USમાં વિશ્વની 4% વસતી પર 36% મોત અને 32% પોઝિટિવ કેસ નોંધાયા, અમેરિકામાં 24 કલાકમાં 4500 મોત

USમાં વિશ્વની 4% વસતી પર 36% મોત અને 32% પોઝિટિવ કેસ નોંધાયા, અમેરિકામાં 24 કલાકમાં 4500 મોત

અત્યાર સુધીમાં 37 હજાર મોત, ટ્રમ્પે કહ્યું 65 હજાર મોત થશે

વોશિંગ્ટન. અમેરિકામાં કોરોનાની અસર ઇટાલી, ચીન કરતા પણ વધુ ભયાનક દેખાઈ રહી છે. વિશ્વની 4 ટકા વસતી ધરાવતા અમેરિકામાં અત્યાર સુધીમાં 37 હજાર મોત થઈ ચૂક્યા છે. જ્યારે 8 લાખ લોકો સંક્રમિત છે. છેલ્લા 24 કલાકમાં જ અહીં 4500થી વધુ મોત થયા છે. દુનિયામાં થયેલા કુલ મોતમાં 26 ટકા હિસ્સો તો માત્ર અમેરિકાનો છે. સંક્રમિતોના મામલે તેની ટકાવારી 32 ટકા છે. સૌથી વધુ મોત ન્યૂયોર્કમાં થયા છે. અહીં અત્યાર સુધીમાં 14 હજાર લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ન્યૂજર્સીમાં 3800 લોકોના મોત થયા છે. દરમિયાન અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકામાં 65 હજારથી વધુ લોકોના મોત થઈ શકે છે.