Whatsapp પર ઓડિયો મેસેજ આ રીતે મોકલો અને સાંભળો, નહી પડે કોઇને ખબર

Whatsapp પર ઓડિયો મેસેજ આ રીતે મોકલો અને સાંભળો, નહી પડે કોઇને ખબર

જો તમે કોઈ મીટિંગમાં છો અથવા એવા સ્થાને ફસાયેલા છો જ્યાં ફોનનો ઉપયોગ ન થાય અને અચાનક વોટ્સએપ પર કોઈ મિત્ર ઓડિયો ફાઇલ મોકલી દે તો શું કરશો? બધાને ખબર છે કે વોટ્સએપ પર આવનારી ઓડિયો ફાઇલ પ્લે કરવા પર સ્પિકરથી ઓડિયો સંભળાય છે. તેવામાં લોકો વચ્ચે બેસીને ઓડિયો પ્લે કરવાનું રિસ્ક લઇ શકતા નથી. તમે નથી જાણતા કે ઓડિયોમાં શું હશે. અને આવી પરિસ્થિતિમાં બધાને ઓડિયો સંભળાવવો એક સારો નિર્ણય હશે નહીં. કદાચ તમે ખબર નહીં હોય કે વોટ્સએપ પર એવું ફિચર્સ હાજર છે, જેમાં તમે એકલા ઓડિયો મેસેજ સાંભળી શકો છો.

આ માટે તમારે Whatsapp એપ્લિકેશનને અપડેટ કરવાની જરૂર નથી, અને તેને કોઈ વિશિષ્ટ સુવિધા ચાલુ કરવી પડશે નહીં. પરંતુ આ એક ખૂબ સરળ રીત છે. જ્યારે પણ તમે ઓડિયો ફાઇલ પ્રાપ્ત કરો છો, ત્યારે તમારે ઓડિયો ફાઇલ પર પ્લે બટનને ટેપ કરવું પડે છે અને કૉલ કરતી વખતે પ્લે બટનને ટેપ કરીને ઇયરફોનને કાન પર લગાવવા પડે છે. આ કરવાથી તમારા ફોનના સ્પીકરને બદલે ઇયરફોનથી ઓડિયો સાંભળી શકો છો.

આમ કરીને તમે ટૂંકમાં ઓડિયો મેસેજ મોકલી શકો છો. તાજેતરમાં, વોટ્સસેપે એક સુવિધા રજૂ કરી છે જે ઓડિયો ફાઇલોની મદદથી ચેટિંગને સરળ બનાવવા એક ફિચર પણ રોલઆઉટ કર્યુ છે. હવે તમારે પહેલાં જેવું માઇક બટન દબાવી રાખવાની જરૂર નથી. હવે તમે રેકોર્ડિંગ બટન પર ટેપ કરી લો પછી તમે ઉપર તરફ ખેંચીને રેકોર્ડિંગ થતું જોવા મળશે, એકવાર તમે તમારો સંપૂર્ણ મસેજ રેકોર્ડ કરો તો તમારે સેન્ડ બટન ટેપ કરવું પડશે અને મેસેજ રીસીવર પર જશે.