બ્રિટિશ ઇન્ડિયન આર્મીનો અંતિમ આદેશ, પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વહેંચાઈ ગઈ સેનાઓ

બ્રિટિશ ઇન્ડિયન આર્મીનો અંતિમ આદેશ, પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વહેંચાઈ ગઈ સેનાઓ

14 ઑગષ્ટ 1947ના દિવસે ભારત અને પાકિસ્તાનની વચ્ચે જ્યાં ક્યાંય પણ સૈન્ય છાવણીઓ નહોતી, ત્યાં દિલ્હી સૈન્ય મુખ્ય મથકથી એક ટેલીગ્રામ પહોંચ્યો. બ્રિટિશ ઇન્ડિયન આર્મીના સૈન્ય કમાન્ડરનો આ અંતિમ આદેશ હતો. ત્યારબાદ સેનાઓ સંપૂર્ણ રીતે હટી ગઈ. પાકિસ્તાનના કરાચીમાં લૉર્ડ માઉન્ટબેટને સત્તા હસ્તગત કરવાના આદેશ પર સહી કરી. જોકે આ અડધી રાત્રે લાગુ થવાનું હતુ.

આ ઇન્ડિયન આર્મીનો અંતિમ આદેશ છે

ભારત અને પાકિસ્તાનની આઝાદી બ્રિટિશ સંસંદમાં 15 જુલાઈ 1947ના પાસ થયેલા ધ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટના આધારે બસ થોડાક કલાકો દૂર હતી. બ્રિટિશ ઇન્ડિયન આર્મીનો અંતિમ દિવસ હતો. પછીના દિવસે આ આદેશ હંમેશા માટે બંધ થઈ જવાનો હતો. 14 ઑગષ્ટના નવી દિલ્હીથી ભારત અને પાકિસ્તાનમાં જેટલી પણ બ્રિટિશ ઇન્ડિયન આર્મીની છાવણીઓ હતી તેના ટોચના અધિકારીઓ પાસે એક ટેલીગ્રામ પહોંચ્યો. આદેશ આપનારા હતા ભારતમાં બ્રિટિશ ઇન્ડિયન આર્મીના ફીલ્ડ માર્શલ ક્લાઉડ ઓચિનલેક, જેમણે એક લાઇનના આદેશમાં લખ્યું ઇન્ડિયન આર્મીના આદેશ આજથી રદ્દ થઈ જશે. આ ઇન્ડિયન આર્મીનો અંતિમ આદેશ છે.

1.4 લાખ મુસ્લિમ સૈનિકોન પાકિસ્તાનમાં

આ આદેશ પહેલા વહેંચવામાં આવી રહેલી ભારતીય અને પાકિસ્તાની સેનાઓ અલગ અલગ થઈ ગઈ. તે સમયે બ્રિટિશ ઇન્ડિયન આર્મીમાં કુલ મળીને 4.0 લાખ ભારતીય સૈનિકો હતા, જે ભારત અને પાકિસ્તાનની સૈન્ય છાવણીઓમાં હતા. જ્યારે સેનાઓ વહેંચાઈ તો હિંદુ અને શીખ સૈનિક અને ઑફિસર ભારતની સેનામાં મોકલવામાં આવ્યા, તો 1.4 લાખ મુસ્લિમ પાકિસ્તાનમાં. ગોરખા બ્રિગેડને પણ વહેંચવામાં આવી. કેટલાકને બ્રિટિશ સેનામાં સામેલ કરવામાં આવ્યા, તો કેટલીક જ બટાલિયન ભારતમાં રહી ગઈ. માઉન્ટબેટન કરાચીમાં હતા જેથી પાકિસ્તાનને સત્તા હસ્તગત કરી શકે.

અડધી રાત્રે સંસદની આસપાસ લોકો જ લોકો ઉમટી પડ્યા

તેમણે પાકિસ્તાનના ગવર્નર જનરલ મોહમ્મદ અલી ઝીણાની સાથે દસ્તાવેજો પર સાઇન કરી. પાકિસ્તાન સંવિધાન સભાને સંબોધિત કરી. ભવિષ્ય માટે શુભકામનાઓ આપી. પાકિસ્તાનની આઝાદી પણ અડધી રાત્રે એટલે કે 15 ઑગષ્ટથી જ પ્રભાવમાં આવવાની હતી. માઉન્ટબેટન ત્યારબાદ ભારત આવવા નીકળ્યા જેથી અડધી રાત્રે ભારતની આઝાદીના કાર્યક્રમમાં સામેલ થઈ શકે. દિલ્હીમાં ના સમાય એટલો જનસમૂહ સંસદ ભવનની બહાર ભેગો થઈ રહ્યો હતો. અડધી રાત્રે સંસદની આસપાસ લોકો જ લોકો ઉમટી પડ્યા. અડધી રાત્રે સંવિધાન સભાની બેઠકમાં સ્વતંત્રતાની જાહેરાત થવાની હતી.

હંસા મહેતાએ  ભારતીય સંવિધાન સભાને તિરંગો સોંપ્યો

ગાંધીજી કલકત્તામાં હતા. જ્યારે દેશ આઝાદ થવાનો હતો ત્યારે તેઓ દિલ્હીથી ઘણા દૂર કોઈ સાધારણ મકાનમાં ભારતની આઝાદીના સાક્ષી બનવાના હતા. હંસા મહેતાએ ભારતીય મહિલાઓ તરફથી ભારતીય સંવિધાન સભાને ભારતના રાષ્ટ્રિય ધ્વજ તિરંગાને સોંપ્યો. તેમણે આ અવસર પર ભાષણ પણ આપ્યું. જોકે યૂનિયન જૈક હજુ ભારતીય સંસદ અને અનેક જગ્યાઓ પર ફરકી રહ્યા હતા. આ જોકે થોડાક કલાકની જ વાત હતી. સાંજના સંવિધાન સભાની બેઠક સંસદમાં શરૂ થઈ. આ બેઠક અડધી રાત સુધી ચાલવાની હતી અને આઝાદ ભારતમાં ખત્મ થવાની હતી. ( Source – Sandesh )