જાણવું જરૂરી છે:ટોક્યો ઓલિમ્પિક્સમાં ગયેલા ખેલાડીઓમાંથી 73% મિડલ ક્લાસના અને 55% જનરલ કેટેગરીના, એવા પ્લેયર્સ પણ છે, જેમની માતા અને બહેન કચરા-પોતાં કરે છે

જાણવું જરૂરી છે:ટોક્યો ઓલિમ્પિક્સમાં ગયેલા ખેલાડીઓમાંથી 73% મિડલ ક્લાસના અને 55% જનરલ કેટેગરીના, એવા પ્લેયર્સ પણ છે, જેમની માતા અને બહેન કચરા-પોતાં કરે છે

128માંથી 50 ખેલાડી માત્ર પંજાબ હરિયાણાના છે

હરિયાણાના એથ્લીટ સંદીપ કુમારના પિતા ગામમાં બકરી ચરાવે છે

 

આપણે જાત પરથી ક્યાં જઈએ છીએ, એ સમજવા આ બે ઘટના જુઓ...

પ્રથમઃ મેદાન ટોક્યો ઓલિમ્પિક્સ. દિવસ બુધવાર, તારીખ 4 ઓગસ્ટ... આપણી મહિલા હોકી ટીમ ખૂબ લડી. મેદાનના ઈંચ-ઈંચ, હોકી-હોકી અને બોલ સુધી છતાં પણ આર્જેન્ટીનાની વિરુદ્ધ સેમી-ફાઈનલ હારી ગઈ. કેટલાક લોકો પોતાની જ ફોર્વર્ડ ખેલાડી વંદના કટારિયાના ઘરે પહોંચી ગયા અને તેને જાતિની ગાળો આપવા લાગ્યા, એમ કહીને કે દલિત ખેલાડીઓને કારણે આપણે હારી ગયા. શહેર હતું હરિદ્વાર.

બીજોઃ મેદાન ટોક્યો ઓલિમ્પિક. દિવસ રવિવાર, તારીખ 1 ઓગસ્ટ...શટલર પીવી સિંધુ પરસેવાથી નાહી ગઈ હતી. અંતે, ચીનના ખેલાડી જિયાઓ બિંગ હેને હરાવ્યો અને બ્રોન્ઝ મેડલ જીતી લીધો. જોકે લોકો ગૂગલ પર તેમની જાતિ જ શોધતા રહ્યા. આ સર્ચ એટલું ચાલ્યું કે pv sindhu caste સમગ્ર દિવસ દરમિયાન ટોપ ટ્રેન્ડમાં રહ્યું. આ સર્ચ કરનારા સમગ્ર દેશના હતા, જોકે ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને હિમાચલના અગ્રેસર હતા.

જોકે આપણને રમતથી ઓછો અને ખેલાડીઓની જાતિથી વધુ મતલબ હોય છે. અમે ટોક્યો ગયેલા, આપણા 128 ખેલાડીની વિગત ચકાસી હતી. જોકે અહીં અમે ખેલાડીઓની જાતિ નહિ, પરંતુ તેમની સામાજિક ભાગીદારી જણાવી રહ્યા છીએ, એટલે કે તે કેવા ઘર-પરિવારમાંથી છે, કેટલું કમાય છે અને આવી જ બીજી કેટલીક માહિતી. ચાલો, જાણીએ આ બધી વાતો.

1. કેટેગરી એનાલિસિસઃ સૌથી વધુ જનરલ કેટેગરીના ખેલાડી, જોકે પંજાબ-હરિયાણાના જાટ, જે OBCમાં આવવાની લડાઈ લડી રહ્યા છે

 

હરિયાણા, પંજાબ અને ચંદીગઢના 52 ખેલાડીમાંથી 90 ટકા જાટ પરિવારમાંથી આવે છે, જે હાલ જનરલ કેટેગરીમાંથી આવે છે, જોકે તેઓ પોતે પછાત વર્ગમાં સામેલ કરવાની લડાઈ લડી રહ્યા છે. મામલો કોર્ટ સુધી પહોંચી ચૂક્યો છે. આ એનાલિસસ 106 ખેલાડીનું છે.

2. આર્થિક સ્થિતિ પર એનાલિસિસઃ મિડલ ક્લાસના ખેલાડીઓ સૌથી વધુ, જોકે સ્પોર્ટ્સ કોટામાંથી નોકરી મળ્યા પછી પરિવારની સ્થિતિ સુધરી

આમાં જે પણ મિડલ ક્લાસ દેખાઈ રહ્યો છે એમાં પણ 50%થી વધુ તે છે, જેમને સ્પોર્ટ્સ કોટામાંથી નોકરી મળ્યા પછી તેમના પરિવારની સ્થિતિ સુધરી છે. જો આમ થયું ન હોત તો દેશને મેડલ જિતાડનાર આ ખેલાડીઓ, વાસ્તવિક જિંદગીમાં રોજ સંઘર્ષ કરતા હોત.

