WhatsAppમાં આવ્યું કોલ વેટિંગનું ફીચર, બદલાઇ જશે ચેટિંગનો અંદાજ

WhatsAppમાં આવ્યું કોલ વેટિંગનું ફીચર, બદલાઇ જશે ચેટિંગનો અંદાજ

WhatsAppને લઇને તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે કંપની Delete Messages નામ પર એક નવા ફીચર પર કામ કરી રહી છે. તેની મદદથી તમે મેસેજ ઓટોમેટિકલી 5 સેકેન્ડમાં ડિલિટ થઇ જશે. આ ફીચર એન્ડ્રાઇડ યુઝર્સ માટે ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે. તેમજ સમાચાર છે કે કંપનીએ આઇઓએસ યુઝર્સ માટે એક નવું અપટેડ રજૂ કર્યું છે, જે અંતર્ગત કોલ વેટિંગની સુવિધા પ્રાપ્ત થાય છે. ઉપરાંત આ નવા ફીચરની સાથે આઇફોનમાં ચેટિંગનો અંદાજ બદલાઇ જશે.

ઉલ્લેખનિય છે કે આ અપડેટ દ્વારા વૉટ્સએપમાં કૉલ વેઇટિંગની સુવિધા આપવામાં આવી રહી છે. અપડેટમાં ચેટ સ્ક્રીનને પણ સુધારવામાં આવી છે. જેથી કૉલ દરમિયાન વૉટ્સએપ ચેટના મેસેજને પણ એક્સેસ કરી શકાય.

આઇઓએસ પર વૉટ્સએપ ચલાવતા યુઝર્સો ચાલી રહેલી ઑડિયો કૉલ દરમિયાન વેઇટિંગ કૉલ્સને ઉઠાવી શકે છે. વૉટ્સએપની આ સુવિધાનો લાભ તે યુઝર્સો માટે વધુ હશે જે કૉલ કરવા માટે મોટાભાગના વૉટ્સએપ કૉલને પસંદ કરે છે.

આ સુવિધા યુઝર્સોને વેઇટિંગ કૉલ્સને કાપવા અને નવા કૉલને રોકવા અને નવા કૉલ પ્રાપ્ત કરવાની મંજૂરી આપે છે. વૉટ્સએપની આ સુવિધા ઍન્ડ્રોઇડ માટે આવશે કે નહીં તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

જો તમે આઈઓએસ યુઝર્સ છો અને વૉટ્સએપની આ સુવિધાનો ઉપયોગ કરવા માંગતા હોય તો તમારે પહેલા એપ સ્ટોર પર જવું પડશે અને વૉટ્સએપ અપડેટની શોધ કરવી જ જોઇએ. ત્યાર બાદ તમે વૉટ્સએપ કૉલ ફીચરનો ઉપયોગ કરી શકશો.