WhatsAppએ કરી મોટી જાહેરાત, એપનો આ રીતે કર્યો ઉપયોગ તો લેવાશે કાનૂની પગલાં

WhatsAppએ કરી મોટી જાહેરાત, એપનો આ રીતે કર્યો ઉપયોગ તો લેવાશે કાનૂની પગલાં

ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપનો ઉપયોગ દિવસે-દિવસે વધી રહ્યો છે. લોકો ફોટો, મેસેજ અને કોઈ ડોક્યૂમેન્ટ મોકલવા માટે હવે WhatsApp એપનો ઉપયોગ વધુ કરે છે. જ્યારે વધતા ક્રેજને જોતા વોટ્સએપ પર સમય-સમય પર નવા ફિચર્સ લાવે છે. પણ ફેક ન્યૂઝ, ફોટો અને મેસેજ માટે સતત ટીકાઓનો સામનો કરી રહેલી ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપે હવે આ દિશામાં મોટું પગલું ભર્યું છે.

ઉલ્લેખનિય છે કે વોટ્સએપના પ્લેટફોર્મનો ખોટો ઉપયોગ કરનારાઓને સામે ટૂંક સમયમાં કાયદાકિય કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. કંપનીએ કહ્યું છે કે એક સાથે અનેક લોકોને મેસેજ મોકલવા, ઓટોમેટેડ મેસેજ મોકલવા કે નિયમો અને શરતોનું ઉલ્લંઘન કરનારાઓ પર કાયદાકિય કાર્યવાહી કરશે. વોટ્સએપે પોતાના FAQ પેજના અનઓથોરાઇઝ્ડ યૂસેઝ ઓફ વોટ્સએપ પોલિસી સેક્શનમાં કહ્યું છે કે કોઈ પણ યૂઝર કે સંસ્થા જે એક સાથે અનેક બલ્ક મેસેજ મોકલશે કે ઓટોમેટેડ મેસેજ મોકલશે, તેમની સામે 7 ડિસેમ્બર બાદથી કાયદાકિય કાર્યવાહીનો સામનો કરવો પડશે.

જોકે, કંપનીએ એ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આવા લોકો પર કેવા પ્રકારની કાયદાકિય કાર્યવાહી કરશે. આ અપડેટ ત્યારે સામે આવ્યું છે, જ્યારે હાલમાં જ એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લોકસભા ચૂંટણી દરમિયાન વોટ્સએપનો મિસયૂઝ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ફ્રી ક્લોન એપ અને એક સોફ્ટવેર ટૂલ દ્વારા વોટ્સએપ પર બલ્ક મેસેજ કરવામાં આવી રહ્યા હતા. વોટ્સએપ પર ફેક ન્યૂઝ અને મેલેલિશસ મેસેજ ઘણા ઝડપથી ફેલાવાને લઈને કંપની ભારત સરકારના નિશાના પર રહી છે. આ નિર્ણય બાદ વોટ્સએપના પ્લેટફોર્મનો ખોટો ઉપયોગ કરનારાઓની સંખ્યા ઓછી થશે તેમ માનવામાં આવી રહ્યું છે.