PM મોદીને એનાયત કરાયુ UAEનુ સર્વોચ્ચ સન્માન

PM મોદીને એનાયત કરાયુ UAEનુ સર્વોચ્ચ સન્માન

અબુ ધાબી, તા. 24. ઓગસ્ટ 2019 શનિવાર 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અબુધાબીમાં યુએઈના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ઝાયેદથી સન્માનિત કરવામાં આવ્યા છે. અબુધાબીમાં યોજાયેલા એક સમારોહમાં યુએઈના ક્રાઉન પ્રિન્સ મહોમ્મદ બિન ઝાયદે અલ નાહયાને પીએમ મોદીને આ સન્માન એનાયત કર્યુ હતુ.

અગાઉ આ સન્માન રશિયાના રાષ્ટ્રપતિ પુતિન, મહારાણી એલિઝાબેથ, ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગને મળી ચુક્યુ છે.પીએમ મોદી બે વખત યુએઈનો પ્રવાસ કરી ચુક્યા છે.જ્યારે ક્રાઉન પ્રિન્સ પણ બે વખત ભારત આવી ચુક્યા છે. પીએમ મોદી ગલ્ફમાં સ્થિત સૌથી જુના શ્રીનાથજી મંદિરના જિર્ણોધ્ધારના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેવાના છે.

બહેરિનની રાજધાની મનામામાં આવેલુ 200 વર્ષ જુનુ આ મંદિર 42 લાખ ડોલરના ખર્ચે નવા શણગાર સજવાનુ છે.પીએમ મોદી બહેરિનની યાત્રા કનરારા ભારતના પહેલા વડાપ્રધાન બનશે. આ મંદિર 45000 સ્કેવર ફૂટમાં ફેલાયેલુ હશે.