કોરોના વાયરસનો ખોફ: પેસેન્જરને છીંક આવતા જ પાયલટ કોકપિટમાંથી કૂદી ભાગ્યો અને પછી…

કોરોના વાયરસનો ખોફ: પેસેન્જરને છીંક આવતા જ પાયલટ કોકપિટમાંથી કૂદી ભાગ્યો અને પછી…

20મી માર્ચ શુક્રવારના રોજ એક ઘટના બની. કોરોના વાયરસથી ઝઝૂમતા પૂણે એરપોર્ટથી એર એશિયાની ફલાઇટ I5-732 દિલ્હી માટે ઉડાન ભરવાની તૈયારી કરી રહ્યું હતું. તમામ પેસેન્જર પોતાની સીટ પર બેસી ગયા હતા. ત્યારે સૌથી આગળની લાઇનના એક પસેન્જરે છીંકવાનું શરૂ કર્યું અને તેને તાવ પણ હતો. સ્થિતિને પારખી જતા યોગ્ય પગલું ભરવાની જગ્યાએ ચાલક દળના સભ્ય ગભરાઇ ગયા. જેવી કોકપિટમાં બેઠેલા પાયલટને આ પેસેન્જર અંગે ખબર પડી તો ઇમરજન્સી એક્ઝિટથી કૂદી ગયા.

બીજીબાજુ વિમાનના બાકી ક્રૂ મેમ્બર્સે પ્લેનનો પાછલો દરવાજો ખોલી નાંખ્યો. તમામ પેસેન્જર્સને પાછલા દરવાજેથી બહાર નીકાળ્યા. માત્ર શંકાસ્પદ યાત્રી માટે આગળનો દરવાજો ખોલ્યો. તમામ પેસેન્જરનું સ્ક્રીનિંગ કર્યું જેમાં બધાના રિપોર્ટ નેગેટિવ આવ્યા.

એર એશિયાના પ્રવકતા એ કહ્યું કે Row N.1ના બેઠેલા પેસેન્જરના લીધે 20મી માર્ચના રોજ પૂણે-દિલ્હીની ફ્લાઇટમાં આવો કેસ સામે આવ્યો છે. Covid-19ને લઇ દરેક લોકો એલર્ટ છે. આથી તમામ પેસેન્જર્સનું મેડિકલ સ્ક્રીનિંગ કર્યું. કોઇનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. સાવચેતીના ભાગરૂપે પ્લેનને રિમોટ બે માં ઉભું કરાયું. શંકાસ્પદ યાત્રીને સામેના ગેટપરથી અને બાકીના પેસેન્જર્સને પાછલા ગેટથી નીકાળ્યા.

એર એશિયાએ કહ્યું કે આગળના ગેટને સુરક્ષિત જાહેર કરવા સુધી ક્રૂ મેમ્બરસે પોતાને ક્વારન્ટાઇન કરી લીધા. ફ્લાઇટના કેપ્ટને કોકપિટમાંથી લાગેલ ઇમરજન્સી એક્ઝિટમાંથી બહાર નીકળવાનું યોગ્ સમજયું. ત્યારબાદ આખા પ્લેનમાં એન્ટી ઇન્ફેકશન છંટકાવ થયો. અમારા ચાલક દળ આવી કઠિન સ્થિતિમાં પ્રોફેશનલ તરીકે કામ કરે છે. તેના માટે ટ્રેનિંગ અપાય છે. અમને ગર્વ છે કે તેમણે આ વિષમ પરિસ્થિતિમાં પણ ધૈર્યથી કામ લીધું.

આખા દેશમાં કોરોના વાયરસના 300થી વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. 82 શહેરોમાં લોકડાઉનની જાહેરાત કરી છે. અત્યાર સુધીમાં કોવિડ-19 મહામારીએ ભારતમાં 7 લોકોના જીવ લીધા છે. આખી દુનિયામાં 11000થી વધુ લોકો મહામારીનો શિકાર બની ચૂકયા છે.