હવે દવાઓ પણ ખુટી પડી : સરકારી હોસ્પિટલો અને મેડિકલ સ્ટોર્સમાં કોરોનામાં જરૂરી ફેબિફ્લૂ, ઝિંક અને વિટામિન-C સહિત દવાની ભારે અછત

હવે દવાઓ પણ ખુટી પડી : સરકારી હોસ્પિટલો અને મેડિકલ સ્ટોર્સમાં કોરોનામાં જરૂરી ફેબિફ્લૂ, ઝિંક અને વિટામિન-C સહિત દવાની ભારે અછત

સરકારી OPDમાંથી દવા ન મળતાં દર્દીને જરૂરી દવાઓ રૂપિયા ખર્ચીને ખરીદવી પડે છે

ઓક્સિજન અને બેડની અછતની સાથે હવે કોવિડની સારવારમાં વાયરલ લોડ ઘટાડતી અને રોગપ્રતિકારક શક્તિ વધારતી દવાઓની શહેરની સરકારી-પબ્લિક હોસ્પિટલો અને મેડિકલ સ્ટોર્સ પર ભારે અછત વર્તાઇ રહી છે. જેથી કોરોનાના દર્દીને ડૉક્ટરે લખી આપી હોય તેના કરતાં ઓછી દવાઓ મળતી હોવાથી મેડિકલ સ્ટોર્સમાંથી વેચાતી ખરીદવી પડે છે. મેડિકલ સ્ટોર્સમાં પણ દવાઓનો પુરતો જથ્થો ન હોવાથી દર્દીના સગાંએ દવાના જરૂરી જથ્થા માટે એકથી બીજા મેડિકલ સ્ટોર્સ પર રઝળ‌વાનો વારો આવે છે.

હોમ ક્વોરન્ટાઇન દર્દીઓ હેલ્થ સેન્ટરમાંથી દવા લે છે
કોઇપણ વ્યક્તિનો રિપોર્ટ કોવિડ પોઝિટિવ આવ્યાં બાદ ડોક્ટર તેને 7થી 14 દિવસ સુધી એન્ટિવાયરલ દવાથી લઇને અન્ય દવાનો કોર્સ પ્રિસ્કાઇબ કરી આપે છે, જેથી સરકારી હોસ્પિટલોમાં રિપોર્ટ કરાવે દર્દીને હોસ્પિટલની દવા બારી પરથી જ્યારે પ્રાઇવેટ લેબોરેટરીમાં રિપોર્ટ કરાવનાર દર્દી હોમ ક્વોરન્ટાઇન થતાં દર્દીને અર્બન હેલ્થ સેન્ટર અથવા મેડિકલ સ્ટોર્સ પરથી દવા લેતા હોય છે.

ઝિંક અને વિટામિન-સીની ગોળીઓની અછત
સરકારી હોસ્પિટલની દવા બારીઓ પર કોરોનાની દવા લેવા જતાં દર્દીના સગાંને પૂરતી દવાઓ મળતી નથી. ખાસ કરીને વાયરલ લોડ ઓછી કરતી ફેબીફ્લૂ દવા તો મળતી જ નથી. સાથેસાથે એઝિથ્રોમાયસીન, ઝિંક અને વિટામિન-સીની ગોળીઓ 14 દિવસ માટે લખી હોય તો 5થી 6 દિવસની ગોળીઓ અપાય છે. પૂરતી દવાઓ મળથી ન હોવાથી રૂપિયા ખર્ચીને મેડિકલ સ્ટોર્સ પરથી દવા ખરીદવાની ફરજ પડે છે. પરંતુ, સ્ટોર્સમાં પણ દવાનો જથ્થો મર્યાદિત હોવાથી લોકોએ એકથી બીજા મેડિકલ સ્ટોર્સ રઝળવું પડે છે. મેડિકલ સ્ટોર્સ દવાની કાળાબજારી કરવાના આક્ષેપ પણ લોકો કરી રહ્યાં છે.

દવા કંપનીથી જથ્થો 50 ટકા ઓછો આવે છે
કોવિડની દવાની કાળાબજારીની ફરિયાદ મળતા તપાસ કરતાં જણાયું છે કે, હાલમાં કોવિડની દવાની ડિમાન્ડ સમગ્ર દેશમાં વધી છે. દવા કંપની તરફથી 50 ટકા ઓછો જથ્થો આવે છે, ત્યારે લોકો કોવિડ થવાનો છે તેમ સમજીને દવાનો સ્ટોક કરે છે, જેથી જેને જરૂર છે તેને રૂ. 1200ની 10 ગોળી એવી ફેબીફ્લૂ સહિતની દવા મળતી નથી. > જશુભાઇ પટેલ, પ્રેસિડેન્ટ, અમદાવાદ કેમિસ્ટ એસોસિએશન

આ દવા મળતી નથી
ફેબિફલૂ
એઝીથ્રોમાઇસીન
વિટામિન-સી
ઝિંક, ટેમીફ્લૂ

( Source – Divyabhaskar )