UNમાં ભારતની મોટી જીત, પાકિસ્તાને આપ્યો સાથ તો આપણે માન્યો આભાર

UNમાં ભારતની મોટી જીત, પાકિસ્તાને આપ્યો સાથ તો આપણે માન્યો આભાર

એશિયા-પ્રશાંત ગ્રૂપે સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં 2 વર્ષના અસ્થાયી સભ્યપદ માટે સર્વસહમતિથી ભારતના ઉમેદવારનું સમર્થન કર્યું છે. આ ભારત માટે મહત્વપૂર્ણ કૂટનીતિક જીત છે અને વિશ્વ મંચ પર દેશની વધતી શાખને દેખાડે છે. ભારતની કૂટનીતિક ગોળબંધી એવી હતી કે પાકિસ્તાનને પણ ભારતની સભ્યતાનું સમર્થન કરવું પડયું. પંદર સભ્ય પરિષદમાં 2021-2022ના કાર્યકાળ માટે 5 અસ્થાયી સંભ્યોની ચૂંટણી જૂન 2020ની આસપાસ થવાની છે. આ સભ્યોનો કાર્યકાળ જાન્યુઆરી 2021થી શરૂ થશે.

UNમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ એ કરી ટ્વીટ
સંયુકત રાષ્ટ્રમાં ભારતનું સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરૂદ્દીને મંગળવારના રોજ ટ્વીટ કર્યું સર્વસહમતિથી નિર્ણય લેવામાં આવ્યો. એશિયા-પ્રશાંત ગ્રૂપે સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં 2021/2022ના બે વર્ષના અસ્થાયી કાર્યકાળ માટે ભારતની ઉમેદવારીનું અનુમોદન સર્વસહમતિથી સંયુકત રાષ્ટ્રમાં કર્યું. તમામ 55 સભ્યોને તેમના સમર્થન માટે ધન્યવાદ.

અકબરૂદ્દીને સંદેશની સાથે એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. તેમાં કહ્યું છે કે એશિયા-પ્રશાંત ગ્રૂપે યુએનએસસીમાં અસ્થાયી સભ્યતા માટે ભારતની ઉમેદવારનું સમર્થન કર્યું. 55 દેશ, સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં 2021-2022 માટે અસ્થાયી સભ્યતા માટે એક મનોનીત…ભારત. આ વીડિયો સંદેશમાં ભારતની ઉમેદવારી રજૂ કરવા માટે એશિયા-પ્રશાંત ગ્રૂપના તમામ દેશોને ધન્યવાદ પણ કર્યો છે.

55 દેશોના સમર્થનમાં પાકિસ્તાન પણ આવ્યું સાથે
ભારતની ઉમેદવારીનું સમર્થન કરનાર 55 દેશોમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, ચીન, ઇન્ડોનેશિયા, ઇરાન, જાપાન, કુવૈત, કિર્ગિસ્તાન, મલેશિયા, માલદીવ, મ્યાનમાર, નેપાળ, પાકિસ્તાન, કતાર, સાઉદી અરબ, શ્રીલંકા, સીરિયા, તુર્કી, સંયુકત અરબ અમીરાત અને વિયેતનામ પણ સામેલ છે.

ભારત પહેલાં પણ રહી ચૂકયું છે સંયુકત રાષ્ટ્રનું અસ્થાયી સભ્ય
આની પહેલાં ભારત 1950-51, 1967-68, 1972-73, 1977-78, 1984-85, 1991-92 અને તાજેતરમાં 2011-12માં યુએનએસસીનું અસ્થાયી સભ્ય રહી ચૂકયું છે. આ મહિનાની શરૂઆતમાં અસ્તોનિયા, નાઇજર, સેન્ટ વિન્સેંટ એન્ડ ધ ગ્રેનાડિન્સ, ટ્યુનિશિયા, અને વિયેતનામને બે વર્ષ માટે યુએનએસસીના સભ્ય તરીકે પસંદ કરાયા છે. તેમનો કાર્યકાળ 2020થી શરૂ થઇ રહ્યો છે. સેન્ટ વિન્સેંટ એન્ડ ધ ગ્રેનાડિન્સ સુરક્ષા પરિષદમાં જગ્યા મેળવનાર એક નાનકડો દેશ છે.