SC-ST અનામત બિલને 10 વર્ષ માટે વધારવામાં આવ્યું, અન્ય 5 બિલોને કેબિનેટની લીલી ઝંડી

SC-ST અનામત બિલને 10 વર્ષ માટે વધારવામાં આવ્યું, અન્ય 5 બિલોને કેબિનેટની લીલી ઝંડી

મોદી સરકારની કેબિનેટ બેઠકમાં બુધવારનાં 6 મહત્વનાં બિલોને લીલી ઝંડી આપવામાં આવી છે. આમાં સૌથી મહત્વનું નાગરિકતા સંશોધન બિલ, એસસી-એસટીને આરક્ષણ અને સીનિયર સીટિઝન અમેડમેન્ટ બિલને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કૉન્ફરન્સ કરીને જાણકારી આપી કે નાગરિકતા સંશોધન બિલને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે અને તેને જલદી જ સંસદમાં રજૂ કરવામાં આવશે.

2030 સુધી વધારી દેવામાં આવ્યું  આરક્ષણ

તેમણે કહ્યું કે, “એસસી-એસટીને જે આરક્ષણ મળે છે તેને દર 10 વર્ષ બાદ વધારવું પડે છે. આ વર્ષે પણ સરકારે એસસી-એસટી આરક્ષણ બિલને 10 વર્ષ માટે વધારવાનો નિર્ણય કર્યો છે.” ઉલ્લેખનીય છે કે આ આરક્ષણ 2020માં ખત્મ થઈ રહ્યું હતુ જેને 2030 સુધી વધારી દેવામાં આવ્યું છે.

J&K આરક્ષણ (બીજુ સંશોધન) બિલ, 2019ને પરત લેવાની મંજૂરી 

જાવડેકરે જણાવ્યું કે કેબિનેટે સિટિઝન અમેડમેન્ટ બિલને પણ મંજૂરી આપી દીધી છે. તેમણે કહ્યું કે, “સીનિયર સિટિઝનને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે કેબિનેટે સીનિયર સિટિઝન અમેડમેન્ટ બિલને લીલી ઝંડી દેખાડી દીધી છે.”

આ ઉપરાંત ત્રણ સંસ્કૃતની ડીમ્ડ યૂનિવર્સિટીની એક સેન્ટ્રલ યૂનિવર્સિટી બનાવવાની મંજૂરી આપી દીધી છે. આને જલદી સંસંદમાં રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (બીજુ સંશોધન) બિલ, 2019ને પરત લેવાની મંજૂરી પણ કેબિનેટે આપી દીધી છે. કેન્દ્રિય મંત્રીએ કહ્યું કે, “બેઠકમાં વ્યક્તિગત ડેટા સંરક્ષણ બિલ, 2019ને પણ મંજૂરી આપવામાં આવી છે. સંસદનાં વર્તમાન સત્રમાં આ બિલને રજૂ કરવામાં આવશે.”