PM મોદીથી રીતસરના ફફડી ઉઠ્યા ઈમરાન ખાન, કહ્યું- કાશ્મીર બાદ હવે PoKનો વારો

PM મોદીથી રીતસરના ફફડી ઉઠ્યા ઈમરાન ખાન, કહ્યું- કાશ્મીર બાદ હવે PoKનો વારો

પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન ઈમરાન ખાને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ની વધાનસભા પહોંચ્યા હતાં. અહીં તેમણે ફરી એકવાર કાશ્મીર અને 370નો રાગ આલાપ્યો હતો અને ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યું હતું.

PoKની વિધાનસભાને સંબોધિત કરતા ઈમરાન ખાને કહ્યું હ્તું કે, મેં કાશ્મીર મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના સત્યને દુનિયા સામે રજુ કર્યું છે. મોદી સરકારે કાશ્મીરને લઈને જે નિર્ણય લીધો તે માત્ર તેના પુરતો મર્યાદિત નથી. અમને અહેવાલ મળ્યા છે કે, આ બાબત હવે PoKમાં પણ બની શકે છે.

ભારતે 370 હટાવતા અને જમ્મુ-કાશ્મીરનું પુન:ગઠન કરતા પાકિસ્તાનને બરાબરના મરચા લાગ્યા છે. તે પોતાના પુંછડે લાગેલી આગનો બળાપો દુનિયાભરમાં ઠાલવી છુક્યું છે. જ્યાંથી તેને કોઈ જ પ્રતિષાદ ના મળતા હવે તે ભારત વિરૂદ્ધ ઘર આંગણે ઝેર ઓકી રહ્યું છે અને દુષ્પ્રચાર કરી રહ્યું છે. આજે સ્વતંત્રતા દિવસે PoK ગયેલા વડાપ્રધાન ઈમરાન ખાને યુદ્ધની ધમકી આપતા કહ્યું હતું કે, અમારૂ સૈન્ય તૈયાર છે. ભારતે કોઈ પણ હિમાકત કરી તો અમે તેનો જોરદાર જવાબ આપીશું.

તેઓ આજે PoK આવ્યા હતાં અને ત્યાંની વિધાનસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે, મોદી સરકારે કાશ્મીર મામલે એકદમ જ જે નિર્ણય લીધો તે માત્ર કાશ્મીર પુરતો મર્યાદિત નહીં રહે. જે રીતે ભારતે પુલવામા બાદ બાલાકોટમાં કર્યું હતું. હવે તેઓ PoK તરફ આવી શકે છે. અમને અહેવાલ મળ્યા છે કે, કાશ્મીર બાદ આ બાબત હવે PoKમાં પણ બની શકે છે. સાથે જ ઈમરાન ખાને કહ્યું હતું કે, જો ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગની સ્થિતિ ઉભી થશે તો તેના માટે દુનિયા જવાબદાર રહેશે અને સંયુક્ત રાષ્ટ્ર પણ જવાબદાર ઠરશે.

સાથે જ ઈમરાન ખાને કહ્યું હતું કે, હવે પાકિસ્તાન કાશ્મીર મુદ્દાને દુનિયાના દરેક ફોરમ પર ઉઠાવશે. જો જરૂર પડી તો તેને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પણ પડકારવામાં આવશે. આવનાર સમયમાં લંડનમાં આ મામલે એક વિશાળ રેલી પણ કાઢવામાં આવશે. તેવી જ રીતે જ્યાં પણ સંયુકત રાષ્ટની મહાસભા ચાલશે ત્યાં ત્યાં પાકિસ્તાન તરફથી તેનો વિરોધ કરવામાં આવશે.

પાકિસ્તાન જમ્મુ-કાશ્મીર પર ભારતના નિર્ણય બાદ ગિન્નાયેલા ઈમરાન ખાને કહ્યું હતું કે, ભાજપ અને સંઘ (આરએસએસ)ની વિચારધારા મુસલમાનો વિરૂદ્ધ છે અને તે જ ભારતમાં રાજ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કાશ્મીર મામલે લીધેલી નિર્ણય ખુબ ભારે પડશે

PoKની વિધાનસભામાં ઈમરાન ખાને કહ્યું હતું કે, હું દુનિયાની અંદર કાશ્મીરનો અવાજ બનીશ અને દરેકને RSSની વિચારધારા વિષે જણાવીશ. ભાજપ હિન્દુસ્તાનમાં મુસલમાનોનો અવાજ દબાવી રહ્યું છે અને તેમને પાકિસ્તાન જવાની ધમકી આપે છે. 

ઉલ્લેખનીય છે કે, જ્યારથી ભારતે જમુ-કાશ્મીર મામલે નિર્ણય કર્યો છે ત્યારથી પાકિસ્તાન બરાબરનું સમસમી ઉઠ્યું છે. દુનિયાભરમાં હવાતિયા મારીને આવેલા પાકિસ્તાને આખરે ભારત સાથે રાજદ્વારી સંબંધો તોડી નાખ્યા છે. તેવી જ રીતે વ્યાપારીક સંબંધો પણ તોડી નાખ્યા છે અને બસ-રેલવે સેવા પણ બંધ કરી નાખી છે.