એક મિનિટમાં 60 પગથિયાં ચઢી જાવ તો તમારું હાર્ટ સ્વસ્થ અને દોઢ મિનિટથી વધુ સમય લાગે તો સમસ્યા હોઇ શકે છે

એક મિનિટમાં 60 પગથિયાં ચઢી જાવ તો તમારું હાર્ટ સ્વસ્થ અને દોઢ મિનિટથી વધુ સમય લાગે તો સમસ્યા હોઇ શકે છે

જો કે, કેટલાક લોકોએ આવા સંશોધન સામે વિરોધ નોંધાવ્યો

તમારું હાર્ટ કેટલું આરોગ્યપ્રદ છે તેની જાણકારી તમે પણ સહેલાઈથી મેળવી શકશો. સ્પેનના સંશોધકોનું કહેવું છે કે સીડી દ્વારા હાર્ટની સ્થિતિ અંગે જાણી શકાય છે. સંશોધકોએ કહ્યું કે જો તમે એક મિનિટની અંદર 60 પગથિયા ચઢી જતાં હોવ તો તેનો અર્થ એ થયો કે તમારું હાર્ટ સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય છે. સ્પેનની યુનિવર્સિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજીસ્ટ અને આ અભ્યાસના લેખક ડૉ. જિસસ પેટેઈરોએ હેલ્થલાઈન વેબસાઈટને કહ્યું કે સીડીના પગથિયાં હાર્ટની સ્થિતિ ચકાસવાની એક સરળ રીત છે. જો તમને 60 પગથિયા ચઢવામાં દોઢ મિનિટથી વધુ સમય લાગે તો એનો અર્થ એ થયો કે તમારું હાર્ટ સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય નથી અને તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

165 લોકો પર સરવે કરવામાં આવ્યો
આ અભ્યાસ યુરોપિયન સોસાયટી ઑફ કાર્ડિયોલોજીના વિજ્ઞાનીઓની એક બેઠકમાં રજૂ કરાયો હતો. આ બેઠકમાં લેબમાં કરાનારી એક્સરસાઈઝની ટેસ્ટિંગની તુલના આ ટેસ્ટ સાથે કરવામાં આવી હતી. 165 લોકો પર કરાયેલા અભ્યાસમાં મેટાબોલિક ઈક્વિવેલન્ટ (એમઈટી)માપવા માટે પહેલાં લોકોને તેમની કસરત મુજબ ટ્રેડમિલ પર તેઓ થાકી ન જાય ત્યાં સુધી ચાલવા કે દોડવાનું કહેવાયું.

56 ટકા લોકોની કાર્યક્ષમતા અનિયમિત જોવા મળી
થોડાક સમય આરામ પછી આ લોકોને ઝડપથી 60 પગથિયાં ચઢવા કહેવાયું અને તેમનું એમઈટી ફરી માપવામાં આવ્યું. 40થી 45 સેકન્ડથી ઓછા સમયમાં સીડી ચઢનારાનું એમટીઈ 9થી 10 હતું. ભાગ લેનારે સીડી ચઢવામાં દોઢ મિનિટથી વધુનો સમય લીધો તેમનું એમઈટી 8થી પણ ઓછું હતું. તો એક મિનિટથી ઓછા સમયમાં સીડી ચઢનારા 32 ટકા લોકોની તુલનામાં જે 56 ટકાએ સીડી ચઢવામાં દોઢ મિનિટનો સમય લીધો અને એક્સરસાઈઝ દરમિયાન તેમના હાર્ટની કાર્યક્ષમતા અનિયમિત જોવા મળી હતી. જો તમને 60 પગથિયાં ચઢવામાં દોઢ મિનિટથી વધુ સમય લાગે તો એનો અર્થ એ થયો કે તમારું હાર્ટ સંપૂર્ણ રીતે સ્વસ્થ નથી અને તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આ અભ્યાસ યુરોપિયન સોસાયટી ઑફ કાર્ડિયોલોજીના વિજ્ઞાનીઓની એક બેઠકમાં રજૂ કરાયો હતો.