PM મોદીના હસ્તે આજે રાજકોટમાં AIIMS હોસ્પિટલનું ઈ-ખાતમુહર્ત,

PM મોદીના હસ્તે આજે રાજકોટમાં AIIMS હોસ્પિટલનું ઈ-ખાતમુહર્ત,

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી (CM Vijay Rupani) આજથી બે દિવસ રાજકોટ (Rajkot)માં મુકામ કરનાર છે મુખ્યપ્રધાન વિજયભાઈ આજે સવારે 9.30 કલાકે રાજકોય એરપોર્ટ (Rajkot Airport) ખાતે આવી પહોચશે. ત્યાથી 9.50 કલાકે ખંઢેરી (Khandheri)માં એઈમ્સના ખાતમૂહર્તમાં ઉપસ્થિત રહેશે, તે પછી તેઓ 1.05 કલાકે દ્રારકા જશે અને ત્યાથી 6.20 કલાકે પરત રાજકોટ આવી રાત્રિરોકાણ કરશે અને બીજા દિવસે સવારે 9.45 કલાકે મહાપાલિકાના બે કાર્યક્રમમાં હાજરી આપશે.

1956માં દિલ્હીમાં પ્રથમ એઈમ્સ બની હતી

રાજકોટમાં 22મી એઈમ્સના શિલાન્યાસ પૂર્વે દેશમાં 1956માં દિલ્હીમાં પ્રથમ એઈમ્સ બની હતી અને વર્ષ 2005 સુધીમાં દેશમાં માત્ર 6 એઈમ્સ હતી તે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુદા જુદા રાજયમાં 15 જેટલી એઈમ્સને મંજુરી આપી છે તેમાં રાજકોટનો પણ સમાવેશ થાય છે.

મોદી 30 મિનીટ, રૂપાણી 10 મિનીટનું પ્રવચન આપશ

એઈમ્સના ભૂમિપૂજનમાં વડાપ્રધાન મોદી 11.7 કલાકે પાયો નાંખશે ત્યારબાદ 11.10 કલાકે પ્રવચન આપશે અને 30 મિનીટ સુધી વડાપ્રધાન ભાષણ આપશે આ પહેલા 7 મિનીટ સુધી સાંસદ મોહન કુંડારીયા, નાયબ મુખ્યમંત્રી, કેન્દ્રીય રાજય આરોગ્ય મંત્રી અશ્વિનીકુમાર પ્રવચન આપશે જયારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષ વર્ધન અને મુખ્યમંત્રી વિજય રૂપાણી 10 સુધી ભાષણ કરશે..

મુખ્યમંત્રી, રાજયપાલના સ્ટાફનું કોરોના ટેસ્ટીગ કરાયું – રાજયપાલ અને મુખ્યમંત્રી માટે ફાળવાયેલ સ્ટાફનું કોરોના ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું આવતિકાલ સવારે ૧૦ વાગ્યે મુખ્યમંત્રી અને રાજયપાલનો કાફલો રાજકોટ આવી પહોચનાર છે તે પૂર્વે સરકારી કર્મચારીઓને બન્ને મહાનુભવોની ફરજ સોપવામાં આવી છે અને તમામ કર્મચારીઓના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા છે

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ – રાજકોટ નજીક ખંઢેરી-પરાપીપળીયામાં રૂપિયા 1195 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 750 બેડની અત્યાધુનિક ઓલ ઈન્ડીયા ઈન્સ્ટિટયુટ ઓફ મેડીકલ સાયન્સ (એઈમ્સ)નું આજે સવારે 11 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈ-ભૂમિપૂજન કરી રાજકોટવાસીઓને નવા વર્ષના પ્રારંભે મેડીકલ અને સારવારની ભેટ આપનાર છે.

ખંઢેરીમાં 201 એકર જમીનમાં અલગ અલગ 5 બિલ્ડીંગમાં એઈમ્સનું નિર્માણ થનાર છે જેના નકશા-પ્લાનને ધડાધડ મંજુર કરવામાં આવી રહ્યા છે માત્ર દોઢ વર્ષમાં જ એઈમ્સ કાર્યરત થઈ જાય તે રીતે કામગીરી શરૂ કરવામાં આવી છે, આજે વડાપ્રધાન મોદી રાજયની પ્રથમ એઈમ્સનો પાયો નાંખશે. એઈમ્સના શિલાન્યાસ સમારોહમાં રાજયપાલ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, રાજય આરોગ્ય મંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સહિત રાજયના તમામ ધારાસભ્ય, સાંસદ, રાજયસભાના સાંસદ, મુખ્ય સચિવ, રાજયના પોલીસ વડા, આરોગ્ય સચિવ, રાજકોટના ખ્યાતનામ ડોકટરો, ઉધોગપતિઓ, આઈએમએના હોદ્દેદારો સહિતના 500થી વધુ મહાનુભવો હાજર રહેનાર છે.

ખંઢેરી ખાતે યોજાનાર કાર્યક્રમમાં 2000ની ક્ષમતાવાળો ડોમ ઉભો કરવામાં આવ્યો છે તેમા કોરોનાની સ્થિતિના પગલે 500 મહાનુભવોને જ આંમત્રણ આપવામાં આવ્યા છે અને તેમાં તમામ લોકોનું થર્મલ ગનથી તાપમાન માપવામાં આવ્યા બાદ પ્રવેશ આપવામાં આવશે. તેમજ એક ખુરશી ખાલી છોડી સોશ્યલ ડીસ્ટન્શનું પાલન કરાવાશે કાર્યક્રમમાં ભીડ ન થાય તે માટે ચાર સ્થળે એન્ટ્રી ગેઈટ મુકવામાં આવ્યા છે તેમાં બે એન્ટ્રી ગેઈટમાં વીવીઆઈપીઓને જ પ્રવેશ આપવામાં આવશે જયારે અન્ય બે દરવાજામાં આંમત્રીતોને પ્રવેશ અપાશે મુખ્ય મંચ સહિત 7 સ્થળોએ એલઈડી સ્ક્રીન ઉપરથી પ્રસારણ કરવામાં આવશે.