ટોક્યો ઓલિમ્પિક્સમાં પણ એવા પરિવારનાં છોકરા-છોકરીઓ છે, જેમની માતા-બહેનોએ બીજાનાં ઘરોમાં કચરા-પોતાં કર્યાં છે, આ 10 ખેલાડી વિશે જાણો-

1. હરિયાણાના એથ્લીટ સંદીપ કુમારના પિતા ગામમાં બકરી ચરાવે છે અને બીજાના ખેતરમાં મજૂરી કરે છે. 2. ઝારખંડના હોકી પ્લેયર સલીમા ટેટેનાં પિતા અને બહેન મજૂરી કરીને ઘર ચલાવે છે. તેમના ઘરમાં ઓલિમ્પિક જોવા માટે ટીવી પણ નહોતું, હાલ CMના કહેવા પર ટીવી લાગ્યું છે. આ હોકી પ્લેયર સલીમા ટેટેનું ઘર છે. 3. હરિયાણાનાં હોકી પ્લેયર નેહા ગોયલની માતાએ વિવિધ ઘરોમાં કચરા-પોતાં કરીને ત્રણ છોકરીને મોટી કરી છે. તેમની પાસે હાલ ગામમાં એક 50 ગજનું મકાન છે. 4. રાજસ્થાનની એથ્લીટ ભાવના જાટ રેલવેમાં નોકરી કરે છે, જોકે ઓલિમ્પિકમાં ગઈ તો તેણે લીવ વિધાઉટ પે એટલે કે સેલરી વગર જોબ પર રહેવું પડ્યું. તેના પિતા અને ભાઈ બીમાર રહે છે. તેમની સારવારમાં કોચે મદદ કરી છે, ત્યારે તે ઓલિમ્પિક રમવા જઈ શકી છે. 5. હરિયાણાની હોકી પ્લેયર નિશા વારસીના પિતા દરજી હતા, કપડાં સીવતા હતા. કપડાં સીવવાથી તેમને જે પણ પૈસાની કમાણી થતી હતી એમાંથી તેઓ ઘર ચલાવતા હતા અને આ જ પૈસામાંથી તેઓ પોતાની છોકરીને તમામ મદદ કરતા હતા. 6. હરિયાણાના શૂટિંગ ખેલાડી સંજીવ રાજપૂતના પપ્પા પહેલા ફાસ્ટ ફૂડની લારી લગાવતા હતા. સંજીવના પિતાએ હાલ લારી લગાવવાનું બંધ કર્યું છે. જોકે જ્યાં સુધી સંજીવ ટ્રેનિંગ લઈ રહ્યો હતો ત્યાં સુધી તેમને તેમના પિતા જ પૈસા આપતા હતા. 7. હોકીનાં કેપ્ટન રાની રામપાલના પિતા પહેલાં ઘોડાગાડી ચલાવતા હતા. રાની રામપાલના પપ્પાએ હવે ઘોડાગાડી ચલાવવાનું બંધ કર્યું છે. આ તસવીર થોડાં વર્ષો જૂની છે. 8. હરિયાણાના બોક્સિંગ ખેલાડી દીપક પૂનિયાના પિતા લોકોના ઘરે દૂધ આપે છે. ઓલિમ્પિકમાં પોતાના બાળકની રમત જોતો દીપક પૂનિયાનો પરિવાર. 9. મેડલ જીતનાર મણિપુરની મીરાબાઈ ચાનૂના પિતા બીજાના ખેતરમાં હળ ચલાવતા હતા. હવે સ્થિતિ સુધરી રહી છે. ચાનૂના પરિવારના ઘણા લોકો બીજાના ખેતરમાં જઈને મજૂરી કરે છે. 10. મેડલ વિજેતા હરિયાણાના રવિ દહિયાનો પરિવાર ખેતી કરે છે અને હવે તેમની સ્થિતિ સુધરવા લાગી છે. હવે રવિ દહિયાના પરિવારને લોકો સન્માન આપી રહ્યા છે.

3. સામાજિક સ્થિતિ પર એનાલિસિસઃ 48% ખેડૂત પરિવારમાંથી આવે છે ખેલાડી

મોટા બિઝનેસ ધરાવતા પરિવારમાંથી આવતા હોય તેવા ખેલાડીઓ ગણતરીવાર જ છે. આવું જ એક નામ અંગદ બાજવા છે. અંતે, અમે એ પણ વાત કરી રહ્યા છે કે ક્યાં રાજ્યો ઓલિમ્પિકના ખેલાડીઓ તૈયાર કરી રહ્યાં છે. લિસ્ટ સ્ક્રીન પર તમને દેખાઈ રહ્યું હશે.

4. રાજ્ય પ્રમાણે એનાલિસિસઃ મધ્યપ્રદેશ અને ગુજરાત જેવાં મોટાં રાજ્યોના માત્ર 2-2 ખેલાડી
128માંથી 50 ખેલાડી માત્ર પંજાબ હરિયાણાના છે. બિહાર, છત્તીસગઢ અને ગોવામાંથી એકપણ ખેલાડી નથી. આ 127 ખેલાડીઓનું લિસ્ટ છે. અરબિન લાહિર એવો ખેલાડી છે, જે અમેરિકાના ફ્લોરિડામાં રહે છે. તેમાંથી કેટલાક ખેલાડીઓ પર 2-2 રાજ્યો દાવા કરે છે, કારણ કે તેમનો જન્મ બીજા રાજ્યમાં થયો હોય છે અને ટ્રેનિંગ બીજા કોઈ રાજ્યમાંથી લીધી હોય છે, જેમ કે વિવેક સાગર બિહારના રાધનાથપુરમાં જન્મ્યા છે, પરંતુ હવે મધ્યપ્રદેશના ઈટારસીમાં રહે છે.

( Source - Divyabhaskar )