ગીતામંદિર-રાણીપ આવતી ૧,૧૦૦ STને શહેરમાં નો-એન્ટ્રી

। ગાંધીનગર ।

મેગાસિટી અમદાવાદમાં શુક્રવાર રાતથી સોમવારે સવારના ૬ વાગ્યા સુધી કોરોના પ્રકોપને કારણે લગાવાયેલા કરફ્યૂને કારણે એસ.ટી. તંત્રએ ગીતામંદિર અને રાણીપ એસ.ટી. બસ મથકો ઉપરથી ઊપડતી અને આવતી ૧,૧૦૦ જેટલી બસો તાત્કાલિક અસરથી બંધ કરાઈ છે. જે બસો બહારથી અમદાવાદમાં આવી રહી છે તેના મુસાફરોને બહારના ડેપો નજીકના તથા રિંગરોડ ઉપરના ૧૦ પોઇન્ટ ઉપર ઉતારવામાં આવી રહ્યાં છે. આ પોઇન્ટ ઉપરથી ગીતામંદિર અને રાણીપ એસ.ટી. મથકોએ એસ.ટી. બસો આવવા ઉપર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. સંચારબંધી લાગુ છે ત્યાં સુધી અમદાવાદ આવતી તમામ બસોના મુસાફરોને નજીકના ડેપો જેવાં કે બારેજા, બાવળા, સાણંદ, કલોલ કે પછી એસપી રિંગ રોડ ઉપરના ૧૦ પોઇન્ટ ખાતે ઉતારી દેવામાં આવશે. આ બધા કામચલાઉ પાઇન્ટ્સ ખાતે એસ.ટી. તંત્રનો સ્ટાફ મુકાયો છે.

૭,૦૧૯ ટિકિટોમાં રૂ. ૧૫ લાખનું રિફંડ

કરફ્યૂને કારણે આ દિવસોમાં અમદાવાદથી પ્રવાસ માટે રિઝર્વેશન ધરાવતી ૭,૦૧૯ ટિકિટોમાં આશરે રૂ. ૧૫ લાખનું રિફંડ આપવા માટે ઓટો રિફંડની સિસ્ટમ કાર્યરત થઈ ચૂકી છે અને મોટેભાગે ૪૮ કલાકમાં રિઝર્વેશન ધારક પ્રવાસીઓના બેન્ક એકાઉન્ટમાં રિફંડ જમા કરી દેવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
World
Ashadeep Newspaper

કોરોના પર WHOની ચેતવણી: સૌથી ખરાબ સમય આવવાનો હજુ બાકી, ખતરાની નવી ઘંટડી

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના પ્રમુખ ટેડ્રોસ અદનોમ ઘેબરેસસે ચેતવણી આપી છે કે કોરોના વાયરસના પ્રકોપનો સૌથી ખરાબ સમય હજુ આવવાનો

Read More »
Business
Ashadeep Newspaper

હવે ડિજિટલ પેમેન્ટ પર નહીં લાગે કોઈ ચાર્જ, સરકારે બેંકોને પૈસા ન વસૂલવા કહ્યું

વિત્ત મંત્રાલયે રવિવારે બેંકોને સલાહ આપી છે કે, ઈલેક્ટ્રોનિક રીતે કરાતાં કોઈ પણ ટ્રાન્ઝેક્શન કે પેમેન્ટ પર ચાર્જ ન લેવામાં

Read More »