US: ગ્રીનકાર્ડની રાહ જોતા ભારતીયોને જોરદાર ઝાટકો, NRIમાં ચિંતાનું મોજું ફરી વળ્યું

અમેરિકન સેનેટે એ બેમાંથી એક બિલને બ્લોક કરી દીધું છે જેમાં અલગ-અલગ દેશો માટે રજૂ કરવામાં આવેલા ગ્રીન કાર્ડની સીમા હટાવી દીધી હતી. આ નિર્ણયથી કેટલાંય ભારતીયો પરિવારોની આશાને ઝાટકો લાગ્યો છે જેમના બાળકો 21 વર્ષની સીમાને પાર કરી ચૂકયા છે અથવા તો કરવાના છે. બાળક જ્યારે 21 વર્ષનું થઇ જશે તો તે એચ-4 વીઝાનો હકદાર રહેશે નહીં જો કે ડિપેન્ડન્ટને મળે છે અને આ મોટાભાગે એચ-1બી વીઝા ધારકોના બાળકોને અપાય છે.

હાલ તેઓ આ ઉંમર સુધી અભ્યાસ કરતા હોય છે. તેમની પાસે આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટસ માટે આપવામાં આવેલા એફ-1 વીઝા મેળવવાની કોશિષ સિવાય કંઇ બચતું નથી. કાં તો તેઓ અમેરિકામાં અભ્યાસ ચાલુ રાખે અથવાતો પછી તેઓ ભારત પાછા મોકલી દેવાશે. એ વાતની પણ કોઇ ગેરંટી નહીં કે તેમને એફ-1 વીઝા મળી જ જાય આથી લોકોમાં ચિંતા વધી ગઇ છે. જો તેઓ ભારત ફરવાનો વિચાર કરી રહ્યા છે તો તેમે એકદમ નવા માહોલમાં પોતાને ઢળવા મુશ્કેલ હોય છે કારણ કે તેમાંથી કેટલાંય નાની ઉંમરમાં અમેરિકામાં વસી ગયા હતા.

તેમની સમસ્યાનું ઝડ ગ્રીન કાર્ડ માટે રાહ જોવાની છે. દર વર્ષે અમેરિકા નોકરિયાત વર્ગના લોકો માટે 1.40 લાખ ગ્રીન કાર્ડ રજૂ કરે છે અને દરેક દેશને 7 ટકા જ રજૂ કરાય છે. અમેરિકામાં ભારતીયોની મોટી સંખ્યાને જોતા વધુ પ્રતિબંધાત્મક નીતિએ પડકાર રજૂ કરી દીધો છે.

ઇમિગ્રેશ લૉ ફર્મના એક શખ્સે કહ્યું કે બીજા દેશમાં જન્મનારની અપેક્ષા, જેનો જન્મ ભારતમાં થયો છે, તેઓ દાયકા જૂના બૈકલોગ ઝીલી રહ્યા છે. અન્ય દેશોના લોકો જ્યાં એચ-1બી વીઝાની ટર્મ પૂરી થતા જ ગ્રીન કાર્ડ મળી જાય છે, પંરતુ ભારતીયોની સાથે આમ થતું નથી.

ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2018મા 6.32 લાખ ભારતીય નોકરીના આધાર પર ગ્રીન કાર્ડની રાહ જોઇ રહ્યા હતા. અમેરિકન થિંક-ટેન્ક કૈટોના મતે અમેરિકન કંપનીઓમાં કામ કરનાર ભારતીય જે 2018મા વેટિંગ લાઇનમાં સામેલ થયા તેમણે 50 વર્ષ રાહ જોવી પડી શકે છે. આ ભારતીય ઇબી2 અને ઇબી3 વીઝા કેટેગરીમાં છે. ઇબી2 એડવાન્સ કેટેગરી અને ઇબી3 બેચલર ડિગ્રીવાળાને અપાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

World
Ashadeep Newspaper

મુશર્રફ મૃત્યુ પામે તો પણ તેમના મૃતદેહને ઢસડીને લાવો અને 3 દિવસ લટકાવી રાખો : કોર્ટ

પૂર્વ સૈન્ય સરમુખત્યાર પરવેઝ મુશર્રફને એક કોર્ટે ફાંસીની સજા ફરમાવી છે. જોકે સજા સંભળાવનારી સ્પેશિયલ કોર્ટે આજે એકદમ વિચિત્ર આદેશ

Read More »
Astrology
Ashadeep Newspaper

પરણિત મહિલાઓએ મંગળસૂત્ર પહેરવું કેમ જરૂરી, જાણો તેનું વિશેષ મહત્વ

આજથી નહીં પરંતુ આદિકાળથી જ ઘણી પરંપરાઓ આપણે માનતા આવી રહ્યા છે જેમાથી એક મંગળસૂત્ર છે. હિન્દુ ધર્મમાં મંગળસૂત્રને ખૂબ

Read More »