PM નરેન્દ્ર મોદીએ MS ધોનીને લખ્યો ભાવુક પત્ર, કહ્યું- તમારા સંન્યાસથી 130 કરોડ ભારતીયો નિરાશ

PM નરેન્દ્ર મોદીએ MS ધોનીને લખ્યો ભાવુક પત્ર, કહ્યું- તમારા સંન્યાસથી 130 કરોડ ભારતીયો નિરાશ

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના રોજ 19.29 કલાકે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની ઘોષણા કરી હતી. ધોનીના આ એલાન બાદ ભારત સહિત સમગ્ર ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. અને તે બાદ દેશ સહિત વિશ્વભરની હસ્તીઓએ ધોનીના કેરિયરના વખાણ કર્યા હતા. તેવામાં આજે ધોનીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક પોસ્ટ કરી છે. પીએમ મોદીએ ધોનીનાં સંન્યાસને લઈ એક પત્ર લખ્યો હતો. ધોનીએ ટ્વીટ કરીને પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.

મહેન્દ્રસિંહ ધોનીએ ટ્વીટ કરતાં લખ્યું કે, એક કલાકાર, સૈનિક અને ખેલાડીને પ્રશંસાની કામના હોય છે. તે ઈચ્છે છે કે તેની મહેનત અને બલિદાનને સૌ કોઈ જાણે. આભાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી, તમારા તરફથી મળેલી પ્રશંસા અને શુભકામનાઓ માટે.

તમારા સંન્યાસથી 130 કરોડ ભારતીયો નિરાશઃ પીએમ મોદી

પીએમ મોદીએ લખ્યું કે, 15 ઓગસ્ટે તમે તમારા સાદા અંદાજમાં એક નાનો વીડિયો શેર કર્યો જે સમગ્ર દેશમાં એક લાંબી અને ઝનૂની ચર્ચા માટે ઘણી હતી. 130 કરોડ ભારતીયો નિરાશ છે, પણ સાથે જ જે તમે છેલ્લા દોઢ દાયકામાં ભારત માટે કર્યું તેના માટે તમારા આભારી પણ છે. તમારા કેરિયરને જોવાની એક રીત આંકડાના ચશ્માથી જોવાની છે. તમે ભારતીય ક્રિકેટના સૌથી સફળ કેપ્ટનોમાં સામેલ છો. ભારતને દુનિયાની ટોપની ટીમ બનાવવા માટે તમારું મહત્વપુર્ણ યોગદાન છે. ક્રિકેટના ઈતિહાસમાં તમારું નામ દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાં, સર્વશ્રેષ્ઠ કેપ્ટનોમાં અને નિઃસંદેહ સર્વશ્રેષ્ઠ વિકેટકીપર્સમાં આવશે.

નાના શહેરમાંથી આવીને રાષ્ટ્રીય સ્તરે છવાયા, યુવાઓને આપી પ્રેરણાઃ પીએમ મોદી

પીએમ મોદીએ લખ્યું કે, એક નાના શહેરથી ઉછળીને તમે રાષ્ટ્રીય સ્તરે છવાઈ ગયા, તમે તમારું નામ બનાવ્યું અને સૌથી મહત્વપુર્ણ દેશને ગૌરવાંવિત કર્યું. તમારી તરક્કી અને તે બાદના જીવને એ કરોડો નવયુવાનોને પ્રેરણા આપી તો મોંઘી સ્કૂલો કે કોલેજોમાં નથી ગયા, ના કે તે કોઈ પ્રતિષ્ઠિત પરિવારથી આવે છે પણ તેની પાસે સ્વયંને સર્વોચ્ય સ્તર પર સ્થાપિત કરવાની ક્ષમતા છે. 

તમારામાં નવા ભારતની આત્મા ઝળકે છેઃ પીએમ મોદી

પીએમ મોદીએ ધોનીનાં નામે લખેલાં આ પત્રમાં લખ્યું છે કે, તમારામાં નવા ભારતની આત્મા ઝળકે છે, જ્યાં યુવાઓની નિયતી તેમના પરિવારનું નામ નક્કી કરતો નથી, પણ તે પોતે જ પોતાનું ભાગ્ય બનાવે છે અને નામ હાંસલ કરે છે.

પીએમ મોદીએ આગળ લખ્યું કે, મુશ્કેલ પરિસ્થિતિમાં તમારા પર નિર્ભરતા અને મેચને ખતમ કરવાની તમારી સ્ટાઈલ, ખાસ કરીને 2011 વર્લ્ડ કપ ફાઈનલ, પેઢીઓ સુધી લોકો યાદ રાખશે.

આ ઉપરાંત પીએમ મોદીએ લખ્યું કે, એ મહત્વનું નથી કે તમે કઈ હેર સ્ટાઈલ રાખી હતી. પણ જીત હોય કે હાર, તમારૂ દિમાગ હંમેશા શાંત રહ્યું. આ દેશના યુવાઓ માટે એક મોટી શીખ છે. 

હાઈ પ્રેશર પરિસ્થિતિમાં ખુબ ઓછા જાણીતાં ખેલાડીઓ અને રિસ્ક લેવાની તમારી આદતને જોઈને આજની પેઢી રિસ્ક લેતાં અચકાતી નથી અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ એકબીજાને સહારો આપે છે. 2007નો ટી20 વર્લ્ડ કપ આ સ્પિરિટનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. આજની ભારતીયોની પેઢી સરળતાથી દિમાગનો પારો ગુમાવતી નથી, અને અમે તે તમારી ઈનિંગ અને રમતમાં જોયું છે. અને ખરાબ સમયમાં આપણો યુવા દિલ ગુમાવી બેસતો નથી, અને સૌથી મહત્વનું તો એ કે, તે નીડર બન્યા છે, બસ તમે જે ટીમને લીડ કરતાં હતાં તેમ.

હું આશા રાખું કે સાક્ષી અને ઝીવા તમારી સાથે વધારે સમય પસાર કરી શકશે. હું મારી શુભકામનાઓ તેમને પણ પાઠવું છું, કેમ કે તેઓના બલિદાન અને સપોર્ટ વગર આ શક્ય ન હતું. આપણું યુથ તમારી પાસેથી એ પણ શીખશે કે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ પ્રાયોરિટીને કેવી રીતે બેલેન્સમાં રાખવી. મેં તમારો એક ફોટો જોયો હતો જેમાં તમે તમારી ક્યુટ દીકરી સાથે રમી રહ્યા હતા, જ્યારે તમારા આજુબાજુના તમામ લોકો ટુર્નામેન્ટની જીત બાદ જશ્ન મનાવી રહ્યા હતા. એ એક વિન્ટેજ હતું ધોની…

( Source – Sandesh )