ભારતમાં બનાવવામાં આવી રહી છે કોરોનાની વેક્સિન, નાકથી આપવામાં આવશે રસીનાં ટીંપા

ભારતમાં બનાવવામાં આવી રહી છે કોરોનાની વેક્સિન, નાકથી આપવામાં આવશે રસીનાં ટીંપા

કોરોના વાયરસ સામે લડવા માટે દેશમાં પણ વેક્સિન તૈયાર કરવામાં આવી રહી છે. જેથી દેશનાં લોકોને આ ભયાનક બીમારીથી બચાવી શકાય. આ વેક્સિનની ખાસ વાત એ છે કે આને ઇન્જેક્શન દ્વારા શરીરમાં નહીં લગાવવામાં આવે અને ના આ પોલિયો ડ્રોપની માફક પીવાની રહેશે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક ફોરોફ્લૂ નામની વેક્સીન વિકસિત કરી રહ્યું છે. આ વેક્સિનનાં એક ટીંપાને પીડિત વ્યક્તિનાં નાકમાં નાંખવામાં આવશે.

વેક્સિનનું પુરુ નામ છે ‘ફોરોફ્લૂ: વન ડ્રોપ કોવિડ-19 નેસલ વેક્સિન

આ વેક્સિનનું પુરુ નામ છે ‘ફોરોફ્લૂ: વન ડ્રોપ કોવિડ-19 નેસલ વેક્સિન.’ કંપનીનો દાવો છે કે આ વેક્સિન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે, કેમકે આનાથી પહેલા પણ ફ્લૂ માટે બનાવવામાં આવેલી દવાઓ સુરક્ષિત હતી. ભારત બાયોટેકે યૂનિવર્સિટી ઑફ વિસ્કોન્સિન-મેડિસન અને ફ્લૂઝેન કંપનીની સાથે કરાર કર્યો છે. આ ત્રણેયનાં વૈજ્ઞાનિકો મળીને વેક્સિન તૈયાર કરી રહ્યા છે.

શરીરમાં ફ્લૂની વિરુદ્ધ લડવા માટે એન્ટીબૉડીઝ બનાવે છે

ફોરોફ્લૂ વિશ્વ વિખ્યાત ફ્લૂની દવાઓ એમ2એસઆરનાં બેઝ પર બનાવવામાં આવી રહી છે. આને યોશિહિરો કાવાઓકા અને ગેબ્રિએલ ન્યૂમેને મળીને બનાવી હતી. એમ2એસઆર ઇન્ફ્લૂએન્ઝા બીમારીની એક શક્તિશાળી દવા છે. જ્યારે આ દવા શરીરમાં જાય છે તો તે તાત્કાલિન શરીરમાં ફ્લૂની વિરુદ્ધ લડવા માટે એન્ટીબૉડીઝ બનાવે છે. આ વખતે યોશિહિરો કાવાઓકાએ એમ2એસઆર દવાની અંદર કોરોના વાયરસ કોવિડ-19નાં જીન સીક્વેંસ મેળ્યા છે.

ભારતમાં જ થશે આ વેક્સિનનું ઉત્પાદન

એમ2એસઆર બેઝ પર બનનારી કોરોફ્લૂ દવામાં કોવિડ-19નાં જીન સીક્વેંસ મળવાથી હવે આ દવા કોરોના વાયરસથી લડવા માટે તૈયાર થઈ ગઈ છે. એટલે કે આ વેક્સિન લોકોનાં શરીરમાં નાંખવામાં આવશે ત્યારે શરીરમાં કોરોના વાયરસની વિરુદ્ધ એન્ટીબૉડી બનશે. ફોરોફ્લૂનાં કારણે બનેલા એન્ટીબૉડી કોરોના સામે લડવામાં મદદ કરશે. ભારત બાયોટેકની બિઝનેસ ડેવલપમેન્ટ હેડ ડૉ. રૈશેસ એલાએ જણાવ્યું કે, અમે ભારતમાં આ વેક્સિનનું ઉત્પાદન કરીશું. તેમનું ક્લીનિકલ ટ્રાયલ કરીશું. પછી અહીંથી 300 મિલિયન ડોઝ બનાવીશું.