નવી ટેક્નિકથી, ફોનની બેટરી પાંચ મિનિટમાં ૫૦% ચાર્જ થઈ જશે

નવી ટેક્નિકથી, ફોનની બેટરી પાંચ મિનિટમાં ૫૦% ચાર્જ થઈ જશે

જાણીતી ટેક કંપનીએ ક્વિક ચાર્જિંગ ટેક્નોલોજી લોન્ચ કરી છે. આ નવી ટેક્નોલોજી ફોનની બેટરીને માત્ર પાંચ મિનિટમાં શૂન્યથી ૫૦% સુધી ચાર્જ કરી શકે છે. આ કંપની દ્વારા ડિસેમ્બર ૨૦૧૬માં ક્વિક ચાર્જ ૪.૦ અને જૂન ૨૦૧૭માં ક્વિક ચાર્જ ૪+ લોન્ચ કર્યું હતું. QC ૪+ ૪૫W ઝડપી ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીના જણાવ્યા મુજબ ક્યૂસી ૫, ક્યૂસી ૪ અથવા ૪+ કરતા ચાર ગણી ઝડપથી બેટરી ચાર્જ કરે છે. આ સાથે, તે ચાર્જ કરતી વખતે બેટરીનું તાપમાન ૧૦ ડિગ્રી સેલ્સિયસ રાખે છે. ૧૦૦W + ચાર્જિંગ પાવરની સાથે, QC ૫ પણ ૨જી બેટરી સિસ્ટમને સપોર્ટ કરે છે. ક્યૂસી ૫ ૧૦૦ ડબ્લ્યૂથી ઉપરની શક્તિને પ્રસારિત કરવા માટે ડયૂઅલ અને ટ્રિપલ ચાર્જ તકનીકનો ઉપયોગ કરે છે. ક્વોલકોમ ક્વિક ચાર્જ ૫ તકનીક સ્નેપડ્રેગન ૮૬૫ અને ૮૬૫+ પ્લેટફોર્મને સપોર્ટ કરે છે. આ સાથે ક્યુસી ૫ આગામી પ્રીમિયમ સ્નેપડ્રેગન પ્રોસેસરને પણ સપોર્ટ કરશે. થોડા દિવસો પહેલાં ઓપ્પોએ ૧૨૫ ડબ્લ્યૂ ફાસ્ટ ચાર્જિંગ ફ્લેશ ચાર્જર લોન્ચ કર્યું હતું, ત્યારબાદ તેની સિસ્ટર કંપની રીઅલમીઅએ પણ ૧૨૫ ડબ્લ્યૂ અલ્ટ્રા ડાર્ટ ફાસ્ટ ચાર્જિંગ ટેક લોન્ચ કરી હતી.