Twitterની જગ્યાએ આ સ્વદેશી App વગાડશે ડંકો : ખુદ PM મોદી, અમિત શાહે ખોલ્યું એકાઉન્ટ

Twitterની જગ્યાએ આ સ્વદેશી App વગાડશે ડંકો : ખુદ PM મોદી, અમિત શાહે ખોલ્યું એકાઉન્ટ

મોદી સરકારે (Modi Government) કોરોના કાળ (Corona Virus)માં પણ આત્મનિર્ભર ભારત (Atmanirbhar Bharat) અને સ્વદેશી (Swadeshi)વસ્તુઓ પર ભાર મુકી રહી છે. સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા માટે પીએમ મોદીએ ‘વોકલ ફોર લોકલ’નું (Local For Vocal) સૂત્ર આપ્યું છે. હવે સ્વદેશી અભિયનના આધારે જ મોદી સરકાર જાણીતી માઈક્રો બ્લોગિંગ સાઈટ (Micro Blogging Site) ટ્વિટર (Twitter)ને ટક્કર આપવાની તૈયારી કરી રહી છે.

ટ્વિટરને ટક્કર આપવા માટે ભારતીય સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ (Indian Social Media Platform) ટૂટર (Tooter) શરૂ કરવામાં આવ્યું છે. અ સોશિયલ મીડિયા (Social Media)પ્લેટફોર્મ સ્વદેશી સોશિયલ નેટવર્ક ટૂટરને મેડ ઈન ઈન્ડિયા (Made In India)હેઠળ શરૂ કરાયું છે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અને ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah)પણ આ પ્લેટ્ફોર્મ પર પોતાનું એકાઉન્ટ ખોલ્યું છે.

જોકે ટૂટર તો આ વર્ષે જૂન-જૂલાઈ મહિનામાં જ શરૂ થયું હતું પણ લોકો વચ્ચે ચર્ચામાં હવે આવ્યું છે. ટૂટરે સાઈટ પર About US સેક્શનમાં જણાવ્યું છે કે, અમારું માનવું છે કે ભારતમાં એક સ્વદેશી સોશિયલ નેટવર્ક હોવું જોઈએ, ટૂટર અમારું સ્વદેશી આંદોલન 2.0 છે. આ આંદોલનમાં અમારી સાથે જોડાઓ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટૂટર પર વેરિફાઈડ એકાઉન્ટ છે. તેવી જ રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને સદગુરુ પણ ટૂટર પર છે. ભાજપનું પણ ટૂટર પર ઓફિશિયલ એકાઉન્ટ છે.

ટૂટરની ડિઝાઈન પણ ટ્વિટર જવી જ છે. તેના લોગોમાં એક વાદળી કલરનો શંખ છે. ટૂટર પર એકાઉન્ટ બનાવ્યા બાદ તમે લોકો સાથે જોડાઈ શકો છો. ન્યઝ ફીડમાં તમે અન્ય લોકોની પોસ્ટ જોઈ શકો છો. પોતે પણ ટ્વીટ કરી શકો છો. ટૂટર એપ ગૂગલ પ્લે સ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે.