ગણપતિ બાપ્પાના દરેક અંગ આપે છે કોઇને કોઇ શીખ, ગણેશ ચતુર્થીએ જાણો વિધ્નહર્તાના સ્વરૂપ અંગે

ગણપતિ બાપ્પાના દરેક અંગ આપે છે કોઇને કોઇ શીખ, ગણેશ ચતુર્થીએ જાણો વિધ્નહર્તાના સ્વરૂપ અંગે

આજથી ગણેશોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે. ભાદરવા માસની શુક્લ પક્ષની ચતુર્થીએ ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવશે. આવતી કાલે એટલે કે 22 ઓગસ્ટે આ તહેવારની ઉજવણી કરવામાં આવશે. ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથનો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ ચોથના રોજ મનાવવામાં આવે છે, આ શુભ દિવસને ગણેશજીનો જન્મદિવસ માનવામાં આવે છે.

આ તહેવારને સંસ્કૃત, તમિલ, તેલુગુ અને કન્નડમાં વિનાયક ચતુર્થી કે વિનાયક ચવિથી, કોંકણીમાં વિનાયક ચવથ અને નેપાળીમાં વિનાયક ચથા તરીકે પણ ઓળખવામાં આવે છે.

શાસ્ત્રોમાં ગણેશજીને બુદ્ધિના દેવતા કહેવામાં આવે છે. તેમનું શરીર બીજા દેવતાઓની સરખામણીએ ભિન્ન છે. તેમનું ધડ ભલે માણસનું હોય પણ માથુ હાથીનું છે. ગણેશજીનું આખુ શરીર આપણને કોઇને કોઇ શીખ આપે છે.

ગણેશજીની સુંઢ હંમેશા હાલતી ડોલતી હોય એ રીતે આપણને સતત સક્રિય રહેવાનું સુચવે છે. જ્ઞાન મેળવવા સદૈવ સક્રિય રહેવુ જોઇએ. જે આવુ કરે તે ક્યારેય દુખી થતુ નથી. ગણેશજીનુ ઉદર- ગણેશજીનુ પેટ ખુબજ વિશાળ છે આથી તેમને લંબોદર કહેવામાં આવે છે. લંબોદર ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે.

એકદંત
ભગવાન ગણેશજીએ પરશુરામ સાથે યુદ્ધ કર્યુ હતુ જ્યાં ફરસીથી તેમનો એક દાંત પડી ગયો હતો. આ દિવસથી ગણેશજી એકદંતા કહેવાયા. ગણેશજીએ તેમના એક દાંતથી મહાભારતની રચના કરી. આમ તેઓ શીખ આપે છે કે દરેક વસ્તુઓમાં સદુપયોગ કરો.

ગણેશ પૂજન તમારા ઘરે ભગવાન ગણેશની માટીની મૂર્તિ સ્થાપિત કરવાથી શરૂ થાય છે. તકતી (ભોગ) માટે વિવિધ વાનગીઓ રાંધવામાં આવે છે. મૂર્તિને શુદ્ધ પાણીથી સ્નાન કરાવવામાં આવે છે અને ત્યારબાદ ફૂલોથી શણગારવામાં આવે છે. જ્યોતિ લાઇટ છે અને ત્યારબાદ આરતી શરૂ થાય છે.

આ સમયે વિવિધ ભજન, અને મંત્રોચ્ચાર કરવામાં આવે છે. ગણેશ ચતુર્થી પૂજન એવું માનવામાં આવે છે કે સંપૂર્ણ ભક્તિ સાથે મંત્રનો જાપ કરવાથી મૂર્તિમાં જીવ આવે છે. એવું માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન, ગણેશ તેમના ભક્તોના ઘરે જાય છે અને તેમની સાથે સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે છે. આ જ કારણોસર દિવસ ખૂબ જ શુભ દિવસ તરીકે મનાવવામાં આવે છે.