સેનિટાઇઝરના વધુ પડતાં ઉપયોગથી હાથને ઇન્ફેક્શન લાગવાનું પણ જોખમ

સેનિટાઇઝરના વધુ પડતાં ઉપયોગથી હાથને ઇન્ફેક્શન લાગવાનું પણ જોખમ

। સુરત ।

કોરોના વાઇરસના પ્રિકોશન રૂપે જેની માંગમાં જબ્બર ઉછાળો આવ્યો એમાં માસ્ક અને સેનિટાઇઝર મોખરે છે. કહેલી સાંભળેલી વાતોના કારણે લોકો તદ્દન બિનજરૂરી રીતે આ વસ્તુઓનો ઉપયોગ કરવા માંડયા છે. બજારમાં માંગ નીકળતાં તકસાધુ તત્વો માનવીય સંવેદનાને ભૂલી આ સંજોગોને એન્કેશ કરવા ઉતાવણિયા બન્યા છે. જેને પગલે માસ્ક અને સેનિટાઇઝરની કિંમતમાં ત્રણથી ચાર ગણો વધારો પણ જોવા મળી રહ્યો છે. મેડિકલ સ્ટોરમાં આજે સૌથી વધુ વેચાણ આ બે વસ્તુનું થઇ રહ્યું છે. જો કે તબીબો તેના ઉપયોગમાં સાવધાની રાખવા ચેતવી રહ્યા છે. કોરોના વાઈરસે સમગ્ર વિશ્વમાં કાળો કેર વર્તાવ્યો છે. દરમિયાન ભારતમાં આ વાઈરસને કાબૂમાં લેવા માટે લોકડાઉન કરવામાં આવ્યું છે. શહેર સહિત દેશભરના લોકો વધારે ઘરે રહેવાનું પસંદ કરે છે. શહેરીજનો કોરોના વાઈરસથી બચવા માટે સરકારી ગાઈડલાઈન મુજબ માસ્ક તથા સેનિટાઈઝર સહિતનો ઉપયોગ કરે છે. ઉપરાંત મહિલાઓ હાલ ઘરે સેનિટાઈઝરનો ઉપયોગ કરતા પહેલાં અમુક બાબતોની સાવચેતી રાખવા જેવી છે. ઉપયોગ પહેલા તેના કન્ટેઇન, ગુણવત્તા, તીવ્રતાં, અસરકારકતાનો સમયગાળો વિગેરે ચકાસવું અતિ આવશ્યક થઇ રહે છે. વગર જાણ્યે વિચાર્યે આ વસ્તુનો ઉપયોગ લાભ નહીં નૂકસાન પહોંચાડી શકે છે.  તબીબી સલાહ વિના તેનો ઉપયોગ નહીં કરવા પણ સલાહ આપવામાં આવી છે.

અમેરિકાનું ‘N૯૫’ માસ્ક રૂ. ૩૦૦માં, દેશી માસ્કની કિંમત ૨૦૦

કોરોનાના કેર અને લોકડાઉનના ઠોસ કદમને કારણે શહેરીઓ ઘરની બહાર નીકળતા ડર અનુભવી રહ્યા છે. પરંતુ ૧૪મી એપ્રિલ બાદ પણ લોકડાઉન બીજા બેથી ત્રણ અઠવાડિયા લંબાશે તેવી અટકળો અને અફવાઓ વચ્ચે શહેરના તમામ વિસ્તારના મેડિકલ સ્ટોર્સમાં હજી લાંબી કતારો ઝાઝી અટકવાનું નામ લેતી નથી.  દેખીતી રીતે જ લોકડાઉન વધવાની અટકળો વચ્ચે હૃદયરોગ, બીપી અને ડાયાબિટીસના દર્દીઓ તેમની રોજેરોજની દવાઓનો જથ્થો વધુને વધુ ખરીદી રહ્યા છે અને સલામતીની લાગણી અનુભવી રહ્યા છે.  પરંતુ પોલીસની કડકાઈથી બહાર નીકળવાનું નહીંવત થઈ જતા માસ્કની ખરીદીમાં ઘટાડો થયો છે પરંતુ માસ્કના ભાવમાં ઘટાડો તો થયો નથી પરંતુ દરેક મેડિકલ સ્ટોર્સ પોતાના મનઘડંત ભાવો નક્કી કરી માસ્ક પધરાવી રહ્યા છે. ત્યારે એ જાણીને ચોંકી જવાશે કે, અમેરિકાની થ્રી સ્ના N.૯૫ નામના માસ્ક ૧ નંગ રૂ. ૨૦૦ના બદલે રૂ. ૨૫૦થી ૩૦૦માં વેચાઈ રહ્યા છે. જેની મૂળકિંમત રૂ. ૧૫૦ હતી. કહે છે કે, આ N.૯૫ માસ્ક કેમિકલયુક્ત હોય છે અને તે એક સપ્તાહ સુધી પહેરવા છતાં બગડતાં નથી. અમેરિકાની કાું.ની સ્પર્ધામાં આપણી ભારતીય એવી અરવિંદ વિનસ અને અનેક કંપનીઓ આ N.૯૫ નામથી માસ્ક બનાવીને વેચાણમાં મૂક્યાં છે જેની મૂળ કિંમત રૂ. ૧૨૫ છે તે રૂ. ૧૭૫થી ૨૦૦ રૂ. વેચાઈ રહ્યાં છે.

ગઢાથી પાંચ ઈસમોની અટકાયત કરી છુટકારા બાદ યુવકનું શંકાસ્પદ મોત

છેલ્લા ૧૨ દિવસથી કોરોના સામેના જંગના ભાગરૂપે સરકાર  દ્વારા જાહેર કરવામાં આવેલા લોકડાઉનના પગલે સાંતલપુર તાલુકાના ગઢા ગામે વારાહી પોલીસ દ્વારા ૩૦ માર્ચના સાંજના સમયે ઘરથી બહાલ બેસેલા યુવકોની ધરપકડ કરવામાં આવી હતી અને જામીન બાદ તેમને છોડયાના કલાકોમાં ગઢા ગામના મહેશ ઈશ્વરભાઈ રાવળ(ઉ.૧૮)નું મોત થતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.આ યુવકના પરિવારજનોએ  યુવકનું મોત શંકાસ્પદ થવાનો આક્ષેપ કરતા પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો હતો અને મામલો વધુ ગંભીર બને તે પહેલા ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ તપાસ અર્થે દોડી આવ્યા હતા.