અફઘાનિસ્તાનમાં અફીણની ખેતી પર પ્રતિબંધ : તાલિબાને દુનિયામાં સારી ઈમેજ બનાવા માટે અફઘાનિસ્તાનમાં અફીણની ખેતી પર પ્રતિબંધ લગાવ્યો

અફઘાનિસ્તાનમાં અફીણની ખેતી પર પ્રતિબંધ : તાલિબાને દુનિયામાં સારી ઈમેજ બનાવા માટે અફઘાનિસ્તાનમાં અફીણની ખેતી પર પ્રતિબંધ લગાવ્યો

ગયા વર્ષે ડ્રગ્સથી 11 હજાર કરોડ રૂપિયા કમાયા હતાં

 

અફઘાનિસ્તાનમાં સત્તા હાંસલ કર્યા બાદ તાલિબાન વિશ્વના દેશોથી શાસન માટે પરવાનગી માગી રહ્યુ છે. તેના માટે તાલિબાન કોઈ પણ કિમત ચૂકવવા માટે તૈયાર છે. પોતાને સારુ ગણાવા માટે તાલિબાને અફીણ ઉગાવનારા પ્રમુખ રાજ્યોમાં અફીણની ખેતી પર પ્રતિબંધ લગાવી દીધો છે. તાલિબાનની ફંડિગનો મોટો ભાગ અફીણની ખેતીથી આવે છે. ગયા વર્ષે તાલિબાને ડ્રગ્સ દ્વારા 11 હજાર કરોડ રુપિયા કમાયા હતા.

વોલ સ્ટ્રીટ જર્નલના સમાચાર મુજબ, તાલિબાની પ્રતિનિધિઓએ કંદહારમાં અફીણની ખેતી કરી રહેલા ખેડૂતોને કહ્યું છે કે અફીણની ખેતી હવે ગેરકાયદેસર ગણાશે. દેશમાં અફીણની ખેતીવાળા પ્રાંતોમાં કંદહાર પ્રમુખ છે. અફીણ અહીની સ્થાનિય અર્થવ્યવસ્થામાં મોટું યોગદાન પ્રદાન કરે છે. આ કારણથી દેશભરમાં કાચા અફીણના ભાવ ઝડપથી વધી રહ્યા છે.

કાબુલ પર કબ્જા પછી ડ્રગ્સનો વ્યાપાર બંધ કરવાની વાત કહી હતી
18 ઓગસ્ટે તાલિબાની પ્રવક્તા ઝબીઉલ્લાહ મુઝાહિદે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે દેશના નવા શાસક ડ્રગના વ્યાપારને પરવાનગી નહિ આપે. તે સમયે મુઝાહિદે તે નહોતું કીધું કે વ્યાપારને રોકવા માટે ક્યા પગલા ભરશે. હવે તાલિબાને અફીણની ખેતી પર પ્રતિબંધ લગાવી દીધો છે.

કંદહાર, ઉરુઝગન અને હેલમેનમાં સ્થાનીય ખેડૂતોએ કહ્યું કે કાચા અફીણની કિંમત ત્રણ ગણી વધી ગઈ છે. પહેલા તે 70 ડોલરમાં એક મળતું હતું, હવે 200 ડોલરમાં વેચાઈ રહ્યુ છે. મઝાર-એ-શરીફમાં પણ અફીણની કીંમત બે ગણી થઈ ગઈ છે. કાચા અફીણથીજ હેરોઈન ડ્રગ બને છે.

ડ્રગ્સથી થાય છે તાલિબાનનું ફંન્ડિગ
ડ્રગ્સના વ્યાપારથી જ તાલિબાનના 80 હજાર લડાકુઓની ફન્ડિગ થાય છે. નાટોના રિપોર્ટ અનુસાર, 2020માં તાલિબાને ડ્રગ્સથી 11 હજાર કરોડ રુપિયા કમાયા હતા. 2001માં અફીણનું ઉત્પાદન 180 ટન હતું, જે 2007માં વધીને 8000 ટન થઈ ગયું.

ત્યારે અફઘાનિસ્તાનના GDPમાં અફીણનો ગેરકાયદેસર વેપારનો ભાગ 60% હતો. અફઘાનિસ્તાન વિશ્વનું સૌથી નશાકારક અફીણ ઉગાડે છે. આ જ અફીણ પ્રોસેસ્ડ ડ્રગ્સ, હેરોઇનના રૂપમાં વિશ્વમાં પહોંચે છે, જે મૂળ અફીણ કરતાં 1500 ગણું વધુ માદક છે.

2017માં અફઘાનિસ્તાનમાં 9900 ટન અફીણનું ઉત્પાદન થયું
UNODCના જણાવ્યા અનુસાર, અફઘાનિસ્તાનમાં અફીણનું ઉત્પાદન 2017માં 9,900 ટન રહ્યું હતું. આ વેચાણથી ખેડૂતોને લગભગ 10,000 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. તે દેશના જીડીપીમાં 7 ટકા હિસ્સો ધરાવે છે. રિપોર્ટ અનુસાર અફીણની ગેરકાયદેસર અર્થવ્યવસ્થા આશરે 49,000 કરોડ રૂપિયા હતી. તેમાં સ્થાનિક વપરાશ, દવાઓ અને અન્ય માટે નિકાસનો સમાવેશ થાય છે.

તાલિબાન ટેક્સ વસૂલાતમાંથી તેમની આવક મેળવે છે. તાલિબાન અફીણના વેપારીઓ પાસેથી કર વસૂલે છે. તેમાં સામેલ વેપારીઓ પાસેથી પણ ટેક્સ વસૂલ કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ તાલિબાને 2018-19 વચ્ચે ડ્રગના વેપારમાંથી લગભગ 3,000 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર તાલિબાનની આવકનો 60 ટકા હિસ્સો ગેરકાયદેસર ડ્રગ્સમાંથી આવે છે.

તાલિબાનનો વાર્ષિક કારોબાર લગભગ 3 હજાર કરોડ રુપિયા છે
તાલિબાન તેમના ખાતાઓની કોઈ વિગતો પ્રકાશિત કરતા નથી. તેની ચોક્કસ કમાણી અને સંપત્તિને શોધવી મુશ્કેલ છે. વર્ષ 2016માં ફોર્બ્સે અંદાજ લગાવ્યો હતો કે તાલિબાનનું વાર્ષિક ટર્નઓવર 2,968 કરોડ રૂપિયા હતું.