WhatsAppમાં આવ્યું નવું ફિચર્સ, સ્ટેટસ અપડેટ કરનારને થશે ફાયદો

WhatsAppમાં આવ્યું નવું ફિચર્સ, સ્ટેટસ અપડેટ કરનારને થશે ફાયદો

share whatsapp status directly to facebook stories

આ વર્ષની શરૂઆતથી જ ફેસબુકે તેના પરિવારની ત્રણ એપ્લિકેશનોને એક કરવા માટે તેના પર બ્રાન્ડિગની શરૂઆત કરી દિધી છે. આ ત્રણેય એપ્સ ફેસબુક, ઇંસ્ટાગ્રામ અને વોટ્સએપ છે. અને હવે ફેસબુકનો એન્ટીગ્રેશન પ્લાન નવા ફીચર્સના રૂપમાં દેખાઈ રહ્યો છે. વોટ્સએપના લેટેસ્ટ સ્ટેબલ અપડેટ્સમાં એંડ્રોયડ યુઝર્સને એક નવું ફીચર મળ્યું છે. એન્ડ્રોઇડ યુઝર્સ હવે વોટ્સએપ સ્ટેટસને ડાયરેક્ટ ફેસબુક સ્ટોરીમાં શેર કરી શકે છે અને તેના માટે વોટ્સએપ પર ડાયરેક્ટ ઓપ્શન મળ્યું છે.

આ રીતે વોટ્સએપ સ્ટેટસને ફેસબુક પર શેર કરો:
તો સૌ પ્રથમ ‘માય સ્ટેટસ’માં જઇ જે સ્ટેટસને તમે ફેસબુક પર શેર કરવા ઇચ્છો છો તેને બાજુમાં દેખાતા હૈમબર્ગર આઇકન પર ક્લિક કરો. અહીં જઇને ‘શેર ટૂ ફેસબુક’ પર ક્લિક કરો. અહીં તમને ડિફોલ્ટ પ્રાઇવેસી સેટિંગની સાથે સાથે ફેસબુક પ્રોફાઇલ પિક્ચર પણ દેખાશે. સ્ટેટસને શેર કરતા પહેલા અહીં પબ્લિક, ફ્રેન્ડ્સ એન્ડ કનેક્શન્સ, ફ્રેન્ડ્સ, કસ્ટમ અથવા હાઇડ સ્ટોરી ફ્રૉમમાંથી ઓપ્શન સિલેક્ટ કરો. હવે સ્ટોરી શેર કરવા માટે ‘Share now’ પર ક્લિક કરો.

એક વાર વોટ્સએપ સ્ટેટસને ફેસબુક સ્ટોરી તરીકે પોસ્ટ કર્યા પછી તે 24 કલાક સુધી રહેશે. ફેસબુક વાર્તા તરીકે વોટ્સએપ સ્ટેટસ ઘણી વખત શેર કરી શકાય છે. સારી વાત એ છે કે અસલ વોટ્સએપ સ્ટેટસ ડિલીટ કર્યા પછી પણ ફેસબુક સ્ટેટસ હાજર રહેશે.

ઉલ્લેખનિય છે કે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝને ફેસબુક સ્ટોરીઝમાં શેર કરવાનો વિકલ્પ પહેલેથી જ ઉપલબ્ધ છે અને વોટ્સએપનું નામ પણ આ યાદીમાં શામેલ કરવામાં આવ્યું છે. આ વર્ષે જૂનમાં વોટ્સએપ એન્ડ્રોઇડ બીટા પ્રોગ્રામ અંતર્ગત, પસંદગીનાં વપરાશકર્તાઓને આ સુવિધાનો એક્સેસ આપવામાં આવ્યો હતો અને હવે આ સુવિધા આખરે WhatsAppનાં અદ્યતન સ્ટેબેલ વર્ઝનમાં ઉપલબ્ધ કરવામાં આવી છે.