Pakistan : 8 વર્ષના બાળકને જજે છોડી મુક્યો આ કારણે ઉશ્કેરાયા હતા લોકો, પછી હિંદુ મંદિરમાં કરી તોડફોડ

Pakistan : 8 વર્ષના બાળકને જજે છોડી મુક્યો આ કારણે ઉશ્કેરાયા હતા લોકો, પછી હિંદુ મંદિરમાં કરી તોડફોડ

- પોલીસે પણ એ વાતની અવગણના કરી કે, જે બાળક વિરૂદ્ધ કેસ થઈ રહ્યો છે તેની ઉંમર માત્ર 8 વર્ષ છે અને તેને જેલમાં મોકલી દીધો હતો

નવી દિલ્હી, તા. 08 ઓગષ્ટ, 2021, રવિવાર

પાકિસ્તાનના રહીમયાર ખાનના ભોંગ શરીફ ખાતે ગત બુધવારે ભગવાન ગણેશજીના એક મંદિરમાં સેંકડો લોકોની ભીડે તોડફોડ કરી હતી. આ ઘટના બની તેના પહેલા 8 વર્ષની ઉંમરનો એક બાળક પાણી પીવા માટે મદરેસામાં જતો રહ્યો હતો. ત્યાં તેના સાથે મારપીટ કરવામાં આવી હતી અને તે મદરેસાના મૌલવીએ બાળક વિરૂદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી.

આ કેસમાં પોલીસે પણ એ વાતની અવગણના કરી કે, જે બાળક વિરૂદ્ધ કેસ થઈ રહ્યો છે તેની ઉંમર માત્ર 8 વર્ષ છે અને તેને જેલમાં મોકલી દીધો હતો. 2 દિવસ સુધી જેલમાં રાખ્યા બાદ તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં જજે પોલીસવાળાઓને ફટકાર લગાવીને 8 વર્ષના તે બાળકને મુક્ત કરી દીધો હતો. 

આ વાત ગુંડાઓને પસંદ નહોતી આવી અને આ કારણે તેમણે મંદિરમાં જઈને તોડફોડ કરીને આગ ચાંપી દીધી હતી. આ કેસમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, જો પોલીસવાળાઓએ સમયસર પગલા ભર્યા હોત તો આવી ઘટના ન બનેત. 

આ ઘટના બાદ તે બાળક, તેનો પરિવાર અને તે વિસ્તારમાં રહેતા હિંદુઓ ખૂબ જ ડરેલા છે. તેમને પોતાના જાન-માલનું નુકસાન જણાઈ રહ્યું છે. આ ઉપરાંત અનેક પરિવારો પોતાનું ઘર છોડીને ત્યાંથી પલાયન પણ કરી ચુક્યા છે.