UK: વિઝા કૌભાંડમાં પકડાયેલ ભારતીય વિદ્યાર્થીઓને મોટી રાહત, મળ્યો સાંસદોનો સપોર્ટ

UK: વિઝા કૌભાંડમાં પકડાયેલ ભારતીય વિદ્યાર્થીઓને મોટી રાહત, મળ્યો સાંસદોનો સપોર્ટ

બ્રિટેનમાં ફરજિયાત અંગ્રેજી પરીક્ષાથી સંબંધિત વિઝા કૌભાંડ મામલે પકડાયેલ ભારતીય સહિત વિદેશી છાત્રોને હવે બ્રિટિશ સાંસદોનો સાથ મળ્યો છે. સાંસદોના એક જૂથે કહ્યું કે આ છાત્રો સામે રજૂ કરવામાં આવેલ પુરાવા ભ્રામક, ગુમરાહ કરનાર, અસ્પષ્ટ અને અપૂર્ણ છે.

મીડિયા રિપોર્ટ મુજબ ભારતીય સહિત આ વિદેશી છાત્ર 5 વર્ષ પહેલા ‘ટેસ્ટ ઓફ ઇંગ્લિશ ફોર ઇન્ટરનેશનલ કમ્યુનિકેશન(TOEIC)’ માં કથિત રીતે નકલથી જોડાયેલ કૌભાંડમાં ફસાયા હતા. મીડિયા રિપોર્ટ મુજબ 5 વર્ષ પહેલા અમુક વિદ્યાર્થીને વીઝા માટે TOEIC ટેસ્ટ પાસ કરવું ફરજિયાત હતું. TOEIC માટે રચાયેલ ઓલ પાર્ટી પાર્લિયામેન્ટરી ગ્રુપ(એપીપી) એ ગત સપ્તાહે સુનાવણી બાદ આ સપ્તાહે રિપોર્ટ રજૂ કરી. નકલના ખોટા આરોપની તપાસ માટે આ જૂથની રચના કરવામાં આવી હતી.

રિપોર્ટ પ્રમાણે વિપક્ષી લેબર પાર્ટીના સાંસદ અને એપીપીજીના અધ્યક્ષ સ્ટીફન ટિમ્સે કહ્યું કે,‘તપાસમાં સામે આવ્યું છે કે વિદ્યાર્થી સામે લગાવવામાં આવેલ આરોપ ખોટા, ભ્રામક અને અસ્પષ્ટ છે.’ જોકે કેટલાક વિદ્યાર્થીએ આ મામલે મોટી કિંમત ચૂકાવવી પડી છે. સૂત્રો મુજબ આરોપોની પ્રકૃતિને લઈ હાલ પણ યુનિવર્સિટી આ વિદ્યાર્થીઓને જોખમ તરીકે માની રહી છે.