ગુગલ સર્ચમાં લાવવું છે તમારું નામ? તો બસ ફોલો કરી આ રીત…

ગુગલ સર્ચમાં લાવવું છે તમારું નામ? તો બસ ફોલો કરી આ રીત…

ગુગલ પોતાના યુઝર્સ માટે કાંઈકને કાંઈક નવા ફીચર્સ લઈને આવતું જ હોય છે. અને આવી જ રીતે ગુગલે ભારતીય યુઝર્સ માટે ખાસ ‘people cards’ ફીચરની શરૂઆત કરી છે. આ ફીચરના આવવાથી ગુગલ સર્ચમાં યુઝર્સને વર્ચ્યુઅલ વિઝિટિંગ કાર્ડ બનાવવાની સુવિધા મળશે. વર્ચ્યુઅલ વિઝિટિંગ કાર્ડ મારફતે યુઝર ગુગલ સર્ચમાં પોતાની વેબસાઈટ, સોશિયલ મીડિયા હેન્ડલ અને બીજી જાણકારીઓ પણ શેર કરી શકશે.

ગુગલની આ પિપ્લસ કાર્ડ સર્વિસ ગુગલના જ Knowledge Graphનો ઉપયોગ કરીને તેની જાણકારી ડિસ્પ્લે કરે છે, અને આ માહિતી યુઝરને જ આપવી પડે છે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝરને પોતાનો મોબાઈલ નંબર આપવો પડશે. અને પિપલ્સ કાર્ડ બનાવવા માટે તમારું ગુગલમાં એકાઉન્ટ હોવું જરૂરી છે.

ગુગલ પોતાની આ સર્વિસને તમામ મોબાઈલ યુઝર્સ માટે જ ઓફર કરી રહી છે. તેનો મતલબ એ થયો કે, તમને તમારી પબ્લિક પ્રોફાઈલ બનાવવા માટે પોતાના મોબાઈલ ડિવાઈઝથી ગુગલ એકાઉન્ટમાં લોગ ઈન કરવું પડશે. અને હાલ આ સર્વિસ ફક્ત અંગ્રેજી ભાષામાં જ ઉપલબ્ધ છે.

ગુગલનું કહેવું છે કે, આ સર્વિસ મારફતે તે પબ્લિક સુધી સાચી જાણકારી પહોંચાડવાની કોશિશ કરી રહ્યું છે. આ સર્વિસના આવવાથી ખોટા યુઝર, ભાષા અને લો ક્વોલિટી કન્ટેન્ટને ઓળખવામાં મદદ મળશે. સાથે જ કંપની આ સર્વિસ મારફતે હ્યુમન રિવ્યૂ અને ઓટોમેટેડ તકનીકનો ઉપયોગ કરીને ગુગલની પોલિસીનું ઉલ્લંઘન કરનાર કન્ટેન્ટ પર લગામ લગાવવામાં પણ મદદ મળશે. પિપલ્સ કાર્ડનો દુરુપયોગ ન થાય તે માટે કંપનીએ એક એકાઉન્ટ માટે એક જ પિપલ્સ કાર્ડ બનાવવાની સુવિધા આપશે.

કેવી રીતે બનાવશો ગુગલ પર તમારું people card?

people card કાર્ડ બનાવવા માટે સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલમાંથી ગુગલ એકાઉન્ટમાં સાઈન ઈન કરવું પડશે. અને તે બાદ સર્ચ એન્જિનમાં જઈને ‘add me to search’ સર્ચ કરો. જે બાદ તમને ‘add yourself to google search’નું ઓપ્શન મળશે. આ મેસેજ પર ક્લિક કર્યા બાદ ગુગલ તમને તમારો મોબાઈલ નંબર પુછશે. નંબર નાખ્યા બાદ 6 નંબરવાળો કોડથી વેરિફાઈ કરવું પડશે. આ બાગ ગુગલ તમને એક ફોર્મ આપશે. જેમાં તમને તમારી પબ્લિક પ્રોફાઈલ બનાવવા માટેની જરૂરી જાણકારીઓ આપવી પડશે. અહીં તમને તમારું કામ, અભ્યાસ ઉપરાંત અનેક જાણકારી અપલોડ કરવાની સુવિધા મળશે. ( Source – Sandesh )