દેશને ટૂંક સમયમાં જ મળશે સિંગલ ડોઝ વેક્સિન:રશિયાની સ્પુતનિક લાઈટને મંજૂરી આપવા અંગે સરકાર અને રેગ્યુલેટરમાં આવતા મહિને ચર્ચા થશે, આ 10 દિવસમાં 40 ગણી વધારે છે એન્ટીબોડી

દેશને ટૂંક સમયમાં જ મળશે સિંગલ ડોઝ વેક્સિન:રશિયાની સ્પુતનિક લાઈટને મંજૂરી આપવા અંગે સરકાર અને રેગ્યુલેટરમાં આવતા મહિને ચર્ચા થશે, આ 10 દિવસમાં 40 ગણી વધારે છે એન્ટીબોડી

દેશમાં રશિયન વેક્સિન સ્પુતનિક Vની ડિલીવરી શરૂ થવાના દિવસે જ તેની સાથે જોડાયેલા વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સ્પુતનિક લાઈટ ભારતમાં ઉપયોગ માટે મંજૂરી મેળવનાર પહેલી સિંગલ ડોઝ વેક્સિન હોય શકે છે. આગામી મહિને સરકાર અને રેગ્યુલેટરી ઓથોરિટી વચ્ચે આ મુદ્દે વાતચીત થશે. આ વેક્સિનના ઉપયોગના 10 દિવસમાં જ તે 40 ગણી એન્ટીબોડી ડેવલપ કરે છે.

ડૉ. રેડ્ડીઝ લેબોરેટ્રીઝે શુક્રવારે જ સ્પુતનિક-Vની ડિલીવરી શરૂ કરી છે. તેના એક ડોઝની કિંમત 995.40 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

સ્પુતનિક લાઈટ 79.4% અસરકારક
રશિયાએ થોડાં દિવસ પહેલાં જ કોરોનાની સિંગલ ડોઝ વેક્સિન બનાવવામાં સફળતા મેળવી છે. આ સ્પુતનિક ફેમિલીની નવી વેક્સિન છે, જેનો હાલ યુરોપ અને અમેરિકાને છોડીને દુનિયાનના 60 દેશોમાં ઉપયોગ થઈ રહ્યો છે. સ્પુતનિક લાઈટને મોસ્કોની ગમલેયા રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટે ડેવલપ કરી છે.

સ્પુતનિક-Vની જેમ તેને પણ રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (RDFI)એ ફાયનાન્સ કર્યું છે. RDFIના CEO કિરિલ દિમિત્રિએવના જણાવ્યા મુજબ, વિશ્વભરમાં તેની કિંમત 10 ડોલર (730 રૂપિયા)થી પણ ઓછી રહેશે.

કોરોનાના તમામ સ્ટ્રેન પર પ્રભાવી
આ વેક્સિનના ફેઝ-3 ટ્રાયલમાં 7000 લોકોને સામેલ કરવામાં આવ્યા. ટ્રાયલ રશિયા, UAE અને ઘાનામાં થયા. 28 દિવસો બાદ તેનો ડેટા એનાલાઈઝ કરવામાં આવ્યા. પરિણામમાં જોવા મળ્યું કે આ વેક્સિન વાયરસના તમામ નવા સ્ટ્રેન પર અસરકારક છે. તેનો ડેટા જણાવે છે કે આ વેક્સિન અન્ય ડબલ ડોઝ વેક્સિનથી વધુ અસરકારક છે.

સ્પુતનિક લાઈટના ફાયદા

  • તેની ઓવરઓલ એફિકેસી 79.4% છે વેક્સિન લગાડનાર 100% લોકોમાં 10 દિવસ બાદ જ એન્ટીબોડીઝ 40 ગણી સુધી વધી ગઈ.
  • વેક્સિન લગડાવનાર તમામ લોકોમાં કોરોના વાયરસના S-પ્રોટીન વિરૂદ્ધ ઈમ્યૂન રિસ્પોન્સ ડેવલપ થયા.
  • આ વેક્સિનમાં સિંગલ ડોઝ હોવાને કારણે મોટી આબાદીવાળા દેશોમાં વેક્સિનેશન રેટ વધારવામાં આવી શકે છે.
  • સ્પુતનિક લાઈટને 2થી 8 ડિગ્રી ટેમ્પ્રેચરમાં સ્ટોર કરી શકાય છે. તેનાથી તે સહેલાયથી ટ્રાંસપોર્ટ થઈ શકશે.
  • જે લોકોને પહેલાં કોરોના સંક્રમણ થઈ ગયું છે, તેમના પર પણ આ વેક્સિન અસરદાર છે.
  • વેક્સિન લગાડવામાં આવ્યા બાદ કોરોનાની ગંભીર અસરનો ખતરો ઓછો થઈ જશે. મોટા ભાગના મામલામાં દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નહીં પડે.

જોનસન એન્ડ જોનસનની સિંગલ ડોઝ વેક્સિન દોડમાં
અમેરિકાની કંપની જોનસન એન્ડ જોનસનની સિંગલ ડોઝ વેક્સિન પણ ટૂંક સમયમાં જ ભારતમાં ઉપલબ્ધ થઈ જશે. લોહી ગંઠાય જવાની ફરિયાદને કારણે અમેરિકા અને દક્ષિણ આફ્રિકામાં આના ઉપયોગ પર રોક લગાવવામાં આવી હતી. ત્યારે હવે અમેરિકા આના ઉપયોગ પર રોક હટાવી લીધી છે. અત્યાર સુધી ઉપયોગમાં લેવામા્ં આવતીકોરોનાની મોટા ભાગની વેક્સિનના બે ડોઝ લેવાના રહે છે.

( Source – Divyabhaskar )