NY ટાઇમ્સથી / અમેરિકામાં કોરોનાને કારણે 4.20 લાખ લોકોએ ન્યુયોર્ક છોડી દીધું, અહીં 1 ટકાની વાર્ષિક કમાણી 16 કરોડ

NY ટાઇમ્સથી / અમેરિકામાં કોરોનાને કારણે 4.20 લાખ લોકોએ ન્યુયોર્ક છોડી દીધું, અહીં 1 ટકાની વાર્ષિક કમાણી 16 કરોડ

1 માર્ચથી 1 મે સુધી ન્યુયોર્ક સિટીની 5 ટકાથી વધુ વસતી શહેર છોડીને જતી રહી છે

ન્યૂયોર્ક. અમેરિકા કોરોનાના કારણે વિશ્વમાં સૌથી ખરાબ રીતે પ્રભાવિત થયું છે. અહીં 15 લાખથી વધુ કોરોનાના કેસ અને 90 હજારથી વધુ લોકોનાં મોત થયાં છે. તેમાં સૌથી વધુ અસર ન્યુયોર્કમાં થઇ છે. જ્યાં સાડા ત્રણ લાખથી વધુ દર્દી અને 28 હજારથી વધુ લોકોનાં મોત થયાં છે. દરમિયાન એક ચોંકાવનારી ખબર આવી છે કે કોરોનાને કારણે ન્યુયોર્ક સિટીમાં રહેતા ધનિક લોકો શહેર છોડીને જઇ રહ્યા છે. 

વાર્ષિક 16 કરોડ કમાનારા શહેરના 1 ટકા ધનિકો અન્ય જગ્યાએ શિફટ થઇ ગયા

રિપોર્ટ મુજબ 1 માર્ચથી 1 મે સુધી આશરે 4.20 લાખ લોકોએ શહેર છોડી દીધું છે. જે અહીંની કુલ વસતીના 5 ટકા છે. તેમાં પણ એક મોટો હિસ્સો એ લોકોને છે, જેઓ આર્થિક સંપન્ન અને શહેરના ધનિક લોકોમાં ગણાય છે. ખાસ વાત એ છે કે વાર્ષિક 16 કરોડ કમાનારા શહેરના 1 ટકા ધનિકો અન્ય જગ્યાએ શિફટ થઇ ગયા છે. તેમાંથી મોટા ભાગના કોઇ આઇલેન્ડ કે અન્ય કોઇ મોંઘી જગ્યાએ જતા રહ્યા છે. જ્યારે વાર્ષિક આશરે 67 લાખ રૂપિયા કમાનાર 80 ટકા લોકોએ શહેર છોડ્યું નથી. ન્યુયોર્ક યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર ડૉ. કિમ ફિલિપ્સ-ફેન કહે છે કે દરેક સમુદાય અલગ વ્યવહાર કરી રહ્યો છે. અહીંથી જનારા મોટા ભાગના શ્વેત લોકો છે. આ જગ્યાએ ભાડું મોંઘુ અને ગરીબી ઓછી છે. એવું કહેવું સરળ છે કે બધા સાથે છે, પરંતુ એવું નથી.
ચાર વિસ્તારોમાં આશરે 40 ટકા વસતી ઓછી થઇ
વિશ્લેષણથી જણાયું કે સૌથી વધુ લોકો અપર-ઇસ્ટ સાઇડ, વેસ્ટ વિલેજ, સોહો અને બ્રિકલિન હાઇટ્સ છોડીને જતા રહ્યા છે. સંપન્ન મનાતા આ ચારેય વિસ્તારોમાં આશરે 40 ટકા વસતી ઓછી થઇ ગઇ છે. તેમાં એવા લોકો પણ છે, જેઓ દોઢ લાખથી વધુ ભાડું ચૂકવી રહ્યા હતા. મોટા ભાગનાને પીસે કોલેજની ડિગ્રી છે અને તેઓ આશરે 75 લાખ રૂપિયા કમાઈ રહ્યા હતા. ઉપરાંત વિદ્યાર્થીઓ શહેર છોડી રહ્યા છે.
સાઉથ ફ્લોરિડા, કનેક્ટિકટ જેવી જગ્યાએ મોટા ભાગના લોકો શિફ્ટ થયા
ન્યુયોર્ક સિટીમાં 1 ટકા ધનિકોની વાર્ષિક કમાણી 16 કરોડ રૂપિયા છે. તે મોંઘા આઇલેન્ડ અને શહેરોમાં શિફ્ટ થયા છે. દક્ષિણ ફ્લોરિડા, કનેક્ટિકટ, પેન્સિલવેનિયા, ન્યુજર્સી, માર્થા વિનયાર્ડ, કેપ કોડ, રોડ આઇલેન્ડ, હેમ્પટન, હડસન વેલી અને જર્સી શોર તેમની પસંદની જગ્યામાં સામેલ છે. રિપોર્ટમાં તેમને તથાકથિત ‘કોરોના શરણાર્થી’કહેવાયા છે.