ફોન ચાર્જિંગમા મૂકી સુઈ જનારા ખાસ ચેતજો, બ્લાસ્ટના કારણે મહિલા અને બે બાળકોએ જીવ ગુમાવ્યો

ફોન ચાર્જિંગમા મૂકી સુઈ જનારા ખાસ ચેતજો, બ્લાસ્ટના કારણે મહિલા અને બે બાળકોએ જીવ ગુમાવ્યો

ચાર્જિંગ દરમિયાન મોબાઈલ ફાટીને આગ લાગવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. હવે આવી જ એક ઘટના તમિલનાડુમાં બની છે. મોબાઇલ વિસ્ફોટના કારણે બે બાળકો અને એક મહિલાનું મોત નિપજ્યું છે. આ મોટી ઘટના તમિલનાડુના કરુર જિલ્લાના રાયનુરમાં બની છે. સોમવારે એક ફોન ફાટતા મુથૂલાક્ષ્મી નામની મહિલા અને તેના બે બાળકો રણજિત (3-વર્ષ) અને દિક્ષિત (2-વર્ષ)નું નિધન થયું છે.

એક અહેવાલ મુજબ રવિવારે રાત્રે મુથુલક્ષ્મીએ ચાર્જ કરવા માટે મોબાઈલ મૂક્યો હતો અને તે તેના બે બાળકો સાથે સૂઈ ગઈ હતી. રાત્રે મોબાઈલ ફોનમાં ધડાકો થયો અને આગને કારણે ઘરને આગ લાગી હતી. જેના કારણે ઘરમાં સૂતાં બાળકો સાથે મહિલા સંપૂર્ણ રીતે દાઝી ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાત્રીના કારણે લોકોને આગના સમાચાર મળી શક્યા ન હતા અને કોઈ ત્યાં પહોંચ્યું નહીં.

સવારે લોકોને આગની જાણ થતાં તેઓએ સ્થાનિક પોલીસને તેના વિશે જાણ કરી હતી. પોલીસની મદદથી મહિલા અને તેના બે બાળકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચીને ખબર પડી કે આ મહિલાનું મોત થઈ ચૂક્યું છે, અને તેના બંને બાળકો સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા. જાણવા મળ્યું છે કે આ અકસ્માતનો ભોગ બનેલો પતિ તે મકાનમાં તેનાથી અલગ રહેતો હતો.

આ કેસ અંગે પોલીસનું કહેવું છે કે, સ્થળ પરથી સળગેલો મોબાઇલ ફોન મળી આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મોબાઈલ બ્લાસ્ટના કારણે ઘરમાં આગ લાગી હોવાનો અંદાજ છે. પરંતુ પોલીસનું કહેવું છે કે હજુ અમે કેસની અંદરથી તપાસ કરી રહ્યા છીએ. ( Source – Sandesh )