હવે પેપ્સીકોનું આવી ‘બન્યું’, ખેડૂતોએ કહ્યું- ‘જાહેરમાં માફી માંગો અને 1-1 રૂપિયો ચૂકવો’

હવે પેપ્સીકોનું આવી ‘બન્યું’, ખેડૂતોએ કહ્યું- ‘જાહેરમાં માફી માંગો અને 1-1 રૂપિયો ચૂકવો’

પેપ્સીકોએ ગુજરાતના ડીસા, મોડાસા તથા અમદાવાદની કોમર્શીયલ કોર્ટોમાં ૧૧ ખેડૂતો સામે કરેલા કેસો બિનશરતી પાછાં ખેંચ્યા છે. ખેડૂતોના પરેશાન કરવા તેમ જ માનભંગ બદલ પેપ્સિકો કંપની માફી માંગે અને એક રુપિયો ચૂકવે તેવી ખેડૂતો વતી બીજ અધિકાર મંચે માંગ કરી છે.

વળતરની રકમ સામાજિક હેતુ અથવા તો મંદિરમાં મૂકી દેવામાં આવશે. જો નહીં ચૂકવે તો વળતર મેળવવા માટે કાનૂની જંગ ખેલાશે. ખેડૂતોને વધુ વળતર ચૂકવીને ખેડૂતોને ખરીદવાની કંપનીની તાકાત નથી. કંપની બીજ છોડો કહે છે અમે હિન્દ છોડો કહી રહ્યાં છે. એફ.સી.-પનું ખેડૂતો વાવેતર અને વેચાણ ચાલુ રાખશે. કંપનીના નામે બ્રાન્ડીંગ કરીને બીજનું વેચાણ કરી શકતા નથી. પરંતુ ખેડૂતો કાયદાને આધીન પોતે બીજ પકવીને વેચી શકે છે.

રાજય સરકારની દરમિયાનગીરીથી ખેડૂતો સામેના કેસો પરત ખેંચાયા છે. તેથી સરકારનો આભાર વ્યક્ત કરતાં ખેડૂતોએ કહ્યું કે, સરકાર અને પેપ્સિકો કંપની વચ્ચે થયેલી વાટાઘાટો બાદ કંપનીએ ખેડૂતો સામેના કેસો પરત ખેંચ્યા છે. તેમના વચ્ચે શું વાટાઘાટો થઇ તે બાબતથી અમે અજાણ છીએ.

અમે પણ જાણવા માંગીએ છીએ કે, તેમના વચ્ચે શું વાટાઘાટો થઇ તેવા અનેક સવાલો અમને પણ છે. આ વાટાઘાટોમાં દેશ અને ગુજરાતના ખેડૂતોના હક્ક છીનવાઇ ના જાય તેનું ધ્યાન રાખ્યું હશે તેવી આશા રાખી છે. બાકી તો ભારત સરકારના પ્રોટેકશન વેરાયટી એન્ડ ફાર્મસ રાઇટ એક્ટ ભારત સરકારના પ્રોટેકશન ઓફ પ્લાન્ટ વેરાયટી એન્ડ ફાર્મર્સ રાઇટ એક્ટ-૨૦૦૧ની કલમ ૩૯ (૧)(૪)માં ખેડૂતોને અધિકાર સર્વોપરિ છે.

ક્યાં કેટલા કેસ થયેલા

ડીસામાં ૧,મોડાસામાં ૦૩ અને અમદાવાદ કોમર્શીયલ કોર્ટમાં ચાર કેસનો સમાવેશ થતો હતો. પેપ્સીકોએ બટાટાના ખેડૂતો સામે પેટન્ટના ભંગના કેસ અને એક એક કરોડની નુકસાની ચૂકવવાની ય માગ કરેલી.