આયુધને સરકારની નોટિસ : કોરોનાની સારવારના ખોટા દાવા કરનાર રાજકોટની કંપનીને કારણદર્શક નોટિસ ફટકારી 7 દિવસમાં જવાબ માગ્યો

આયુધને સરકારની નોટિસ : કોરોનાની સારવારના ખોટા દાવા કરનાર રાજકોટની કંપનીને કારણદર્શક નોટિસ ફટકારી 7 દિવસમાં જવાબ માગ્યો

રાજકોટની કંપનીએ આયુધ રેમડેસિવિરની સરખામણીએ ત્રણ ગણી વધુ અસરકારક હોવાનો દાવો કર્યો હતો

રાજકોટની કંપનીએ પોતાના ઉત્પાદન આયુધ એડવાન્સ બાબતે ગેરમાર્ગે દોરનારા દાવાઓ કરવા બદલ આયુષ મંત્રાલયે ગુજરાતના ખાદ્ય અને દવા નિયંત્રણ પ્રશાસનના સંયુક્ત કમિશ્નર(આયુર્વેદ)ને લખેલા પત્રને આધારે કંપનીને કારણદર્શક નોટિસ પાઠવીને 7 દિવસમાં જવાબ માગ્યો છે. તેમજ રેમડેસિવિરની સરખામણીએ 3 ગણી વધુ અસરકારક હોવાના ગેરમાર્ગે દોરનારા દાવા કરવા બદલ કંપની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

તાત્કાલિક ધોરણે પગલાં લેવા આદેશ
પ્રાપ્ય માહિતી અનુસાર, આયુષ મંત્રાલયના દવા નીતિ વિભાગના નાયબ સલાહકાર ડો. એસ. આર. ચિંતા દ્વારા ગુજરાતનાં આયુર્વેદ લાયસન્સિંગ ઓથોરિટીના સંયુક્ત કમિશનરને આયુધ એડવાન્સનું ઉત્પાદન કરતી કંપની મેસર્સ શુક્લા આશર ઇમ્પેક્સ પ્રા.લિ. વિરુદ્ધ પગલાં લેવા માટે નિર્દેશ આપ્યા છે. કંપનીએ પોતાના ઉત્પાદન આયુધ એડવાન્સ સંદર્ભે 5થી 6 કારણોનો ઉલ્લેખ કરીને તાત્કાલિક ધોરણે પગલાં લેવાનું જણાવ્યું છે.

પત્રના દાવામાં ગંભીર ગેરવર્તન હોવાનું જણાયું
આયુષ મંત્રાલય દ્વારા મોકલાયેલા આ પત્રમાં કંપની દ્વારા દવાના ફોર્મ્યુલેશનના કરેલા દાવામાં ગંભીર ગેરવર્તન જણાયું છે કે, ફોર્મ્યુલેશનમાં ઇઇબીની કલમ 33નું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. જે કોઇ ચોક્કસ દવા આ પક્ષમાં નિયમ 158-બીનો પણ ઉલ્લેખ કરીને જણાવ્યું છે કે, તેની શરતોને પરિપૂર્ણ કરાઇ નથી. આ નિયમ 3(એચ) ફોર્મ્યુલેશન(બંધારણ)ના લાયસન્સિંગ સંબંધિત બાબતો જુએ છે. ‘આ ઘટકો પ્રથમ અનુસૂચિ હેઠળ ઉલ્લેખ કરવામાં આવેલા પુસ્તકનો અધિકૃત હિસ્સો હોવો જોઇએ’ તે જરૂરી છે.

( Source – Divyabhaskar )