Paytmનો ઉપયોગ થયો મોંઘો, યૂઝર્સ પર નાંખ્યો MDRનો બોજો

Paytmનો ઉપયોગ થયો મોંઘો, યૂઝર્સ પર નાંખ્યો MDRનો બોજો

જો તમે Paytmનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તમારી માટે આ બેડ ન્યૂઝ હોઈ શકે છે. Paytmનો ઉપયોગકર્તા સાવધાન થઈ જાઓ. કારણ કે તમારા ખિસ્સા પર Paytm MDRનો ભાર લાગી શકે છે. એટલે કે Paytm MDRનું ટ્રાંજેક્શન મોંઘું થઈ ગયું છે. સુત્રોનું માનવું છે કે Paytm પ્રોફિટેબલ થવાને કારણે આ પગલું ભરવામાં આવ્યું છે.

સુત્રો આધારીત આવેલા સમાચાર પ્રમાણે, ક્રેડિટ કાર્ડ્સ દ્વારા એક ટકા, ડેબિટ કાર્ડ દ્વારા 0.9 ટકા અને નેટ બેન્કિંગ અને યૂનીફાઈડ પેમેન્ટ્સ ઈંટરફેસ દ્વારા ટ્રાંજેક્શન પર 12થી 15 રૂપિયા સુધી ચાર્જ થશે. સોફ્ટબેન્ક અને અલીબાબા ગ્રુપથી નિવેશ મેળવનાર પેટીએમ અત્યાર સુધી ચાર્જનો બોજ ખુદ ઉઠાવી રહી હતી. અને પોતાના પ્લેટફોર્મથી થયેલા પેમેન્ટ માટે વધારે ચાર્જ ન્હોતી લેતી. પરંતુ હવે નવા ડિઝિટલ પેમેન્ટ્સથી દરેક મોડ પર લાગુ થશે એટલે કે વોલેટ ટોપ અપ કરવાથી લઈને યૂટિલિટી બિલ કે સ્કુલ ફિ પેમેન્ટ અને સિનેમા ટિકીટની ખરીદી સુધી લાગુ થશે.

સુત્રો મુજબ દરેક ટ્રાંજેક્શનની એક કોસ્ટ હોય છે, પરંતુ Paytm હવે ગ્રાહકો પર કોસ્ટનો ભાર નાંખીને તેને કવર કરવાની કોશિશ કરે છે. જાણવા મળી રહ્યું છે કે આ વધારે પડતો ચાર્જ આજથી જ લાગૂ થશે. જોકે Paytmનું કહેવું છે કે ફક્ત MDRનો બોજ જ ગ્રાહકો પર નાંખવામાં આવી રહ્યો છે. જો બેન્ક અને કાર્ડ કંપનીઓ ચાર્જ કરે છે. તેમને કોઈ કન્વીનિએંસ ફિસ લેવાનો ઈન્કાર કર્યો છે.

શું છે MDR?

એમડીઆર તે ફિસ છે જે દુકાનદાર ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર તમારી જોડેથી લે છે. એક પ્રકારે કહેવામાં આવે તો આ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પેમેન્ટની સુવિધા પર લાગનારી ફીસ છે. એમડીઆરથી મળનારી રકમ દુકાનદારને મળતી નથી. કાર્ડથી થનાર પેમેન્ટનાં એવજમાં તેને એમડીઆર ચૂકવવું પડે છે.