માત્ર PUBG રમતા લોકો માટે જ… તેને પણ ટક્કર મારે તેવા વિકલ્પોનું આ રહ્યું લિસ્ટ

માત્ર PUBG રમતા લોકો માટે જ… તેને પણ ટક્કર મારે તેવા વિકલ્પોનું આ રહ્યું લિસ્ટ

PUBG Mobile ભારતમાં ખુબ પ્રખ્યાત છે. હવે કદાચ આ ગેમ પર ભારતમાં પ્રતિબંધ લાદવામાં આવી શકે છે. 200થી વધુ એપનું લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં સરકારે 59 ચીની એપ્સ પર પ્રતિબંધ લાદી દીધો, તેના પછી તેના ક્લોન એપને ગઇ કાલે જ બેન કરવામાં આવી છે.

પબજી મોબાઇલ સિવાય પણ આ પ્રકારની ઘણી ગેમ છે. જેમાની કેટલીક તો પબજી કરતા પણ સારો ગેમિંગ એક્સપીરિયંસ આપે છે. પબજી મોબાઇલ એક ઓનલાઇન મલ્ટી પ્લેયર બેટલ રોયાલ ગેમ છે. આવામાં તેનાથી પણ સારી ગેમ છે જે તમને પસંદ આવી શકે છે.

કોલ ઓફ ડ્યૂટી મોબાઇલ (COD Mobile)

કોલ ઓફ ડ્યૂટી આમ તો ખુબ જ જૂની ગેમ છે. લોંચ થયા બાદ તેણે ઘણા રેકોર્ડસ તોડ્યા હતા અને ભારત સહિત દુનિયાભરમાં આ ગેમ ખુબ જ પ્રખ્યાત થઇ હતી. આ ગેમ ડાઉનલોડના મામલે પબજી મોબાઇલને ટક્કર આપી ચૂકી છે.

પરંતુ તાજેતરમાં જ તેને મોબાઇલ માટે લોંચ કરવામાં આવી છે. આ પહેલા તે કોમ્પ્યૂટર અને પ્લે સ્ટેશનમાં જ રમાતી હતી. કોલ ઓફ ડ્યૂટી દુનિયાની શ્રેષ્ઠ ગેમમાંની એક છે.

ફોર્ટનાઇટ (Fortnite)

આ પણ પબજી જેવી જ ગેમ છે, પરંતુ તેને રમવાની રીત અલગ હશે. આ ઘણી રીતે પબજી મોબાઇલ કરતા પણ સારી છે. આ ગેમમાં પ્લેયર્સને સ્ટ્રક્ચર બનાવાના હોય છે. આ ગેમની ખાસ વાત એ છે કે તેને તમે સ્માર્ટફોન અને કોમ્પ્યૂટરમાં પણ રમી શકો છો.

ફ્રીફાયર (Garena Free Fire)

આ ગેમ પબજી મોબાઇલ ગેમને મળતી આવે છે. આ ગેમમાં પણ લોકો પબજી મોબાઇલની માફક એક સાથે મેપ પર લેન્ડ કરે છે. અહિં પણ પબજી માફક ફાઇટ જોવા મળશે, પરંતુ આ પબજી મોબાઇલથી ગ્રાફિક્સ અને એનિમેશનના મામલામાં ઓછી છે અને રમવામાં પણ સરળ છે.

બેટલ લેન્ડ્સ (Battlelands Royale)

આ પણ ઓનલાઇ મલ્ટી પ્લેયર ગેમ છે જેમા એક સાથે 32 પ્લેટર ભાગ લઇ શકે છે. પબજી મોબાઇલ માફક આ ગેમ વધારે મોટી નથી અને ઓછો સમય લાગે છે. 5 મિનિટમાં પણ આ ગેમને ફિનિશ કરી શકાય છે. ગ્રાફીક્સ પણ તેના ઓછા છે તો સાધારણ બજેટવાળા સ્માર્ટફોનમાં પણ તમે તેને રમી શકો છો. ( Source – Sandesh )