AMCની ચૂંટણીમાં UPવાળી : ભાજપે એકપણ મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા જ નહીં

AMCની ચૂંટણીમાં UPવાળી : ભાજપે એકપણ મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા જ નહીં

AMCની ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી થતાની સાથે ભાજપ મોવડી મંડળે લઘુમતિ સમાજને ટિકિટ આપીને તુષ્ટિકરણની નીતિ ઉપર બ્રેક મારી દીધી છે અને ઉત્તરપ્રદેશવાળી નીતિ અપનાવી છે. ૨૦૧૫ની AMCની ચૂંટણીમાં ભાજપે ત્રણ મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા પણ આ વખતે ૧૯૨ ઉમેદવારો પૈકી એકપણ મુસ્લિમ ઉમેદવારને ટિકીટ આપીને મેદાનમાં ઉતારવામાં આવ્યા નથી. આથી, સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે, આ વખતની ચૂંટણી હિંદુત્વના નામે લડાશે.

ભાજપ મોવડી મંડળ દ્વારા AMCની ૨૦૧૫ની ચૂંટણીમાં ત્રણ મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા  હતા. ૨૦૧૫ની ચૂંટણીમાં જમાલપુર વોર્ડમાંથી અબ્દુલ રઉફ શેખને મેદાનમાં ઉતાર્યા હતા જ્યારે મક્તમપુરા વોર્ડમાંથી બે ઉમેદવાર યાસ્મીન સલીમ શેખ અને મુસ્તુફા વોરાને મેદાનમાં ઉતાર્યા હતા. ૨૦૧૫માં આ ત્રણેય હાર્યા હતા. આ પહેલાં AMCની ચૂંટણીમાં મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતારવાનો પ્રયોગ ૨૦૧૦ની ચૂંટણીમાં કરાયો હતો. તે વખતે નિવૃત આઇપીએસ ઓફિસર સૈયદને મક્તમપુરા વોર્ડમાંથી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા જોકે, તેઓ પણ હાર્યા હતા. ૨૦૨૦ની ચૂંટણીમાં એકપણ લઘુમતિ ઉમેદવારને ટિકીટ આપવામાં આવી નથી.

AMCની ચૂંટણીમાં છ પૂર્વ કોર્પોરેટરોને ફરી તક મળી

ભાજપના મોવડી મંડળ દ્વારા ૬ પૂર્વ કોર્પોરેટરોને ફરી ટિકિટ આપવામાં આવી છે. પાલડી વોર્ડમાંથી પ્રીતિશ મહેતા, જૈનિક વકીલ અને ખાડિયા વોર્ડમાંથી નિકીબેન મોદીને ટિકિટ મળી છે. સરસપુર વોર્ડમાંથી ભાસ્કર ભટ્ટ, ભાઈપુરા વોર્ડમાંથી વાસંતીબેન પટેલ અને અસારવામાંથી મેનાબેન પટણીને ટિકીટ અપાઇ છે. આ તમામ પૂર્વ કાઉન્સિલરોને ગત ટર્મમાંથી ડ્રોપ કરાયા હતા અને આગામી ચૂંટણીમાં મેદાનમાં ઉતારાયા છે.

( Source – Sandesh )