WhatsAppમાં આવ્યું જોરદાર ફિચર્સ, મેસેજ Typingથી મળશે મુક્તિ

WhatsAppમાં આવ્યું જોરદાર ફિચર્સ, મેસેજ Typingથી મળશે મુક્તિ

હવે જો તમે કોઈ વ્યક્તિને WhatsApp પર મેસેજ મોકલવા માંગો છો તો તમારે લખવાની જરૂર નથી. કંપનીએ તેના પ્લેટફોર્મ પર માઇકનું ફિચર્સ આપ્યું છે. આ ફિચર્સ દ્વારા વપરાશકર્તાઓ મેસેજને ડિક્ટેટ કરી સેન્ડ કરી શકે છે. આનો અર્થ એ છે કે હવે વપરાશકર્તાઓને મેસેજ લખવાની જરૂર નથી. મેસેજને ડીક્ટેટ કરીને ફક્ત સેન્ડ બટન પર ક્લિક કરવાનું રહેશે. જેનાથી મેસેજ તમારા કોન્ટેક્ટની પાસે ડિલિવર થઇ જશે. આ નવી સુવિધાનું નામ છે WhatsApp Dictation feature. આ સુવિધા Android અને iOS માટે ઉપલબ્ધ કરવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે જો તમે Whatsapp પર ટાઈપ કરવાનું ટાળવા માંગો છો અથવા જો તે તમને તકલીફ આપે છે, તો વોટ્સએપની માઇક સુવિધા તમને ટાઇપ કર્યા વગર મેસેજ મોકલવામાં મદદ કરશે. આ ડિક્ટેશન ફિચર્સ પહેલે થી જ ગૂગલ આસિસ્ટન્ટ અને અને સિરીઝમાં ઉપલબ્ધ છે. આ ફિચર હવે વોટ્સએપમાં તમને ઇન-બિલ્ટ મળશે અને યૂઝર્સ સીધા જ કોઇને મેસેજ ડિક્ટેટ કરીને ટાઇપ કરી શકશે. નવું માઇક વોટ્સએપ તમને ફિચરની અંદર કીબોર્ડમાં જ મળી જશે.

પ્રથમ આ ફિચરનો ઉપયોગ કરવા માચે Whatsapp ખોલો અને મેસેજ કરવા માંગો છો તે કોન્ટેક્ટને સિલેક્ટ કરો. ત્યારબાદ ટાઇપિંગ કરનાર કીબોર્ડને ઓપન કરો, એન્ડ્રોઇડ યૂઝર્સને ટેપ રાઇટમાં એક માઇક જોવા મળશે તે આઇઓસ યૂઝર્સને આ ફિચર નીચે તરફ દેખાશે. તમે તમારા ફોનમાં માઇક આયકનને પસંદ કર્યા બાદ મેસેજને ડિક્ટેટ કરીને શરુ કરી શકો છો અને તમે તમારા કોન્ટેક્ટને મેસેજ મોકલી શકો છો. તમે મેસેજ મોક્યા પહેલા તેને એડિટ પણ કરી શકો છો, આ માટે ટાઇપિંગ કરવું પડશે, હોઇ શકે છે કે આ ફિચર લાંબો મેસજ ટાઇપ કરવામાં તમારી મદદ કરી શકે.