PoKની ‘ઘર વાપસી’નો ભારતે બનાવ્યો માસ્ટર પ્લાન, પાકિસ્તાન અંદરથી ફફડી ગયું

PoKની ‘ઘર વાપસી’નો ભારતે બનાવ્યો માસ્ટર પ્લાન, પાકિસ્તાન અંદરથી ફફડી ગયું

કોરોના વાયરસના આ સમયમાં ભારત દુનિયાની મદદ કરવામાં લાગી ગયું છે. કોઇને દવા જોઇએ તો તેની મદદ કરી રહ્યું છે. કોઇ યાત્રી ફસાયા છે તો તેને મદદ કરી રહ્યા છે. પરંતુ પાકિસ્તાન આ બધાની વચ્ચે શું કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઇપણ આંતરરાષ્ટ્રીય મંચ પર પહોંચે છે તો ત્યાં પાકિસ્તાનને તેની હેસિયત ચોક્કસ દેકાડે છે. હવે જ્યારે ભારતે પીઓકે, ગિલગિટ-બાલિસ્તાનના હવામાનની આગાહી દેખાડી તો તેને ખોફ વધી ગયો છે.

હિન્દુસ્તાને તાજેતરમાં પાકિસ્તાનના પીઓકે, ગિલગિટ-બાલિસ્તાનનું હવામાન જણાવ્યું. ભારતે પાકિસ્તાનને કહ્યું કે પીઓકે (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર) અમારું તો છે ત્યાંનું હવામાન પણ અમારું છે. પીઓકેની ઘરવાપસીની તરફ આ પહેલું પગલું ભરાઇ ગયું છે.

કોરોના વાયરસ કાળમાં પણ પાકિસ્તાનને જવાબ આપવા પીએમ મોદીનો મિજાજ હજુ પણ એ જ જૂનો છે. NAM દેશના વર્ચ્યુઅલ સંમેલનમાં વડાપ્રધાને આતંકવાદનો ઉલ્લેખ કર્યો હતો અને પાકિસ્તાનને નામ લીધા વગર કહ્યું હતું કે કેટલાંક લોકો આંતકનો જીવલેણ વાયરસ, નકલી સમાચાર અને નકલી વીડિયો ફેલાવામાં લાગ્યા છે.

કોરોના સામે લડવા માટે ભારતે પાકિસ્તાનને મુદત આપી હતી કે તેઓ સમજી વિચારીને અને પછી પોતાના દેશના વિકાસ માટે કામ કરે. આંતરિક ચરિત્રને બદલે, પરંતુ કોરોના કાળમાં પાકિસ્તાને જે બિન ઇન્સાની હરકત કરી હવે ત્યારબાદ તેના હાથમાંથી ઘણું બધુ જશે. કાશ્મીરના સપનાને જોતા-જોતા તેઓ પીઓકેની સાથો સાથ હવે ગિલગિટ-બાલિસ્તાન પર પણ ઊંધા માથે પછડાટ ખાશે.

પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને ફરી દુનિયાના ચક્કર લગાવ્યા કે કોઇ તો બચાવો. તેમણે તાજેતરમાં પાકિસ્તાનને નિશાન બનાવાના ભારતના સતત પ્રયાસ અંગે દુનિયાને જણાવી રહ્યું છે. એલઓસીની પાર ભારતની ઘૂસણખોરીના નવા આધારહીન આરોપ આ ખતરનાક એજન્ડાનો એક ભાગ છે. આંતરરાષ્ટ્રીય સમુદાયને ભારતના દક્ષિણ એશિયામાં શાંતિ અને સુરક્ષાને ખતરામાં મૂકતા પહેલાં કામ કરવું જોઇએ.

કાશ્મીર પર મોંઢુ વકાસીને જોઇ રહેનાર ઇમરાન ખાન જોઇ રહ્યા. હવે પીઓકે, ગિલગિટ પર પણ આજ થશે. હંદવાડા અથડામણ પહેલાં તેમણે વિચારવું જોઇતું હતું. હવે હિન્દુસ્તાનનો ગુસ્સો વધશે જેમાં પાકિસ્તાન હાફળું ફાફળું બની જશે એ નક્કી મનાય છે.

મોસમ વિભાગની પાકિસ્તાનને ચેતવણી

દર વખતની જેમ આ વખતે પણ ભારતીય હવામાન વિભાગે જમ્મુ અને કાશ્મીરનું પૂર્વાનુમાન રજૂ કર્યું. પરંતુ આ વખતે આ પૂર્વાનુમાનની હવા બદલાઇ હતી. મોસમ વિભાગે જમ્મુ અને કાશ્મીરના મોસમ સંબંધિત સબડિવિઝનના ઉલ્લેખમાં ફેરફાર કર્યો. સબડિવીઝન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલિસ્તાન, મુઝફ્ફરાબાદના રૂપમાં ઉલ્લેખિત કર્યું.

આ સંકેત છે કે ભારતના એ સંકલ્પનો જેના લીધે ભારતે પીઓકેથી પોતાનો દાવો કયારેય છોડ્યો નથી અને હવે આ પગલાં પણ આગળ વધે છે.

પાકિસ્તાન આમ-તેમ દોડી રહ્યું છે. પત્રો લખી રહ્યું છે. નિવેદનબાજી કરી રહ્યું છે, પરંતુ હવે તેના પર એ ડર હાવી થઇ રહ્યો છે કે જે દિવસે ખરેખર પીઓકે સુધી હિન્દુસ્તાનની સેના પહોંચશે. એવામાં સારું થાત કમ સે કમ કોરોના સંકટના સમયે પાકિસ્તાને ભારતને છંછેડ્યું ના હોત. પરંતુ જ્યારે છંછેડી જ દીધું છે તો ભારતને યાદ આવી ગયું કે છંછેડનારને કયારેય છોડતા નથી.