PUBG વાપસીની હવે રાહ ન જોતાં, ભારતમાં કામમાં નહીં આવે એક પણ ‘જુગાડ’

PUBG વાપસીની હવે રાહ ન જોતાં, ભારતમાં કામમાં નહીં આવે એક પણ ‘જુગાડ’

ભારતમાં લાખો પ્લેયર્સની પસંદ રહેલ પબ્જી મોબાઈલને ભારત સરકારે ચાઈના કનેક્શન અને સુરક્ષાને જોતાં બેન કરી દીધી હતી. તે બાદથી જ ચર્ચાઓ થવા લાગી હતી કે, કોઈ ભારતીય કંપનીને કારોબાર વેચી પબ્જી ભારતમાં વાપસી કરશે. અને ભારતમાં મોટું યુઝરબેઝ હોવાને કારણે ચાઈનીઝ કંપની Tencentની સાથે પાર્ટનરશિપ તોડ્યા બાદ ભારતમાં ગેમર્સ પબ્જી ગેમ રમી શકશે.

એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે, ભારતની મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ પોપ્યુલર ગેમ પબ્જીની વાપસીના કોઈ સંકેત આપી રહી નથી. તેનો મતલબ એ છે કે, પબ્જી મોબાઈલનો ભારતમાં બેન ચાલુ જ રહેશે. અને કદાચ જ કોઈ જુગાડ આ ગેમની વાપસી માટે કામમાં આવશે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ફક્ત ટેંસેટની સાથે પાર્ટનરશિપ ખતમ કર્યા બાદ ભારતમાં તેની વાપસીના દરવાજા નહીં ખૂલે. સરકાર ઈચ્છે તો જ આ ગેમની વાપસી થઈ શકે છે, પણ હાલ તો સરકારની એવી કોઈ ઈચ્છા દેખાતી નથી.

મિનિસ્ટ્રીના સુત્રોના હવાલાથી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મિનિસ્ટ્રી ઓફિશિયલ્સ વચ્ચે બેન લિસ્ટમાં સામેલ કોઈપણ એપની વાપસી સાથે જોડાયેલ ચર્ચા થઈ રહી નથી. અમે કોઈ ખાસ એપ કે કંપની પર ટિપ્પણી કરવાથી બચી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે, પબ્જી ભારતમાં વાપસી કરવા રિલાયન્સ જિઓ સાથે પાર્ટનરશિપ કરી શકે તેવી ખબર સામે આવી હતી. અને બંને કંપનીઓ વચ્ચે હાલ વાટાઘાટો ચાલી રહી છે તેવું પણ સુત્રો જણાવી રહ્યા છે.