ઈતિહાસમાં પહેલીવાર : 1100 રૂ. પ્રતિ કલાકે પણ ફૂડ કંપનીઓને કર્મચારી ન મળતા બાળકોની ભરતી કરાઈ

ઈતિહાસમાં પહેલીવાર : 1100 રૂ. પ્રતિ કલાકે પણ ફૂડ કંપનીઓને કર્મચારી ન મળતા બાળકોની ભરતી કરાઈ

અમેરિકામાં ફૂડ ચેન કંપનીઓની રેસ્ટોરાંમાં કામદારોની અછત

 

અમેરિકન ફૂડ ચેન કંપની મેકડોનાલ્ડ 40 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર કર્મચારીઓની અછતનો સામનો કરી રહી છે. આ મુશ્કેલીના ઉકેલ માટે કંપનીની ઓરેગન સ્થિત ફ્રેન્ચાઈઝીએ 14થી 15 વર્ષનાં બાળકોની ભરતી શરૂ કરી છે. આ સમસ્યાના ઉકેલ માટે કંપનીએ રીતસર રેસ્ટોરાં બહાર જાહેરખબરનાં બેનરો લગાવ્યાં છે.

અહેવાલો પ્રમાણે તેઓ શ્રમ કાયદા હેઠળ નિમણૂક કરી રહ્યા છે. કંપનીની ફ્રેન્ચાઈઝી મેડફોર્ડ રેસ્ટોરાંના સંચાલક હીથર કેનેડીએ કહે છે કે કર્મચારીઓને આકર્ષવા લઘુતમ 15 ડોલર (આશરે રૂ. 1100) પ્રતિ કલાકના હિસાબે વેતન નક્કી કર્યું છે.

16 વર્ષનાં બાળકોની ભરતી માટે અત્યાર સુધી માંડ 25 અરજી આવી છે. આ પહેલાં કંપનીએ જાહેરાત કરી હતી કે તે અમેરિકામાં પોતાના રેસ્ટોરાંના કર્મચારીઓને પ્રતિ કલાક ઓછામાં ઓછું રૂ. 1100 વેતન આપશે.

ઓરેગનમાં 14 વર્ષથી વધુ વયના લોકો કામ કરી શકે છે
14 વર્ષ કે તેનાથી વધુ ઉંમરનાં બાળકોને કામ આપતી કંપની મેકડોનાલ્ડ એકલી નથી. તેના પહેલાં બર્ગર કિંગ, વેન્ડીએ પણ આ રીતે ભરતી કરી હતી. અમેરિકાનાં વિવિધ રાજ્યોમાં શ્રમ કાયદા જુદા જુદા છે. ઓરેગન રાજ્યમાં 14 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના કિશોર ખાદ્યસેવા જેવી બિન-ખતરનાક નોકરીઓ કરી શકે છે. જોકે, કાયદા પ્રમાણે કામના કલાક ઓછા હશે, જેથી તેમના સ્કૂલના અભ્યાસને અસર ના થાય અને તેમને પૂરતો આરામ પણ મળી શકે.