કોરોના વેક્સિનને લઇ ભારતે દુનિયા માટે જગાવી આશા, દેશી વેક્સિન શરૂઆતનાં ટ્રાયલમાં સફળ

કોરોના વેક્સિનને લઇ ભારતે દુનિયા માટે જગાવી આશા, દેશી વેક્સિન શરૂઆતનાં ટ્રાયલમાં સફળ

દેશી કોરોના વેક્સિન Covaxin પર શુક્રવારનાં હરિયાણાનાં રોહતકથી સારા સમાચાર આવ્યા છે. ત્યાં પીજીઆઈમાં વોલિયન્ટર્સનાં પહેલા ગ્રુપને Covaxinની પહેલો ડોઝ આપવામાં આવ્યો. હરિયાણાનાં હેલ્થ મિનિસ્ટર અનિલ વિજનાં જણાવ્યા પ્રમાણે ત્રણેય કેન્ડિડેટ્સનાં શરીરે વેક્સિનને સરળતાથી સ્વીકારી લીધી છે. તેમના પર કોઈ સાઇડ ઇફેક્ટ જોવા મળી નથી. 18થી 55 વર્ષની ઉંમરવાળા સ્વસ્થ લોકોને આ વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે. ફેઝ 1 ટ્રાયલમાં બીજો ડોઝ 14માં દિવસે આપવામાં આવશે. ટોટલ 1,125 વૉલિયન્ટર્સ પર સ્ટડી થવાની છે જેમાંથી 375 પહેલા ફેઝમાં સામેલ થશે અને 750 બીજા ફેઝમાં. ટેસ્ટની વચ્ચે 4:1નો રેશિયો રહેશે. એટલે કે 4 દર્દીઓને વેક્સિન આપવામાં આવશે તો એકને ફક્ત વેક્સિન આપી હોવાનું નાટક કરવામાં આવશે. આને સાઇકોલોજીમાં Placebo કહે છે.

સેફ્ટી એન્ડ સ્ક્રીનિંગ પર ભાર

આ વેક્સિનનો ટ્રાયલ દેશમાં 14 અલગ-અલગ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ્સમાં કરવામાં આવી રહ્યો છે. આ શહેરોમાં નવી દિલ્હી, રોહતક, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, પટના, કાનપુર, ગોરખપુર, ભુવનેશ્વર, ચેન્નઈ અને ગોવા સામેલ છે. પટના એમ્સમાં 4 દિવસ પહેલા ટ્રાયલ શરૂ થઈ ચુક્યો છે. શરૂઆતનાં ડોઝ ઓછા રહેશે. ટ્રાયલમાં એ જોવામાં આવશે કે વેક્સિન આપવાથી કોઈ પ્રકારનો ખતરો તો નથી, તેની સાઇડ ઇફેક્ટ્સ શું છે? કોવિડ-19 ઉપરાંત લિવર અને ફેફસા પર કેવી અસર થઈ રહી છે, તે પણ તપાસ કરવામાં આવશે. આ માટે પહેલા ફેઝને સેફ્ટી એન્ડ સ્ક્રીનિંગ કહેવામાં આવ્યું છે.

કેટલી હશે કિંમત?

ક્લિનિકલ ટ્રાયલ્સ રજિસ્ટ્રી પર રહેલા પ્રોટોકોલ અનુસાર, પહેલા ફેઝમાં ઓછામાં ઓછો એક મહિનો લાગશે. તેના મળેલા ડેટાને ડ્રગ કંટ્રોલર ઑફ ઇન્ડિયાની સામે રજૂ કરવાનો રહેશે, પછી આગામી સ્ટેજનું પરમિશન મળશે. ફેઝ 1 અને 2માં કુલ મળીને એક વર્ષ અને ત્રણ મહિનાનો સમય લાગી શકે છે. ભારતમાં જન્મેલા બાળકોને અનેક પ્રકારની રસી આપવામાં આવે છે. બજારમાં આની કિંમત 50 રૂપિયાથી લઇને 6,000 સુધી હોય છે. કોરોના વાયરસની રસીની કિંમત શું હશે તે હજુ સુધી નક્કી નથી. કોરોનાનો જેવો પ્રકોપ છે તેને જોઇને મોટાભાગની સરકારો આને લોકોને ફ્રીમાં આપશે.

ત્રણ સ્ટેજમાં માણસો પર થાય છે ટ્રાયલ

દુનિયાની સૌથી મોટી વેક્સિન ડેવલપર સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયાનાં ચેરમેન આદર પૂનાવાલાનાં જણાવ્યા પ્રમાણે તેમની વેક્સિન લગભગ 1,000 રૂપિયામાં મળશે. તેમણે કહ્યું કે, “પરંતુ સરકાર આને મફતમાં આપશે.” વેક્સિન ડેવલપ કરવાનાં અનેક સ્ટેજ છે. શરૂઆતનાં સ્ટેજમાં લેબની અંદર વેક્સિન ડેવલપ કરવામાં આવે છે. પછી તેને ઉંદરો અને વાંદરાઓ પર ટેસ્ટ કરવામાં આવે છે. ત્યારબાદ નંબર આવે છે માણસોનો. તેના ત્રણ તબક્કા હોય છે. પહેલા તબક્કામાં નાના સેમ્પલ સાઇઝની વેક્સિન આપવામાં આવે છે.

કેટલો સમય લાગે છે વેક્સિન લોકો સુધી પહોંચવામાં?

પરંપરાગત રીતે આમાં ફેલ્યોર રેટ 37 ટકા રહે છે. ફેઝ 2માં સૈંકડો સ્વસ્થ વોલિયન્ટર્સને વેક્સિનનાં ડોઝ આપીને તેમના પર અસર જોવામાં આવે છે. મોટાભાગની વેક્સિન આ તબક્કામાં નિષ્ફળ રહે છે. ફેલ્યોર રેટ લગભગ 69 ટકા છે. થર્ડ સ્ટેજમાં હજારો વૉલિયન્ટર્સ પર વેક્સિન અજમાવવામાં આવે છે. આ ટેસ્ટમાં ફેલ્યોર રેટ 42 ટકા છે. સામાન્ય રીતે એક વેક્સિનને તૈયાર થઇને બજાર સુધી પહોંચવામાં ઓછામાં ઓછા 2 વર્ષ અને સરેરાશ 10 વર્ષ લાગે છે. કોરોનાનાં કારણે યુદ્ધસ્તરે વેક્સિન બનાવવાનું કામ ચાલી રહ્યું છે.