. તેથી ખ્રિસ્તી લોકો આ બે તારીખોમાંથી કોઈ એક દિવસે નવું વર્ષ મનાવવા માગે છે. ૨૫ ડિસેમ્બરે ક્રિસમસ મનાવાય છે. પરંતુ જુલિયન કેલેન્ડરમાં કરવામાં આવેલી સમયગણનામાં થોડી ખામી હતી. સેંટ બીડ નામના એક ધર્માચાર્યે આઠમી શતાબ્દીમાં જણાવ્યું કે એક વર્ષમાં ૩૬૫ દિવસ ૬ કલાકને બદલે ૫ કલાક ૪૮ મિનિટ ૪૬ સેકન્ડ હોય છે. ૧૩મી શતાબ્દીમાં રોજગર બીકને આ થિયરી સ્થાપિત કરી હતી. આ થિયરીથી એક પરેશાની એવી થઈ કે જુલિયન કેલેન્ડરના હિસાબે દર વર્ષે ૧૧ મિનિટ ૧૪ સેકન્ડ વધારે ગણાતી હતી. તેનાથી દર ૪૦૦ વર્ષમાં સમય ૩ દિવસ પાછળ થઈ રહ્યો હતો. તેથી ૧૬મી સદી આવતા આવતા લગભગ ૧૦ દિવસ પાછળ થઈ ગયો હતો. સમયને ફરી વાર નિયત સ્થાને લાવવા માટે રોમન ચર્ચના પોપ ગ્રેગરીએ તેની પર કામ કર્યું હતું. ૧૫૮૦ના દાયકામાં ગ્રેગરીએએ એક જ્યોતિષી એલાસ સિયસ લિલિયસની સાથે એક કેલન્ડર પર કામ કરવાનું શરૂ કરી દીધી હતું. આ કેલેન્ડર માટે વર્ષ ૧૫૮૨ની ગણના કરવામાં આવી.
