USમાં હેમા પટેલ કરતી હતી એવું તો કામ કે થયો 48 કરોડનો દંડ અને 3 વર્ષની સજા

USમાં હેમા પટેલ કરતી હતી એવું તો કામ કે થયો 48 કરોડનો દંડ અને 3 વર્ષની સજા

અમેરિકાના ન્યુ યોર્ક શહેરથી એક ચોંકવાર સામાચાર સામે આવ્યા છે. ત્યાં ભારતીય મૂળની એક મહિલાને 70 લાખ ડોલર(લગભગ 48 કરોડ રૂપિયા)થી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે ત્રણ વર્ષની જેલની સજા પણ ફટકારવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ મુજબ 51 વર્ષની આ મહિલાનું નામ હેમા પટેલ બતાવવામાં આવી રહ્યું છે. જેને ગત વર્ષ જૂન મહિનામાં નાણાકીય લાભ માટે છેતરપિંડી કરી લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરાવ્યા હોવાનો ગુનો સ્વીકાર્યો હતો અને આ ગુના હેઠળ તેને આ સજા ફટકારવામાં આવી છે. હેમા જે લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરવાતી હતી એવા લોકોમાં મોટાભાગે ભારતીય નાગરિક હતા અને આ બદલે 28,000થી લઈ 60,000 ડોલર પ્રતિ વ્યક્તિ વસૂલવામાં આવતા હતા.

માનવીય તસ્કરીમાં હેમાની મુખ્ય ભૂમિકા સામે આવતા તેને ત્રણ વર્ષની જેલની સજા પણ ફટકારવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ હેમા અને તેના અન્ય સાથીઓએ કોઈ પણ યોગ્ય અને ઉચિત દસ્તાવેજ સિવાય વિદેશીઓને છોડવા માટે નકલી બોન્ડ દસ્તાવેજ બનાવ્યા હતા. આ પહેલા વિદેશીઓને એક ઇન્ટરનેશનલ ક્રિમીનલ નેટવર્ક માનવ તસ્કરીના માનધ્યમથી દક્ષિણ પશ્ચિમ સરહદ થઈ અમેરિકામાં દાખલ કરાવતા હતા.